વિવિધા

No

Block: Site: Subtree Block

    મનને કેળવીએ તો પ્રગટ થાય સાચી

    મન... બે અક્ષરનો જ એક શબ્દ, પરંતુ એનો વ્યાપ અગાધ અને એની શક્તિ અમાપ. આ મન જો ધારે તો એક વિચારમાત્રથી સર્જન પણ કરે અને વિસર્જન પણ કરે. કથા સત્સંગમાં એક ઉદાહરણ અનેકવાર સાંભળ્યું છે કે એક માણસે બીજા માણસને કહ્યું કે ‘મને બ્રિટન જવાનો વિચાર આવે છે, કેટલો ખર્ચો થાય?’ જવાબ મળ્યો કે વિચાર કરવામાં ક્યાં કશો ખર્ચ થવાનો છે?

    જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.....

    માતાનો પ્રેમ, ત્યાગ અને તપસ્યા સામે આપણે ગમે તે કરીએ તે ઓછું જ છે. આપણને આ સુંદર દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર તે માતા પ્રત્યે સન્માન અને પ્રેમ વ્યક્ત કરવા આમ તો કોઈ વિશેષ દિવસની જરૂર નથી હોતી, પરંતુ મધર્સ ડેના દિવસે આપણી લાગણીઓ રજૂ કરવાનું એક બહાનું ચોક્કસ મળી જાય છે.

    નવ દેવીની આરાધનાનો પાવન અવસર...

    ચૈત્રી નવરાત્રિમાં જગતજનની મા ભગવતીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે છે તેઓ કોઈને કોઈ રીતે દેવીની ઉપાસના કરે છે, ભલે પછી તેનું સ્વરૂપ અલગ-અલગ હોય. જેમ કે, વ્રત રાખે, મંત્ર-જાપ કરે, અનુષ્ઠાન કરે અથવા પોતાની શ્રદ્ધા-ભક્તિ અનુસાર કર્મ કરતા રહે. આસો અને ચૈત્રી એમ બન્ને નવરાત્રિની લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.આસો માસની નવરાત્રિમાં ઘટસ્થાપન કરવામાં આવે છે અને ગરબા પણ રમવામાં આવે છે, જ્યારે ચૈત્રી નવરાત્રિમાં ઘટસ્થાપન કરીને નવ દિવસ સુધી દેવીની ઉપાસના કરવામાં આવે છે.

    પુરુષોત્તમ ઉપાધ્યાય એટલે મેઘ

    ‘પપ્પાએ જે સંગીત સાધના દાયકાઓ સુધી કરી એને આવી રીતે, આટલા મોટા સ્ટેજ પરથી બિરદાવવામાં આવે અને એના અમે સાક્ષી બનીએ, એ આનંદની અનુભૂતિ શબ્દોમાં વ્યક્ત થાય એમ જ નથી!’ પુરુષોત્તમ ઉપાધ્યાયની બંને દીકરીઓ, વિરાજ અને બીજલે મને સહજ આનંદ અને ગૌરવ સાથે કહ્યું.

    ‘આ મેળામાં મ્હાલવાનો આનંદ કંઈક નોખો જ છે...’  ‘આ વિસ્તારમાં પ્રાકૃતિક અને ધાર્મિક સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ સચવાઈ છે.’ ‘આ મેળો એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનો વિવાહ ઉત્સવ...’ આવા આવા અનુભવના વાક્યો દર્શકોના હૈયેથી પ્રગટતા હતા માધવપુર ઘેડના 2023ના મેળામાં. મને પણ હમણાં બીજી વાર આ મેળામાં જવાનો અવસર મળ્યો. ઉત્તર–પૂર્વના રાજ્યોના મહાનુભાવો - મુખ્યમંત્રીઓ અને કલાકારો આવ્યા તો ગુજરાતના મુખ્યમંત્રી અને મહાનુભાવો પણ આવ્યા. રોજ રાત્રે લોકડાયરાના કાર્યક્રમોની રમઝટ જામી.

    પ્રથમ સ્ત્રીશાસક : સાતવાહન રાણી નાગનિકા

    એ ભારતીય ઇતિહાસની પ્રથમ સ્ત્રીશાસક હતી, સિક્કાઓ પર અંકિત થયેલી પહેલી સ્ત્રી પણ એ જ  અને  અભિલેખના સ્વરૂપમાં ઇતિહાસનું આલેખન કરનાર પ્રથમ ભારતીય નારી પણ એ જ હતી.... 

    હું સાવરકર છું, ગાંધી નથી !

