મારો જન્મ 1933માં લિન્ડીમાં થયો છે, અને આ સત્યઘટના 1955ની છે. મતલબ કે આ ઘટનાપ્રસંગનો સાક્ષી બન્યો ત્યારે મારી વય 22 વર્ષની હતી. કેન્યા ઓવરસીઝ કંપનીના સ્વ. અમૃતલાલ સાથે અમે તેમની વાનમાં ત્યારના ટાંગાનિકાના લિન્ડી ગામમાં દવાઓ વેંચતા હતા.
વિવિધા
Block: Site: Subtree Block
આપણામાંથી થોડાક પચાસના થયા હશે અને થોડા પંચાવન કે ઉપરના પણ. આ ઉંમર જીવનના સોનેરી વળાંકની છે. તેને સરસ રીતે અને અર્થપૂર્ણ રીતે માણવા માટે આટલું અવશ્ય યાદ રાખો...
You are my sunshine... આવું એક વાક્ય હમણાં એક નાનકડી દીકરીએ પહેરેલા ટી-શર્ટમાં વાંચ્યું. આનંદ થયો. સ્વાભાવિક છે કે એ દીકરી અનન્યાના માતા-પિતા અને દાદી કે નાની-નાના ને પરનાની સહુ કોઈ માટે અનન્યા સનસાઇન - સૂર્યનો ઊજાસ હોઈ શકે.
અક્ષય તૃતીયાનું પર્વ (આ વર્ષે 22 એપ્રિલ) તપનો મહિમા અને દાનનો પ્રવાહ વહેવડાવતું પર્વ છે. દાન સાથે તપની આરાધના કરવાવાળા અક્ષય પદ પ્રાપ્ત કરી શકશે એવો સંદેશ આ પર્વમાં છે.
શાસ્ત્રો કહે છે કે મનુષ્યનો અવતાર સર્વશ્રેષ્ઠ છે પરંતુ, સુપરમોડેલ પાલતું બિલાડી ચાઉપેટ -Choupette નાં વિશે જાણીએ તો શાસ્ત્રો પરથી વિશ્વાસ ઉઠી જાય. અન્ય સામાન્ય બિલાડીઓ સારી રીતે ઉંઘ્યાં કરતી હોય ત્યારે જર્મન ફેશન ડિઝાઈનર કાર્લ લેગરફિલ્ડની આ 11 વર્ષની પાલતું બિલાડી હંમેશાં મોટા રસાલા સાથે વિમાનમાં ઉડાઉડ કરતી રહે છે. તે નવીનતમ ચાઉપેટ ચેરિટી ફંડનું વડપણ સંભાળે છે, વોગ મેગેઝિનના કવર પેજ પર નાઓમી કેમ્પબેલના હાથમાં લપાઈને સ્થાન શોભાવે છે અને ન્યૂ યોર્કમાં આયોજિત મેટ ગાલા (મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટસ કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટ) 2023માં ખાસ મહેમાન તરીકે આમંત્રણ પણ મેળવે છે. ચાઉપેટનું સમયપત્રક ભારે વ્યસ્ત રહે છે.
