આજથી ત્રણ વર્ષ પહેલાં હું ક્રૂઝ શિપમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયો હતો. ત્યારે લહેરાતી નાળિયેરીઓ નીચે ક્રિકેટ રમાતું જોઈને એક બાર્બેડિયન (બાર્બાડોસના) ખેલાડી સાથે વાતચીતમાં કહેલું કે વેસ્ટ ઈન્ડિઝમાં કુદરતી વાવાઝોડાં અને તેનો પડકારા તમારા ઘડતરમાં જ છે. આ જ તોફાની રફ્તારથી તમારા ભૂમિપુત્ર સર ગેરી સોબર્સે રનો ઝૂડી નાંખીને મદ્રાસમાં તમારી ટીમને હારમાંથી ઉગારી હતી.
વિવિધા
Block: Site: Subtree Block
આપ સૌ લગ્નમાં ગયાં હશો, અને આપ સૌને જુદા જુદા અનુભવો થયા હશે. મને આવા અનુભવો થાય ને પછી કાગળમાં ચિતરી નાંખવાનું મન થાય.
લગ્નમંડપમાં ઠાઠમાઠ સાથે બધાં શણગાર સજીને જાય. વર–વધૂને ચાંદલો આપવા પરબિડીયું લઈ જાય. આશીર્વાદ આપ્યા ન આપ્યા, ફોટા પડાવ્યા પછી પંચાતોમાં પરોવાઈ જાય, ગોર મહારાજને કોણ સાંભળે? મંડપમાં સૌ એકબીજાને હળવા-મળવાના કામે લાગ્યા હોય ને વાતોના વંટોળા ફૂંકતા જાય.
‘ગુજરાત સમાચાર’ અડધી સદીથી સૌ ગુજરાતીઓ માટે લાગણી અને માગણીની અભિવ્યક્તિનું સાધન બનીને ટક્યું અને સૌનો સાથ અને સ્નેહ પામીને વધ્યું અને જીવ્યું. લંડનથી શરૂ થયેલું એનું શૈશવ હવે આફ્રિકા, યુરોપ, અમેરિકા અને ભારતના ગુજરાતીઓના પ્રેમના પયપાને હવે વટવૃક્ષ બન્યું છે. ગુજરાતીઓના હક્ક અને તક, માગણી અને લાગણી એના માટે ઉરધબકાર જેમ અનિવાર્ય છે. ત્યારે ગુજરાતીઓમાં એકતા વધે, સ્નેહ, સૂઝ અને સંબંધોના તાણાવાણા વધારે દૃઢ બને માટે એ માટે આપના સાથ અને સ્નેહથી કૃતજ્ઞ અમે એ ઋણ અદા કરવા સતત ચિંતન કરતા રહીએ છીએ.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ કોલમમાં આપણે અવારનવાર રોજબરોજના જીવન સાથે સંકળાયેલા ઘટનાક્રમો - પ્રસંગોની વાત કરતા રહીએ છીએ, સફળતાની અને સમસ્યાઓની વાત કરીએ છીએ. સિદ્ધિ-સફળતાનો હરખ થતો હોય છે, અને સમસ્યા-મૂંઝવણનો કંઇક ઉકેલ શોધવાનો પ્રયાસ થતો હોય છે. વાત કે મુદ્દો ભલે કંઇ પણ હોય તેનો ઉદ્દેશ એક જ હોય છે - બહુજન હિતાય, બહુજન સુખાય. આજે પણ ચર્ચાનો વિષય આવો જ છે.
રાજનેતાઓ અને ખાસ કરીને અમેરિકી પ્રમુખો અન્ય દેશોને નીચાજોણું કરાવવામાં કે બફાટમાં કાંઈ બાકી રાખતા નથી અને તેમાં યુકેનો સમાવેશ પણ થઈ જાય છે. ન્યૂ યોર્કમાં ડેમોક્રેટિક પાર્ટીના ઈવેન્ટમાં અમેરિકી પ્રમુખ જો બાઈડેને કહ્યું હતું કે તેમણે બેલફાસ્ટ અને ડબ્લિનની મુલાકાત એટલા માટે લેવી પડી હતી કે બ્રિટિશરો આયર્લેન્ડમાં કશું ઉંધુચત્તુ કરી નાખે નહિ અને નોર્ધર્ન આયર્લેન્ડ તેની પ્રતિબદ્ધતામાં પીછેહઠ કરે નહિ તેની ચોકસાઈ રાખવી હતી. પોતાના આઈરિશ મૂળને ગાઈવગાડીને જાહેર કરવા અમેરિકી પ્રમુખો ડબ્લિનની મુલાકાત લેતા હોય છે તેવું બાઈડેને પણ કર્યું હતું. જોકે, તેમણે પોતાનું મહત્ત્વ દર્શાવવા તેમની હાજરી ત્યાં અનિવાર્ય હોવાનું કારણ આપ્યું હતું. હકીકત તો એ છે કે નોર્ધર્ન આયર્લેન્ડ પ્રોટોકોલમાં સુધારા કરવા બાબતે બ્રિટન અને ઈયુ વચ્ચે સમજૂતી સધાઈ ગઈ હતી. ગુજરાતીમાં આના વિશે સરસ કહેવત છે કે ‘જાનમાં કોઈ જાણે નહિ અને હું વરની ફોઈ.’ આમ તો યુકે સાથે વિશિષ્ટ સંબંધો હોવાની જાહેરાતો જગતકાજી અમેરિકા કરતું રહે છે ત્યારે અમેરિકાએ યુકે તરફ થોડું સન્માન તો દર્શાવવું જોઈએને? આ તો, ‘શકટનો ભાર જ્યમ શ્વાન તાણે’નું સ્પષ્ટ ઉદાહરણ છે.
