‘કોઈ કોઈને હેપ્પી ન્યુ યર ના કહે તો એમનું વર્ષ સારું ના જાય?’ એક ભાઈએ આવી જીજ્ઞાસા પ્રગટ કરી. વાસ્તવમાં પરસ્પર શુભકામના પાઠવવામાં જે ભાવ ભળેલો છે એ ભાવ શુભત્વનો છે, સામેની વ્યક્તિ ખુશ રહે, રાજી રહે, એમના કામો પૂરાં થાય એ માટે શુભકામના છે. આપણે જ્યારે પરસ્પર શુભકામના પાઠવીએ, પરસ્પર ભેટીએ, માથે હાથ ફેરવીએ ત્યારે સરવાળે તો શુભકામનાની જ લાગણી સ્થળાંતરિત થતી હોય છે.
વિવિધા
Block: Site: Subtree Block
ઊઠો, મારા સિંહો, એ ભ્રમ દૂર કરો કે તમે નિર્બળ છોઃ ભારતીય દર્શનમાં અખંડ આસ્થા ધરાવતા સ્વામી વિવેકાનંદ
એક યુવાન વારાણસીમાં હતો, એ સમયના એમના નિવાસ દરમિયાન એક વાર દુર્ગાદેવીના મંદિરેથી તે પરત ફરી રહ્યો હતો. અચાનક ક્યાંકથી વાંદરા આવી ચડ્યા, એની પાછળ દોડ્યા. આગળ યુવાન ને પાછળ વાંદરાનું ટોળું. યુવાન ભાગી રહ્યો હતો. એક સંન્યાસીએ આ દૃશ્ય જોયું. પહાડી અવાજે એ વૃદ્ધ સંન્યાસીએ પેલા યુવાનને કહ્યું, ‘થોભી જા, પશુઓનો સામનો કર...’ આ શબ્દો સાંભળ્યા અને પેલા યુવાનને જાણે દિશા મળી, એને બળ મળ્યું.
મકરસંક્રાંતિ મૂળ આર્યધર્મ અને આર્ય સંસ્કૃતિનો ઉત્સવ છે. સૂર્યને ઇશ્વર ગણતાં આર્યોનાં આગમનનો ઉત્સવ છે. વેદો, પુરાણો અને ઉપનિષદોમાં સૂર્યદેવને સાક્ષાત્ પર બ્રહ્મના રૂપમાં પ્રતિષ્ઠિત કરેલ છે. સૂર્ય એ દરિદ્રતાનો નાશ કરનાર, પાપરોગ અને દુઃખ હરનાર છે.
નોર્થ-વેસ્ટ ઇંગ્લેન્ડના મર્સીસાઇડ મેટ્રોપોલીટન કાઉન્ટીનું શહેર લિવરપુલ, જેણે જગવિખ્યાત પોપસ્ટાર્સ જ્હોન લેનન, પોલ મકાર્ટની, રીંગો સ્ટાર્ર અને સંખ્યાબંધ સિનેકલાકારોની ભેટ અાપી છે એ મ્યુઝીક સિટીની મુલાકાતે ગત શુક્ર અને શનિવારે જવાનું થયું હતું. અહીં ભારતીય સંગીતસાધનાની ધૂણી ધખાવીને પશ્ચિમના પરિસરમાં પૂર્વના સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરી રહેલા "મિલાપફેસ્ટ"ના સરસ્વતી સાધકોને જાણવાનો, માણવાનો મોકો મળ્યો. લગભગ ૩૦ વર્ષ (૧૯૮૫)થી કાર્યરત "મિલાપફેસ્ટ" દ્વારા ૫૦૦થી વધુ યુવાન અને બાળકલાકારોને ભારતીય નૃત્યકલા અને સંગીત શિક્ષણનું જ્ઞાન અાપી તૈયાર કરાયા છે.
નેતાજી અને આઝાદ હિન્દ ફોજ એટલે જાણે એક સિક્કાની બે બાજુ. નેતાજીએ દેશના સ્વાતંત્ર્ય કાજે કરેલા સંઘર્ષની વાત આઝાદ હિન્દ ફોજના ઉલ્લેખ વગર અધૂરી છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. નેતાજીના જીવનનું અભિન્ન અંગ બની રહેલી આઝાદ હિન્દ ફોજ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસનું એક અવિસ્મરણીય પ્રકરણ ગણાય છે. નેતાજી સુભાષચંદ્ર બોઝે 22 ઓક્ટોબર 1943ના રોજ આઝાદ હિંદ ફોજની સ્વતંત્ર સરકાર રચી હતી. આ ‘આઝાદ હિંદ ફોજ સરકાર’ કેવી હતી? નેતાજીની 126મી જન્મજયંતી પ્રસંગે આઝાદ હિન્દ ફોજ સરકારના ઇતિહાસમાં ડોકિયું.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતાજી સુભાષચંદ્ર બોજનું અતુલનીય પ્રદાન છે. બીજા વિશ્વયુદ્ધ વેળા તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજના નેજામાં અંગ્રેજો સામે જંગ છેડ્યો હતો. તેમણે આપેલો 'જય હિન્દ'નો નારો ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું છે. નેતાજીની 126મી જન્મજયંતી પ્રસંગે તેમની જીવનઝાંખી.
