ગુજરાતીમાં કહેવત છે કે ‘નાણા વિનાનો નાથિયો, નાણે નાથાલાલ’ યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ-નાહયાન તો મૂળથી જ નાથાલાલ છે કારણકે ક્રૂડ ઓઈલની અપાર આવક છે. શેખ જ્યાં જાય છે ત્યાં કદી એકલા જતા નથી સાથે મોટું લાવલશ્કર પણ લેતા જાય છે. શેખ થોડા સમય પહેલા ઈદ મનાવવા કુટુંબકબીલા સાથે સાઉથ આફ્રિકાની સફારીએ ગયા હતા. તેમની સાથે સંખ્યાબંધ વૈભવી કાર, હેલિકોપ્ટર્સ અને હન્ટિંગ સફારીમાં કામ લાગે તેવા સહાયકો, મેડિકલ સ્ટાફ, એન્ટરટેઈનર્સ, બોડીગાર્ડ્સ, સગાંસંબંધી અને મિત્રો સહિત 500 વ્યક્તિનો રસાલો પણ હતો. શેખ અને તેમના રસાલા માટે બિશો-બુલેમ્બુ એરપોર્ટ સફારીનું પ્રવેશસ્થળ હતું. જોકે, ઈસ્ટર્ન કેપ પ્રાંતનું આ એરપોર્ટ જરા ખખડી ગયેલું હતું અને શેખના રસાલાને ઉતારી શકાય તેવી સુવિધા ન હતી. શેખે તો તત્કાળ એક મિલિયન પાઉન્ડ ચૂકવીને એરપોર્ટને અપગ્રેડ કરાવી દીધું. તેનો રનવે એર એમ્બ્યુલન્સ, જીમના સાધનો અને ફર્નિચર સાથેના C-17 મિલિટરી કાર્ગો પ્લેન ઉતારી શકાય તેવો વિશાળ થઈ ગયો. શેખના પરિવારજનોને પાંચ હેલિકોપ્ટર્સમાં માખાન્ડા નજીક સફારી રીઝર્વમાં લઈજ્ઞ જવાયા હતા જ્યાં તેમના માટે વૈભવી રહેઠાણો પણ તૈયાર કરાવાયા હતા.
વિવિધા
Block: Site: Subtree Block
એક એવી યુવતી જેણે બાળપણમાં વણઝારાની પેઠે ભટકતું સંઘર્ષમય જીવન જીવવું પડ્યું અને એક પછી એક સ્વજનો ગુમાવ્યા છતાં પોતાની વિદ્વત્તાને પગલે પંડિતા અને સરસ્વતી જેવાં સન્માનનીય બિરુદ પ્રાપ્ત કર્યા....
મૂળ ભાવનગર, ગુજરાતનાં વતની અને છેલ્લા 30 વર્ષથી લેસ્ટર (યુકે)માં આવીને સ્થાયી થયેલા મીનાબહેન દીપક જોષી 25 વર્ષથી અહીંની શાળામાં સતત કાર્યરત છે. મીનાબહેનના જીવનમાં એક અલભ્ય અવસર આવ્યો છે. વર્ષોથી તેઓ મૂકસેવા કરી રહ્યા છે, જેનું રાજવી પરિવાર દ્વારા સન્માન થયું છે. મીનાબહેન કેટલાય વર્ષોથી હોસ્પિટલમાં માનદ્ સેવા (Volunteer Service) આપે છે. દર્દીઓનું પ્રેમપૂર્વક ધ્યાન રાખે છે. ખાસ કરીને કેન્સરથી પીડાતાં દર્દીઓનું વાત્સલ્યપૂર્વક જતન કરે છે અને તેમની સેવામાં પોતાનો અમૂલ્ય સમય આપે છે. મીનાબહેનનો પ્રેમાળ, માયાળુ સ્વભાવ દર્દીઓનાં હૃદયને સ્પર્શી જાય છે.
