પહેલી મે એટલે માત્ર ગુજરાત રાજ્યનો જ નહીં, પરંતુ ભારતની આર્થિક ગતિવિધિનું કેન્દ્રસ્થાન મનાતા મહારાષ્ટ્ર રાજ્યનો પણ સ્થાપના દિન છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યો આજે પ્રગતિના પંથે હરણફાળ ભરી રહ્યા છે એ તો આપણે સહુ જાણીએ છીએ, પરંતુ આ બન્ને રાજ્યોને જોડતી સૌથી મોટી કડી કઈ? અથવા એમ કહો કે મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ કરતી સૌથી મોટી બાબત કઈ? સવાલ ભલે એકમેકના વિરોધી હોય, પરંતુ બન્નેનો જવાબ એક જ છેઃ મુંબઈ.
વિવિધા
Block: Site: Subtree Block
અમેરિકામાં 2024ની પ્રમુખપદની ચૂંટણીમાં નોમિનેશન મેળવવાના આશાવાદીઓ દેશની સૌથી મોટી ગન લોબી નેશનલ રાઈફલ એસોસિયેશનની ઈન્ડિયાનપોલીસમાં ભરાયેલી કોન્ફરન્સમાં સભ્યોનું સમર્થન હાંસલ કરવાના ઈરાદે પહોંચી ગયા હતા જેમાં, પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્લોરિડાના ગવર્નર રોન ડેસાન્ટિસ પણ હતા. આ બંને ઉમેદવારીનું નોમિનેશન મેળવવા એકબીજાના કટ્ટર દુશ્મન બની બેઠા છે. પણ ગન લોબીનું સમર્થન મેળવવામાં બંનેની હાલત ‘આવો ભાઈ હરખા, આપણે બેઉં સરખા’ની છે. જોકે, ટ્રમ્પથી વિપરીત, ડેસાન્ટિસે હજુ ઉમેદવારીની સત્તાવાર જાહેરાત કરી નથી. અમેરિકામાં સામૂહિક શૂટિંગ્સની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ રિપબ્લિકન નેતાઓએ ડેલિગેટ્સને સ્પષ્ટ કહ્યું હતું કે શસ્ત્રો પર નિયંત્રણો મૂકવાથી સામૂહિક શૂટિંગ્સ ઘટી જવાના નથી. ટ્રમ્પે તો કહ્યું હતું કે, ‘તમારી સમક્ષના સૌથી વધુ ગનતરફી અને સેકન્ડ એમેન્ડમેન્ટતરફી પ્રેસિડેન્ટ હોવાનો મને ગર્વ છે. તમારા સપોર્ટથી 2024માં યુનાઈટેડ સ્ટેટ્સના 47મા પ્રેસિડેન્ટ તરીકે તમારો વફાદાર મિત્ર અને નિર્ભય હિમાયતી બની રહીશ.’ બીજી તરફ, રોન ડેસાન્ટિસે વીડિયો મારફત સંબોધન કરી શસ્ત્રો રાખવાના અધિકારને માન્ય રાખતા યુએસ બંધારણના સેકન્ડ એમેન્ડમેન્ટને અન્ય તમામ અધિકારોના પાયાસમાન ગણાવ્યો હતો.
એક રવિવારે સાંજે એક ઘરે થોડા દોસ્તો જમવા ભેગા થાય છે. સહુ પારિવારિક છે એટલે અન્ય મહિલાઓએ કહ્યું કે, ‘લાવો બધા સાથે મળીને વાસણ સાફ કરી અને રસોડામાં ગોઠવી દઈએ.’ પરંતુ યજમાન સ્ત્રીએ પૂર્ણ આતિથ્યભાવથી કહ્યું કે, ‘ના, ના, કામવાળા બહેન આવે જ છે, રહેવા દો.’ ને બીજે દિવસે સવારે કામ માટે આવનાર બહેને ફોન કરી કહ્યું કે ‘આજે મારે બીમારી આવી ગઈ છે, નહિ આવું.’