બાળકોને ભણાવવા જતી એક સ્ત્રીને પરેશાન કરીને એનું મનોબળ તોડવા માટે એના પર અભદ્ર ભાષામાં ગાળોનો વરસાદ વરસાવવામાં આવે, છતાં એ મહિલા વિચલિત ન થાય તો એના પર ઢેખાળા, ટામેટાં અને ગાયનું છાણ ફેંકવામાં આવે.... આ દ્રશ્યનો સમયગાળો કયો હોઈ શકે ?
તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી પૂજ્ય મોરારિબાપુની રામકથા નિમિત્તે અમદાવાદમાં રંગ દેવતાની ભાવપૂજાનો અષ્ટ દિવસીય ઉપક્રમ ‘રંગ સંધ્યા’ નામે યોજાયો હતો. એ ઉત્સવના વિરામના દિવસે પૂજ્ય મોરારિબાપુએ કહ્યું હતું કે ‘આ રંગ સંધ્યાનો સાત્વિક મનોરથ જેમણે સેવ્યો અને આજે એ મનોરથ મારી દ્રષ્ટિએ કલ્પના કરી હશે એના કરતાં સવાયો સિદ્ધ થયો છે. અથ તો સારું હતું જ ઈતિ અમને નેતિ તરફ લઈ ગઈ. આ બધું તલગાજરડાના ત્રિભુવન વટની છાયામાં થયું, અહીં શ્રદ્ધાથી મંચન થયું છે એટલે સાધુ તરીકે રાજી થયો છું.’ આ શબ્દોએ આ રંગ સંધ્યાની સાથે જોડાયેલા તમામ કલાકારો અને શ્રોતા-દર્શકોને જાણે સત્ય–પ્રેમ–કરુણાથી સ્નેહભીના કર્યા હતા.
સત્ય શોધવાની સૌથી ઉત્તમ પદ્ધતિ શું છે? લોકોના મંતવ્ય અલગ અલગ હોઈ શકે, પરંતુ સચોટ પ્રશ્ન પૂછવા અને તેના જવાબ શોધવાની તરકીબ અનેક દર્શનશાસ્ત્રીઓએ અપનાવી છે અને વખાણી છે. ગ્રીક દર્શનશાસ્ત્રી સોક્રેટિસની પદ્ધતિમાં પણ માહિતીપ્રદ વિવાદ અને પ્રશ્ન-જવાબની તરફેણ કરવામાં આવી છે. યુધિષ્ઠિરને યક્ષે પાંચ પ્રશ્નો પૂછેલા. નચિકેતાના પ્રશ્નોના યમરાજે જવાબ આપ્યા તેના આધારે તો આપણને ‘કઠોપનિષદ’ મળ્યું છે. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં જે શિક્ષણ પદ્ધતિનો ઉલ્લેખ થયો છે તે ગુરુકુળમાં ગુરુ-શિષ્ય વચ્ચે સંવાદ અને પ્રશ્ન-જવાબના આધારિત જ હતી.
આપ સહુને જય શ્રીકૃષ્ણ... જય માતાજી... જય હિંદ... જય ગરવી ગુજરાત અને જય યુકે... મારું નામ ધીરુભાઈ લાંબા, (ગઢવી) મુકામ બ્રાઈટન. થયું મારે પણ કંઈક કહેવું છે - આજની પરિસ્થિતિમાં શું ચાલી રહ્યું છે તેના અને અમારી સોસાયટી શું સેવાઓ કરી રહી છે તેના અનુસંધાનમાં. આમ તો તત્ત્વોને જગાડવામાં, આદરણીય સી.બી.જી, અમારા ડો. શાહ, ડો. જાની વિગેરેનો ઘણો સાથ અને સહકાર છે કે તમે કાંઈક બોલો કે કાંઈક લખો. આમ તો મેં સાંભળ્યું છે કે હનુમાનદાદાને પણ કહેવું પડેલું કે ભાઈ... દાદા તમે પણ દરિયો ઓળંગી શકો છો. ચાલો, આપણે મુદ્દા માથે આવીએ.
હિન્દુ સંસ્કૃતિમાં દર વર્ષે શ્રાદ્ધના દિવસો દરમિયાન પિતૃઓને તર્પણ આપવામાં આવે છે, જેને ઘણાં લોકો ‘દાડા’ તરીકે પણ ઓળખાવે છે.