યુકે હોય કે ભારત, સરકારી કામકાજ રગશિયા ગાડાની જેમ ચાલતું રહે તેમાં કોઈ નવાઈ નથી. લંડનના હેમરસ્મિથ બ્રીજના સમારકામની પણ આવી જ વ્યથાકથા છે. લંડન કાઉન્સિલે કબૂલાત કરી છે કે પશ્ચિમ લંડન અને દક્ષિણ લંડનને સાંકળતા 136 વર્ષ જૂના અને ગ્રેડ -ટુમાં આવતા હેમરસ્મિથ બ્રીજના સમારકામ પાછળ 200 મિલિયનનો ખર્ચ થશે અને તે પૂર્ણ થવામાં ઓછામાં ઓછો એક દસકો લાગી જશે. એપ્રિલ 2019માં ટ્રાફિક માટે બંધ કરાયેલા આ બ્રીજના સસ્પેન્શન માળખામાં કાટ લાગ્યો છે અને નુકસાન પણ જોવાં મળ્યા પછી ઈજનેરોએ બ્રીજ તૂટી પડશે તેવી ચેતવણી પણ આપી હતી. રિપોર્ટ્સ એવાં છે કે હજુ તો 2025માં કઈ કંપનીને બાંધકામ કે રિપેરિંગનો કોન્ટ્રાક્ટ આપવો તેનો નિર્ણય લેવાશે અને હંગામી માળખું 2027માં શરૂ કરી શકાવાની શક્યતા છે. કાઉન્સિલના સૂત્રો અનુસાર 2028-29ના અંતે સમારકામ પૂર્ણ– થઈ શકે છે અને કદાચ લંબાઈ પણ શકે છે. સમારકામના ખર્ચાની વહેંચણીનો પણ વિવાદ થઈ શકે છે. તત્કાલીન ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે 2021માં કહ્યું હતું કે 163થી 200 મિલિયન પાઉન્ડ વચ્ચેનો ખર્ચ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, ટ્રાન્સપોર્ટ ફોર લંડન અને લંડન કાઉન્સિલ વચ્ચે વહેંચી લેવાશે.
ગુલબદન બેગમનું નામ સાંભળ્યું છે ? પ્રથમ મુઘલ બાદશાહ બાબરની પુત્રી, હુમાયુની ઓરમાન બહેન અને શહેનશાહ અકબરની ફોઈ હોવા ઉપરાંત એની પોતાની આગવી ઓળખ પણ હતી. એ પ્રથમ સ્ત્રી ઇતિહાસકાર હતી!
બાપા બોલતાં ઓછું, પણ જોતાં ઘણું. આંખોના ઈશારાથી ખૂબ નચાવતા, એમને જોતાં જ શરીરમાં ધ્રુજારી આવતી. આડું-અવળું કહેવાઇ જાય તો હાથ લહેરાય. ધાક–ધમકીમાં બાળપણનો ઉછેર અમારો, પણ ભક્તિના ભાથાનો અખૂટ ભંડાર અમારો. સ્કૂલેથી આવતાવેંત સીધો પાણીના ગ્લાસની એમની તરસમાં વ્હાલનો દરિયો રહેતો. એ ગ્લાસની કિંમત એમના સ્વર્ગસ્થ થયા પછી સમજાઇ. હોળીના તહેવારના બીજા દિવસની સવારે, હોળીમાતાને ટાઢા પાડવા મળસ્કે ઊઠાડતા મારા બાપુ. દર અઠવાડિયે શનિવારની સવારે તો જાણે બ્રહ્માંડ ગાજી ઊઠે. આખું કુટુંબ ભેગા બેસીને હનુમાન ચાલીસા ગુણ ગાતાં. મારા બાપાનાં હાવભાવમાં ગાજી ઊઠતું અમારું મંદિરીયું.
આપણામાંથી થોડાક પચાસના થયા હશે અને થોડા પંચાવન કે ઉપરના પણ. આ ઉંમર જીવનના સોનેરી વળાંકની છે. તેને સરસ રીતે અને અર્થપૂર્ણ રીતે માણવા માટે આટલું અવશ્ય યાદ રાખો..
ઇતિહાસમાં શું શીખવાડવું જોઈએ તેની ચર્ચા આજકાલ ચાલે છે. કેટલાકની ચીલાચાલુ દલીલ એવી છે કે ઇતિહાસ એટ્લે ઇતિહાસ. તેનું બધુ ભણાવવું જોઈએ. બીજી દલીલ એ પીએન છે કે દરેક દેશ અને સમાજનો પોતાનો ઇતિહાસ હોય છે. તેની ખૂબી, ખામી, ગૌરવ અને સ્વાભિમાનનું તેમાં મહત્વ રહે છે, નવી પેઢીને જો તે શીખવાડવામાં આવે તો તેની દેશ, સમાજ અને વ્યક્તિ વિષેની અસ્મિતા મજબૂત બને.