મેં હમણાં જ HFBના પ્રેસિડેન્ટ તૃપ્તિબહેન પટેલે કેર સ્ટાર્મરને લખેલો પત્ર જોયો છે. તેમણે આ પત્રમાં ગેરેથ થોમસ સાથે તેમની વાતચીત વિશે લખ્યું છે. તેઓ લખે છે,‘ વાતચીતના એક સમયે ગેરેથે જણાવ્યું હતું,‘હું મારા મતવિસ્તારમાં ગુજરાતી કોમ્યુનિટીના નોંધપાત્ર વર્ગનું પ્રતિનિધિત્વ કરવા પૂરતો કમનસીબ છું.’ આ આઘાતજનક સમાચાર છે. લેબર પાર્ટીના શેડો મિનિસ્ટર ફોર ટ્રેડ ગેરેથ થોમસ કેવી રીતે કહી શકે કે તેમણે ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરવું પડે છે તે કમનસીબી છે?’
માણસની જીભ કદી સખણી રહેતી નથી અને લપસી જાય ત્યારે ભારે અનર્થો સર્જે છે. એક પુરુષ સહકર્મચારીએ લંડનની ફર્મ ખાન્સ સોલિસિટર્સમાં કાર્યરત મુસ્લિમ પેરાલીગલ ફોરિદા કૈસરની ખરાબ ટીખળ કરી કે જો તે હેડસ્કાર્ફ પહેરવાનું છોડી દેશે તો પુરુષોને આકર્ષી શકશે. સાચે જ કોઈ સ્ત્રી વિશે આવી ટીપ્પણી કરવી અયોગ્ય કહેવાય અને ડાઈવોર્સી ફોરિદાબહેનને અપમાન અને શરમની લાગણી થવી સ્વાભાવિક હતી.
પુષ્પ જ્યારે સોળે કળાએ ખીલી ઉઠે ત્યારે પતંગિયા અને ભમરાઓને આમંત્રણ આપવા જવું નથી પડતું. પુષ્પની સૌરભમાં જ એવો જાદુ છે કે તે પતંગિયાઓને ખેંચાવા મજબૂર કરી દે છે.
થોડા જ દિવસમાં આપણા ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceને 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. અંક 22 એપ્રિલ 2023ના ‘જીવંત પંથ’માં સી.બી. પટેલે કેવી આર્થિક સમસ્યાનો સામનો કરીને ‘ગુજરાત સમાચાર’ને ટકાવ્યું છે - આગળ ધપાવ્યું છે તેની વાત કરી છે. અનેક પડકારો છતાં ‘ગુજરાત સમાચાર’ હરણફાળ ભરતું આગળ વધતું ગયું. હિંમતે મર્દા તો મદદે ખુદા...
યોગાનુયોગ બે દિવસ અડખેપડખે આવ્યા. ત્રીસમીએ વડાપ્રધાન નરેંદ્ર મોદીની મનકી બાતના 100 અધ્યાય થ્ય. સાચે જ આ એવો નવો પ્રયોગ કહેવો રહ્યો, જેને અધ્યાય જેવુ નામ આપવું જોઈએ.
રાણી આબાક્કા ચૌટાનું નામ સાંભળ્યું છે? આબાક્કા યુરોપિયન સંસ્થાનવાદીઓ સામે લડત ચલાવનારી પ્રથમ સ્ત્રી સ્વતંત્રતા સેનાની હતી. એણે કુનેહ અને કોઠાસૂઝથી પોર્ટુગીઝોને હરાવેલા. પોતાના નિર્ભિક સ્વભાવને કારણે અભયારાણીનું બિરૂદ મળેલું એને!
કવિ - લેખક – વાર્તાકાર – વક્તા એવા પ્રકારના સર્જકોને ઘણી વાર શ્રોતાઓમાંથી એવું પુછવામાં આવતું હોય છે કે તમને આટલા વિષયો - ઘટનાઓ – સંદર્ભો ક્યાંથી મળે છે?
