વિવિધા

No

Block: Site: Subtree Block

    પ્રથમ પ્રજાસત્તાક અને ગુજરાત

    સન 1950ની 26મી જાન્યુઆરીએ 1935ના ગવર્ન્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટના સ્થાને નવું બંધારણ અમલી બન્યું. આઝાદી બાદ બંધારણની રચના તથા પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે ગુજરાત અને ગુજરાતીઓનાં યાદગાર સંસ્મરણો સંકળાયેલા છે. દેશને બ્રિટિશરોની ધૂંસરીમાંથી મુક્ત કરવા માટેના આંદોલનમાં અગ્રેસર રહેનાર બાપુ પણ ગુજરાતી હતા તો આઝાદી બાદ દેશના ઘડતર, ચણતરના ભગીરથ કાર્યમાં અથાક પુરુષાર્થ કરનાર સરદાર પટેલ, ક.મા. મુનશી અને રાષ્ટ્રહિતમાં રાજવી સત્તાનો ત્યાગ કરીને દાખલો બેસાડનાર કૃષ્ણકુમારસિંહ પણ ગુજરાતી જ હતા.

    પ્રકૃત્તિની અપરંપાર વિવિધતાથ...

    આ ધરતીમાં એવું શું છે જે તમને વારંવાર ત્યાં જવા આકર્ષે છે..? આ ધરતીમાં કેટકેટલી સંસ્કૃતિના લોકો આવ્યા, રહ્યા ને ગયા પરંતુ અહીંની પોતાની સંસ્કૃતિ આજે પણ ધબકે છે... આ ધરતીમાં અનેકવાર પ્રાકૃતિક ઉથલ-પાથલ થઈ છતાં અહીંના લોકનું ખમીર અને ખુમારી ટક્યા ને ફરી બેઠાં થયાં... જગતની સૌથી પ્રાચીન સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિ (હડપ્પીય) સંસ્કૃતિની વિશિષ્ટ વસાહત આ ધરતીમાં રહેતી હતી.

    પ્રેમ તો એની ચરમસીમાએ મૌનમાં જ...

    પ્રેમ... અઢી અક્ષરનો આ શબ્દ... એના વિશે માનવ સભ્યતાનો શબ્દ સાથે સંબંધ જોડાયો ત્યારથી આ પળે હું લખી રહ્યો છું ત્યાં સુધી અપરંપાર લખાયું - બોલાયું - વંચાયું - ગવાયું, પરંતુ એક અનુભૂતિ એ પણ રહી કે આ બધામાં પ્રેમની અભિવ્યક્તિ થયા પછી પણ થાય કે પ્રેમ તો એની ચરમસીમાએ મૌનમાં જ અભિવ્યક્ત થાય છે.

    મહાશિવરાત્રી: શિવજીએ વિષપાન ક

    મહાશિવરાત્રી ભગવાન શંકરના પૂજનનું આ સૌથી મોટું પર્વ છે. એવું માનવામાં આવે છે કે મહા વદ ચૌદશ (આ વર્ષે 18 ફેબ્રુઆરી) એટલે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરનું રુદ્ર રૂપમાં અવતરણ થયું હતું. આ સિવાય પણ કેટલીયે કથાઓ મહાશિવરાત્રીના મહાપર્વ સાથે જોડાયેલી છે. કથા કોઈ પણ હોય, પરંતુ શિવજીને પ્રસન્ન કરવાનો શ્રાવણ માસ બાદ આ બીજો શ્રેષ્ઠ અવસર છે તે વાતનો ભાગ્યે જ કોઇ શિવભક્ત ઇન્કાર કરશે.

    આજકાલ લગ્નની મૌસમ ભરપૂર ચાલી રહી છે. દરેક ઘરમાં બે-ચાર લગ્નકંકોત્રી તો આવી જ હોય. લગ્નમાં જવાનું એટલે અનેકવિધિ અને કાર્યક્રમોમાં જવાનું. જેવી જેની સગવડ અને રૂચિ, તદઅનુસાર લગ્નના કાર્યક્રમો યોજાતા રહે. છેલ્લા એક–બે દાયકાથી તો હવે આખોયે લગ્ન ઉત્સવ એક ઈવેન્ટ મેનેજમેન્ટ જ બની ગયો છે. ડેસ્ટિનેશન વેડીંગનું મહત્ત્વ વધ્યું છે. લગ્ન માટે નક્કી કરાયેલા હસ્તમેળાપના સમયને પાળવાની તકેદારી બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. એવું જ રિસેપ્શનનું છે, કેટલીયે વાર વર–વધુ જ નિયત સમયે આવ્યા ન હોય કારણ કે બ્યુટી પાર્લરમાં વધુ સમય જાય, કોઈ વળી ટ્રાફીકમાં ફસાય...

