વિવિધા

No

Block: Site: Subtree Block

    પૃથ્વીને બચાવો...

    ઇજિપ્તના શર્મ એલ શેખ ખાતે 6 થી 18 નવેમ્બર વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત વધુ એક ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ સીઓપી27નું આયોજન  થયું છે. ભારતના પર્યાવરણ અને વન મંત્રી ભુપેન્દ્ર યાદવનના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ ભાગ લઇ રહ્યું છે. ભુપેન્દ્ર યાદવે ઇન્ડિયન પેવેલિયનનું ઉદ્ધઘાટન કરી સ્થાયી જીવનશૈલીના સંદેશાવાહક બનવા 18થી 23 વર્ષના યુવાઓને પ્રોત્સાહિત કરતા ભારતના અભિયાન ‘In our LiFEtime’ નો પ્રારંભ કરાવ્યો હતો.

    મદદનો હાથ...

    એક જગ્યાએ હજારો માણસોનો મેળો ભરાયો હતો. લોકો આનંદથી મેળાના આકર્ષણોને નિહાળી રહ્યા હતા. એ આનંદ વચ્ચે એક અંધ વ્યક્તિ હાથમાં દિલરુબા લઈને નિરાશ વદને બેઠો હતો. તેની આગળથી લોકો પસાર તો થતા હતા, પરંતુ કોઈએ તેની મુશ્કેલી જાણવાનો પ્રયત્ન કર્યો નહીં.

    પરોપકારઃ સતાં વ્યસનમ્...

    પુષ્પ પોતાની સુવાસ કોઈને આપે અને કોઈકને ન આપે એવું ક્યારેય નથી થતું. તે પોતાના સંસર્ગમાં આવનાર પ્રત્યેકને સુવાસિત કરે છે. સરિતા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જીવ-પ્રાણીમાત્રનું પોષણ કરે છે. ચંદન સ્વયં ઘસાઈને અન્યને શાતા આપે છે. તેમ મહાપુરુષો સ્વયં ઘસાઈને અન્યના જીવનને શીતળતા અર્પે છે, સુવાસિત કરે છે અને પોષણ કરે છે. તેમની સહાયતાનો હાથ દરેકને મળે છે, તેમની કરુણાગંગાથી કોઈ વંચિત નથી રહેતું. જીવ-પ્રાણીમાત્ર તેમાં ભીંજાય છે.

    તમારા બાળકો ત્યારે જ સફળ થશે જ

    યુટ્યુબના સીઈઓ સુજૈનનાં માતા એસ્થર વોજસ્કીનું માનવું છે કે બાળકોની સફળતા માટેની પૂર્વશરત છે તેમનામાં શિસ્તબદ્ધતા. એસ્થર વોજસ્કી જાણીતાં અમેરિકી પત્રકાર છે. તેમના માતા-પિતા રશિયન યહૂદી અપ્રવાસી હતા, જેઓ 1930ના દાયકામાં અમેરિકાના ન્યૂ યોર્ક શહેર આવી ગયા હતા. એસ્થરે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાથી જર્નાલિઝ્મનો અભ્યાસ કર્યો હતો. તેઓ એક સફળ માતા મનાય છે કેમ કે તેમની ત્રણેય દીકરીઓ આજે દેશવિદેશમાં ઊંચા પદો પર બિરાજિત છે, મોટી જવાબદારીઓ સંભાળી રહી છે.

    ‘કર્મ નિઃસંદેહપણે સાધના છે, પર...

    ગુજરાતના નડિયાદ શહેરમાં 31 ઓક્ટોબર 1875માં ઝવેરભાઈ અને લાડબાઈને ત્યાં વલ્લભભાઈ પટેલનો જન્મ થયો. જોકે, આ જન્મતારીખ વલ્લભભાઈએ સ્વીકારેલી છે. તેમની સાચી જન્મતારીખ અંગે કોઈ પુરાવા નથી. 75 વર્ષની વયે 15 ડિસેમ્બર 1950ના રોજ તેમણે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા.

    ઘરને ઘર બનાવવાની ઔષધિ બતાવે છે...

    એક એવો પરિવાર, જ્યાં ભલે એસી હોય કે ન હોય, પણ અંતરમાં ટાઢક હોય. એક એવું કુટુંબ, જ્યાં ભલે બધા પાસે મોબાઈલ હોય કે ન હોય, પણ સૌના હૃદય અને મન એકબીજા સાથે જોડાયેલા હોય. એક એવું ઘર, જ્યાં ભલે સ્થાન અને અન્નનો અભાવ હોય, છતાં સૌ સાથે ભોજન કરતા હોય અને જીવનમાં આવતા દ્વન્દ્વો-વિઘ્નોમાં ખભેખભા મિલાવતા હોય. આવા પરિવાર એ કોઈ અતિશયોક્તિ નથી કે નથી કોઈ કલ્પના, પણ વાસ્તવમાં બની શકે છે એક જીવંત વાસ્તવિક્તા.

