વિવિધા

No

Block: Site: Subtree Block

    નવા સંસદ ભવનને આકાર આપનારા આર્...

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 મેના રોજ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બાંધકામ કાર્ય સેન્ટ્રલ વિસ્ટા રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નવું સંસદ ભવન ગુજરાતના ખ્યાતનામ આર્કિટેક્ટ બિમલ પટેલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. દેશમાં પૂરા થયેલા અને ચાલી રહેલા કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પાછળ પણ તેમનું નામ જોડાયેલું છે. ચરોતર ભૂમિના સોજિત્રા ગામના વતની હસમુખ પટેલ અને ભક્તિબેનના સુપુત્ર બિમલ પટેલે કાશી વિશ્વનાથ કોરિડોરની ડિઝાઈન પણ તૈયાર કરી છે.

    SGVPઃ સાયન્સ, સ્પોર્ટ્સ અને સ્પી

    અમદાવાદના એસજી હાઇવેની આગવી ઓળખ એટલે SGVP - છારોડી ગુરુકુલ. ગુજરાતની શાનસમાન શિક્ષણસંસ્થાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)નું આ ભવ્ય કેમ્પસ 62 એકરમાં પથરાયેલું છે. એક સમયે અહીં બાવળનું ગાઢ જંગલ હતું એને બદલે આજે અહીં આંબા અને ચીકુના બગીચાઓ વિકસ્યા છે. એક સમયે અહીં બાવળના જંગલમાં દેશી દારૂઓની ભઠ્ઠીઓ ધમધમતી હતી. આજે એ જગ્યાએ પવિત્ર યજ્ઞનો અગ્નિ સમગ્ર વાતાવરણને પાવન કરી રહ્યો છે.

    શ્રદ્ધા અને ભક્તિનાં વિરાટ પૈ

    અષાઢી બીજનું પર્વ હોય જગન્નાથજીની રથયાત્રાનો ઉલ્લેખ ના થાય એવું તે કઇ રીતે બની શકે?! અષાઢી બીજી અને જગન્નાથજીની રથયાત્રા જાણે એકમેકના પર્યાય બની ગયા છે. અમદાવાદમાં આ પર્વે (20 જૂને) 146મી રથયાત્રા નીકળશે તો ઓડિશાના પુરીમાં તો જગન્નાથજી નગરચર્યાનો સિલસિલો સૈકાઓ પુરાણો છે.

    ત્રિરંગો ફરકાવનાર પ્રથમ : માદા...

    ભારતના રાષ્ટ્રધ્વજની પરિકલ્પના સૌથી પહેલાં કોણે કરેલી એ જાણો છો? એમનું નામ માદામ ભીખાઈજી કામા. ક્રાંતિજનની તરીકે જાણીતાં થયેલાં માદામ કામાએ રાષ્ટ્રધ્વજની પરિકલ્પના કરી, રાષ્ટ્રધ્વજ બનાવ્યો અને ૨૧ ઓગસ્ટ ૧૯૦૭ના જર્મનીના સ્ટટગાર્ટમાં સાતમી આંતરરાષ્ટ્રીય કોંગ્રેસમાં ફરકાવ્યો પણ ખરો.

    ‘જો આપણે આપણી ભાષા ગુમાવશું, ત

    નમસ્તે! ઓમ નમઃ શિવાય, મારું નામ આશા છે. અને હું મારા વિશે થોડું શેર કરવાની તક મેળવીને રોમાંચિત છું. હું માનું છું કે અમારી અંગત વાર્તાઓ આપણે કોણ છીએ તેને આકાર આપે છે અને હું મારી અત્યાર સુધીની સફરને પ્રતિબિંબિત કરવા માટે ઉત્સાહિત છું. મારા સમગ્ર જીવન દરમિયાન, મેં વિવિધ અનુભવોનો સામનો કર્યો છે જેણે મારા પાત્રને ઘડ્યું છે અને મારી આકાંક્ષાઓને પ્રભાવિત કરી છે.

    ચેતતાં નર-નારી સદા સુખી!