    આજકાલ ભારતીય રાજકારણ ક્રિયા-પ્રતિક્રિયાનું મોટું મેદાન બની ગયું છે. કોઈ એક ઘટના બની કે કોઈએ કશું વિધાન કર્યું કે મિનિટોમાં ટ્વીટ મહારાજના બોર્ડ પર કીડા મકોડા સળવળતા દેખાશે. એ તો ઠીક છે કે વિચારોનો અભિપ્રાય એ લોકશાહીની વિશેષતા છે. એટ્લે રોજબરોજ અમારે ત્યાં ટીવી ચેનલો પર એકાદ “સમીક્ષક” અને બીજા રાજકીય પક્ષોના નેતાઓ શબ્દોનો નાયગ્રા વહેતો કરે, બિચારો દર્શક તો ઠીક, ક્યારેક એન્કર પણ હેબતાઈ જાય કે આ મહાશય કે મહાશયા શું બોલે છે તેનું તેને ભાન હશે? હવે તો સામસામી તું-તાં પણ થાય છે અને સુધરેલું ગાલિપ્રદાન. અભિપ્રાય ઓછો, આરોપો અધિક.

    હિંમત - સાહસ - શ્રદ્ધા સાથે કામ

    રિન્કુ સિંઘ... ક્રિકેટપ્રેમીઓ માટે પણ આ નામ તારીખ 9 એપ્રિલ રવિવારની રાત્રી સુધી અજાણ્યું હતું, અને રાતોરાત આ યુવાન હીરો થઈ ગયો. અમદાવાદમાં આઈપીએલની મેચ રમાઈ જે વાસ્તવમાં રોલરકોસ્ટર જેવી બની રહી. એ મેચમાં કુલ મળીને 411 રન નોંધાયા જે પૈકી 264 રન તો બાઉન્ડ્રી વટાવીને જ આવ્યા. ગુજરાત ટાઈટન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી એ મેચ મેદાનમાં કે ટીવી પર નિહાળનાર સાચ્ચે જ દિલધડક મેચના સાક્ષી બન્યા. આ મેચમાં બધાએ શ્રેષ્ઠ પ્રદાન કર્યું પણ હીરો સાબિત થયો રિન્કુ સિંઘ.

    મહાપ્રભુ વલ્લભાચાર્યજીઃ ઠાકો...

    પ્રત્યેક વર્ષે ચૈત્ર વદ એકાદશી (આ વર્ષે 16 એપ્રિલ)એ વિશ્વભરમાં પુષ્ટિમાર્ગના આચાર્ય શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીનો પ્રાક્ટય મહોત્સવ ઊજવાય છે. વિશ્વને વૈષ્ણવના અને વૈષ્ણવને તેમના ધર્મના દર્શન કરાવનાર શ્રી મહાપ્રભુજી હતા. વૈષ્ણવતા શું છે? સાચો વૈષ્ણવ કેવો હોવો જોઈએ? આવા ગુણધર્મોનું માર્ગદર્શન શ્રી મહાપ્રભુજીએ ‘પુષ્ટિમાર્ગ’માં સમજાવ્યું છે.

    અવનવા સમાચાર

    મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે જ્યારે સજીવ પ્રાણી માટી સાથે ભળી જાય છે. અત્યારે માનવજાતમાં અંતિમ સમયે ભારતીય સંસ્કૃતિ અનુસાર મૃતદેહને અગ્નિદાહ અપાય છે જ્યારે ઈસ્લામ અને ક્રિશ્ચિયન સહિતની ઘણી આસ્થાઓમાં દફનવિધિ કરાય છે. વિશ્વમાં અગ્નિદાહને વધુ પસંદ કરવામાં આવે છે કારણકે તેમાં જમીન ઓછી રોકાય છે અને રોગના જંતુઓ પણ માટીમાં ભળતાં નથી. હવે અમેરિકામાં અગ્નિદાહ કે દફનવિધિના બદલે સમગ્ર રસાયણોથી મુક્ત શરીરને ખેતરમાં અથવા ગીચ જંગલ જેવાં સ્થળોએ કુદરતી દફન કરી દેવાનું નવા રિસાઈકલિંગ વિકલ્પનું વલણ વધી રહ્યું છે. આ નેચરલ બરીઅલની વિધિમાં શરીરની આસપાસ ઘાસ, લાકડા જેવી વસ્તુઓ રાખીને ઊંડે દફન કરી દેવાયા પછી શરીરનું સંપૂર્ણ વિઘટન થવા સાથે તે માટીમાં ભળી જાય છે. તેનો ઉપયોગ ખાતર સ્વરૂપે થઈ શકે છે. ભારતમાં પણ જૂના જમાનામાં કૂતરા, બિલાડા કે ગાય અને બળદ જેવા પ્રાણીઓને ખેતરોમાં દાટી દેવાની પ્રથા હતી. આજે પણ ઘણા સ્થળે આ પ્રથા જોવા મળે છે.