    સૂઝ, સેવા સંપ અને સમર્પિત ભક્ત

    સૂઝ, સેવા, સંપ અને સમર્પિત ભક્તિની પીઠિકા પર બેઠું છે સ્વામિનારાયણ નગર. અદ્ભૂત છે આ સર્જન. વિશ્વની માનવસર્જિત 21મી સદીની અજાયબીઓનો કદાચ આનાથી આરંભ ગણવો પડે. મશીન બનાવી શકાય. મશીન પાસે ગજબનાક કામ લઈ શકાય પણ હજારો માણસ પાસે - જેમાં ‘તુંડે તુંડે મર્તિભિન્ન’ છે તેની પાસે આવું કામ લઈ શકાય? સિવાય કે એલન મસ્ક કહે છે તેમ માનવના મગજમાં ઈલેક્ટ્રોનિક્સ ચીપ્સ ફીટ કરી હોય તો થાય. અહીં તે સિવાય થયું છે. ભગવાન સૌને પ્રેરતો હોય, કોઈ માણસ નહીં તે રીતે સૌ સ્વયંસેવકોએ કર્યું. કોઈ કોઈને હુકમ કરતું નથી. બતાવતું નથી અને છતાં સુપેરે, વિના ખોટકાયે કામ ચાલ્યા જ કરે છે એ સૌથી અદ્ભૂત છે.

    અતુલ્ય અને અદૃશ્ય શક્તિ...

    અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલ રેડવુડ નામના વૃક્ષોની ઊંચાઈ 300-350 ફિટ હોય છે. આ વૃક્ષો એવી જગ્યાએ છે કે જ્યાં એક વર્ષમાં 70,000થી વધુ ભૂકંપ આવે છે. અર્થાત્ દર સાત મિનિટે એક ભૂકંપ. જેમાં 0.5થી લઈને 4-5 સ્કેલ સુધીના ભૂકંપ પણ હોય. પણ આશ્ચર્યની વાત એ છે કે ધરતીની આવી ધ્રુજારીઓ વચ્ચે પણ આ વૃક્ષો 2500 વર્ષથી આજે પણ અડીખમ ઊભા છે. વધુ એક આશ્ચર્ય એ છે કે આ વૃક્ષના મૂળની ઊંડાઈ કેવળ 3.5 ફિટ જ છે. છતાં વર્ષોથી કાંઈ નથી થયું તેનું કારણ છે સંપ. હા, તેના મૂળ ઊંડા નથી પરંતુ એકમેકની સાથે જોડાયેલા અને ગુંથાયેલા જરૂર છે. એટલે જ આ વૃક્ષો વર્ષોથી ઉતુંગ શિખરોની જેમ પ્રકૃતિની શોભા વધારી રહ્યા છે.

    પાંચ સંકલ્પ દ્વારા નૂતન વર્ષન

    આર્ય સંસ્કૃતિ પ્રમાણે નૂતન વર્ષનો શુભારંભ કારતક સુદ એકમથી થાય છે, પણ સાંપ્રત સમયે બહુજનવર્ગ ફર્સ્ટ જાન્યુઆરીથી નૂતન વર્ષના આગમનની ઉજવણી - ન્યૂ યર સેલિબ્રેશન કરતાં હોય છે. કોઈ પણ આલંબને શુભની પ્રાપ્તિ થતી હોય તો તે કરી જ લેવી જોઈએ. આ ઉદ્દેશને દૃષ્ટિ સમક્ષ રાખીને સંકલ્પનાં પાંચ પુષ્પોની પચરંગી પુષ્પમાળા દ્વારા નૂતન વર્ષનું સૌએ સ્વાગત કરવું જોઈએ. ગત વર્ષમાં શું થયું તેને હવે ભૂલી જઈએ, પણ આગામી વર્ષને શ્રેષ્ઠ કે શ્રેષ્ઠતમ કેવી રીતે બનાવી શકાય?

    કિરણ કનોજિયાઃ ભારતની પહેલી મહ

    જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો સામનો કરીને જે આગળ વધે છે એ જ ભવિષ્યમાં સફળતાના શિખરને સર કરી શકે છે. સમય-સંજોગો સામે બાથ ભીડનારા આવા વીરલા જૂજ હોય છે અને આમાં કિરણ કનોજિયાનો સમાવેશ થાય છે.