ડેનહામ-અક્સબ્રીજ ખાતે વૃંદાવન સમી હરિયાળી ધરતી પર પૂ.ભાઇશ્રીને મુખેથી વહેતી ભાગવત કથા રૂપી પાવન ગંગામાં ડૂબકી મારવા લંડન સહિત યુ.કે.માંથી હજારો હરિભક્તો લંડન અાવી રહ્યા છે એની તમામ વ્યવસ્થા અનુપમ મિશન દ્વારા ખૂબ અાયોજનપૂર્વક થઇ રહી છે. અષાઢ વદ છઠ્ઠ, બુધવાર ૫, અોગષ્ટના રોજ બપોરે ૨.૦૦ વાગ્યે પૂ.ભાઇશ્રી, પૂ. સાહેબ અને સંતગણ (અાણદાબાવા અાશ્રમના પૂ. દેવીપ્રસાદજી મહારાજ, પુષ્ટીમાર્ગીય વૈષ્ણવાચાર્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી, શિવાનંદ અાશ્રમના પૂ. અાધ્યાત્માનંદજી સ્વામી)ની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે શ્રીમદ ભાગવત પોથીયાત્રા નીકળશે. શક્ય બનશે તો યોગગુરૂ શ્રી બાબા રામદેવ પણ ભાગવતકથા દરમિયાન પધારશે. ભાગવત સપ્તાહ તેમજ મંદિર મહોત્સવ (તા.૫ અોગષ્ટથી ૧૭ અોગષ્ટ દરમિયાન) રોજ સાંજે ૬.૦૦થી ૮.૦૦ હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં અાવી છે.
‘અમે નાના હતા ને ત્યારે અમારા ઘરમાં અમારા વડીલો અમને કહેતા કે બેટા, એક વાતનું જીવનમાં ધ્યાન રાખજો કે અજાણ્યા હોય કે જાણીતા, ક્યારેય એમને જમાડવામાં જીવ ટૂંકો ના કરતા...’ સવિતાબહેને વાતવાતમાં કહ્યું. આ વાત કહેવા ઉપરાંત પછીથી એમણે એમના બાળકોને પણ એક વાત સમજાવી છે તે વાક્ય પણ કહ્યું, પરંતુ એ વાક્ય લખું એ પહેલાં મારે વાત કરવી છે આ ઘટનાના ઉદ્ભવસ્થાનની.
થલસેના, નૌકાસૈન્ય તથા હવાઇદળના 200 માણસોની બનેલી ટુકડી ચાર મજબૂત દોરડા વડે ગાંધીજીના મૃતદેહને બંધ એન્જીનવાળી ગાડીમાં ખેંચવા લાગી હતી. આખરે પાર્થિવદેહને શબગાડી પરથી નીચે ઉતારીને 31 જાન્યુઆરીએ સાંજે 4.30 વાગે ચિતા પર મુકવામાં આવ્યો. અગ્નિદાહ માટે 15 મણ સુખડ, 4 મણ ઘી, 2 મણ સુગંધી પદાર્થો, એક મણ નાળિયેર અને 15 શેર કપૂર લાવવામાં આવ્યા હતા.
આપણા દેશનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ ચૂંટાયેલી બંધારણસભા દ્વારા અપનાવાયું પણ તેનો અમલ 26 જાન્યુઆરી 1950ના દિવસથી થયો, જેને વિશ્વનિવાસી ભારતીયો પ્રજાસત્તાકદિન તરીકે ઊજવે છે. 2 વર્ષ, 11 મહિના ને 17 દિવસની અત્યંત ગહન અને અભ્યાસપૂર્ણ કાર્યવાહી દ્વારા બંધારણનું ઘડતર થયું. બંધારણ સભાના 11 અધિવેશન થયાં ને 185 દિવસ બેઠકો યોજાઈ. બંધારણસભાની કાર્યવાહીના હજારો પાનાના 12 ગ્રંથ છે. બંધારણીય મુસદ્દા સમિતિએ રજૂ કરેલા મુસદ્દામાં 7835 સુધારા રજૂ થયા હતા. જેમાંથી 2423 સુધારા પર ચર્ચા થઈ હતી. જેમાં અનેક સુધારા પર મતદાન પણ થયું હતું.