    પ્રવાસનનો પ્રેમ આપણને જીવાડે

    ‘અમે અહીં આવ્યા છીએ, પરત જઈશું તો પરિવાર માટે ગીફ્ટમાં શું લઈ જઈએ?’ સહજભાવે વાતચીતમાં એક મહિલાને પુછ્યું તો જવાબ મળ્યો કે, ‘યહાં કા કોસા સિલ્ક બહોત ફેવરિટ હૈ, વહી લે જાઈયે...’ છત્તીસગઢ રાજ્યના રાયપુરમાં છું દસ દિવસ માટે. શ્રી ઋષભદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત અંજનશલાકા મહોત્સવમાં ગાયક – સ્વરકાર અને પારિવારિક સ્વજન આશિષ મહેતા સાથે કલાકાર તરીકેની પ્રસ્તુતિનો આનંદ લઈ રહ્યો છું. સવાર–સાંજ કંઈને કંઈ વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોનું આયોજન છે. આશીષ મહેતા ઉપરાંત અભિજીત ઘોષાલ, સાધો બેન્ડ, કબીર કેફે, સિમ્ફની જેવા કલાકારો સાથે સ્ટેજ શેર કરવાનો અને એ નિમિત્તે તૈયારી કરવાનો - લેસન કરવાનો આનંદ લઈ રહ્યો છું.

    વાત મારી જેને સમજાતી નથી;
    એ ગમે તે હોય ગુજરાતી નથી..!
    ખલીલ ધનતેજવીના આ શબ્દો ખરેખર સચોટ છે. માતૃભાષા એટલે મા પાસેથી બાળકને મળેલી સૌથી પહેલી બોલી કે ભાષા. અને એટલે મને મારી મા પાસેથી મળેલ પ્રથમ ભાષા એવી મીઠી ગુજરાતી બોલી ખૂબ જ પ્રિય. ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ખૂબ સમૃદ્ધ છે. ગુજરાતી માત્ર ભાષા જ નહીં, પણ તે એક ગુણ અને સૌમ્યતાના સમન્વય સાથેની સંસ્કૃતિ છે.

    માતૃભાષા એટલે મા પાસેથી બાળકન

    વાત મારી જેને સમજાતી નથી; એ ગમે તે હોય ગુજરાતી નથી..! ખલીલ ધનતેજવીના આ શબ્દો ખરેખર સચોટ છે. માતૃભાષા એટલે મા પાસેથી બાળકને મળેલી સૌથી પહેલી બોલી કે ભાષા. અને એટલે મને મારી મા પાસેથી મળેલ પ્રથમ ભાષા એવી મીઠી ગુજરાતી બોલી ખૂબ જ પ્રિય. ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ખૂબ સમૃદ્ધ છે. 

    ચૈત્રી નવરાત્રિઃ નવ દેવીની આરાધનાનો પાવન અવસર

    ચૈત્રી નવરાત્રિ (આ વર્ષે 22 - 30 માર્ચ) પર્વે જગતજનની મા ભગવતીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે છે તેઓ કોઈને કોઈ રીતે દેવીની ઉપાસના કરે છે, ભલે પછી તેનું સ્વરૂપ અલગ-અલગ હોય. જેમ કે, વ્રત રાખે, મંત્ર-જાપ કરે, અનુષ્ઠાન કરે અથવા પોતાની શ્રદ્ધા-ભક્તિ અનુસાર કર્મ કરતા રહે. આસો અને ચૈત્રી એમ બન્ને નવરાત્રિની લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આસો માસની નવરાત્રિમાં ઘટસ્થાપન કરવામાં આવે છે અને ગરબા પણ રમવામાં આવે છે, જ્યારે ચૈત્રી નવરાત્રિમાં ઘટસ્થાપન કરીને નવ દિવસ સુધી દેવીની ઉપાસના કરવામાં આવે છે.