    જ્યારે પણ પ્રવાસે નીકળો ત્યારે ટ્રાવલ ઈન્સ્યુરન્સ ડોક્યુમેન્ટ્લ અને તેની શરતો બરાબર ચકાવી લેવા જોઈએ અન્યથા, વ્હાઈટ દંપતીની માફક સહન કરવાનો વારો આવી શકે છે. બ્રિટિશ દંપતી કેટ્રિઓના વ્હાઈટ અને મિક વ્હાઈટ 11,000 પાઉન્ડથી વધુ રકમના અણધાર્યા આવી પડેલા મેડિકલ ખર્ચને ચૂકવવામાં અસમર્થ રહેતા દુબઈમાં ફસાઈ ગયું છે. ભારતમાં ફૂટબોલ કોચ 54 વર્ષીય મિક અને કેટ્રિઓના ભારતથી યુએઈમાં રજાઓ ગાળવા ગયા હતા જ્યાં કેટ્રિઓના બીમાર થતાં ચાલી શકવાની હાલતમાં ન હતી અને મેડિકલ બિલ ન ચૂકવાય ત્યાં સુધી તેઓ ભારત પરત ફરી શકે તેમ ન હતા. મિકનો દાવો છે કે હોસ્પિટલે તેમના પાસપોર્ટ પણ જપ્ત કરી લીધા છે.

    અવનવા સમાચાર

    આપણે લંચમાં જવા માટે ઘડિયાળના કાંટામાં કેટલી મિનિટ બાકી રહી તેની ગણતરી કરતા હોઈએ અને સાથી કર્મચારી સિગારેટ ફૂંકવા ‘સ્મોક બ્રેક’ લેતો હોય ત્યારે થતી અકળામણ સમજાવી શકાય તેમ નથી. હેપી યુકે કંપની દ્વારા કરાયેલા એક અભ્યાસ મુજબ સ્મોકિંગ નહિ કરતા કર્મચારીની સરખામણીએ ધૂમ્રપાન કરતો કર્મચારી વર્ષે એક સપ્તાહની વધુ રજા મેળવી લેતો હોય છે. કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ કરાયું ન હોય તે સિવાય કર્મચારીને કામકાજના સમયમાં સ્મોકિંગ બ્રેકનો અધિકાર નથી.

    72 હૂર, ઔરંગઝેબ, કેરાલા સ્ટોરી..... અ...

    એક પછી એક એવી ઘટનાઓ બની રહી છે કે તેના પર આપણી નજર ગયા વિના રહે નહિ. તેનું રાજકારણ પણ ખેલવાનું શરૂ થયું. છેક અમેરીકામાં જઈને રાહુલ ગાંધી એવું કહે કે ભારતમાં મુસ્લિમ અને બીજી લઘુમતી સલામત નથી. ત્યારે આ ઈરાદાઓનો અંદાજ આવે છે. એ પહેલા બીબીસીએ 2002 ની ડોક્યુમેન્ટરી બનાવીને વિવાદનો મધપૂડો છેડ્યો ત્યારે જ ઘણાને શંકા આવી કે મૂળ કારણ 2024માં નરેન્દ્ર મોદી, ભાજપ, એનડીએ સત્તા પર ના આવે તેવી ગણતરી સાથે આ બધુ થઈ રહ્યું છે.

    મન એ સંકલ્પ અને વિકલ્પનું પ્રત...

    કેન્ટન - હેરો સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ખાતે 10 જૂનના રોજ યોજાયેલી સહજાનંદ વ્યાખ્યાન માળાને સંબોધતા પ.પૂ. શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ મનની અગાધ શક્તિઓ પર પ્રકાશ ફેંકતા કહ્યું હતું કે ‘હિંદુ ધર્મ અને વેદ અન્ય શાસ્ત્રો કરતાં શ્રેષ્ઠ છે. આજે આખું વિજ્ઞાન એક પરિમાણથી આગળ વધી શકતું નથી પણ આપણા ઋષિ મુનિઓ મનના માધ્યમથી તેના કરતાં પણ આગળ પહોંચી ગયા છે. આપણા વેદોએ કહ્યું છે કે મન પ્રકાશ કરતાં પણ ઝડપી છે. મન સક્રિય છે અને સક્રિયતા એ આત્મા દ્વારા પ્રદાન કરાયેલી ચેતનાને કારણે છે, જે પ્રજ્ઞા નામના દિવ્ય પ્રકાશથી ભરેલી છે. આપણા શાસ્ત્રો આપણો મહાન વારસો છે, જે વિશ્વના અન્ય કોઈ પણ ધર્મો પાસે નથી. આથી જ આપણે ગર્વથી કહીએ છીએ - હમ હિન્દુ હૈ.’

    પ્રથમ સ્નાતક :  કાદંબિની  ગાંગુ

    એના નામ સાથે એકથી વધુ પ્રથમ જોડાયેલાં છે : ભારતમાં કોલેજની પ્રથમ વિદ્યાર્થિની, પ્રથમ સ્નાતક, મેડિકલ કોલેજની પ્રથમ છાત્રા, ભારતની કોલેજમાં ભણીને ચિકિત્સાની ડિગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ .... બોલો, એ કોણ છે ?