આ નવી સદીમાં વિશ્વ ગ્લોબલ વીલેજ બની ગયું છે. આ યુગ તત્ક્ષણ કોમ્યુનિકેશનનો, આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સનો, ટ્રેડ, કોમર્સ, કનેક્ટીવીટી, નવા નવા આઇડીયાઓ વગેરેના અસ્ખલિત પ્રવાહથી ખૂબ જ ઝડપભેર વિવિધ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. વિશ્વભરમાં પરિવર્તનનો પવન ફૂંકાઇ રહ્યો છે. પરંતુ જૈન ધર્મની જાણકારીમાં પછાત છે. આજના યુગમાં ય જૈન ધર્મની જાણકારી જૂજ લોકોને છે. અરે! દુનિયામાં જ શા માટે? ભારતમાં પણ એના વિષે બહુ ઓછાને જાણ છે. આવા સંજોગોમાં જૈનો પોતાની ભૂમિકા ભજવવા આગળ આવ્યા છે. જૈન ધર્મ અને એના શિક્ષણના પ્રચાર માટે અમેરિકન જૈનો સજાગ બન્યાં છે.
મોબાઈલ અથવા તો સ્માર્ટફોનનું ભારે વળગણ ચાલી રહ્યું છે. આ પાગલપનમાં ઓફિસરીનો ઘમંડ ઉમેરાય ત્યારે કેવી હાલત થાય તે આ કિસ્સો જ જણાવી શકે. છત્તીસગઢમાં કાનકેર નજીકના ડેમ પાસે ફૂડ ઈન્સ્પેક્ટર રાજેશ વિશ્વાસ રવિવારની રજામાં દોસ્તો સાથે પાર્ટી કરી રહ્યા હતા. અચાનક ‘રંગમાં ભંગ પડ્યો રે મારા ભાઈ અને ન થવાની જ થઈ’ના હિસાબે અધિકારી સાહેબના એક લાખ રૂપિયાના સ્માર્ટફોને 15 ફૂટ ઉંડાં પાણીમાં જળસમાધિ લઈ લીધી. સાહેબે તો ગામલોકોને મોબાઈલ શોધવામાં લગાવી દીધા છતાં ફોન હાથ ન લાગ્યો.
પશ્ચિમ યુરોપમાં આવેલો દેશ સ્પેન, એની પૂર્વ તરફ ભૂમધ્ય સમુદ્રમાં આશરે ૮૦થી ૨૪૦ કિમી.ને અંતરે આવેલું બેલેરિક ટાપુઓનું જૂથ છે. આ સ્પેનિશ બેલેરિક ટાપુઓની રાજધાની છે પાલ્મા ડી મયોર્કા. સૂર્યપ્રકાશિત આરોગ્યપ્રદ હવામાન, મનોહારી દરિયા કિનારો, અતિસુંદર સિરા ડી ટ્રામુન્ટાનાની પર્વતમાળાઓ અને આહલાદક રિસોર્ટસ ખાસ કરીને બ્રિટીશ પ્રવાસીઓ અને ઉત્તર યુરોપિયનોને ખૂબ આકર્ષે છે.
કુંડાળામાં પગ પડી જતાં ગર્ભવતી થયેલી બ્રાહ્મણ વિધવા સામાજિક બહિષ્કારના ભયે લાડકવાયા દીકરાની હત્યા કરી નાખે અને આ અમાનવીય કૃત્ય બદલ એ નિરાધાર સ્ત્રીને ફાંસીની સજા ફટકારવામાં આવે જે પાછળથી જન્મટીપમાં ફેરવાઈ જાય...
‘આ નવી પેઢી જૂઓને ગુગલ મેપને જ ઓળખે, આપણે જિંદગી જે રસ્તા પર કાઢી એનું ન સાંભળે...’ એક વડીલે સાહજિકપણે કહ્યું. એમાં વાત એમ બની કે પરિવાર બે ગાડીઓ લઈને અમદાવાદની શનિ-રવિની રજાઓમાં એમના વતનના શહેરમાં ગયો હતો. જતાં તો બરાબરના માર્ગે ગયા, પરંતુ પાછા ફરતાં ગુગલ મેપના આધારે પોતાના વતનના શહેરમાં અને પછી હાઈવે પર પણ ગુગલ મેપ એમને સાવ અજાણ્યા અને દ્વિમાર્ગી કે એક માર્ગી રોડ પર લઈ ગયું. ઈંધણ વધુ વપરાયું - સમય વધ્યો અને આ વડીલને પોતાનું કહ્યું નવી પેઢીના છોકરાંઓએ સાંભળ્યું નહીં એમ લાગ્યું.
લોકો ભલે પડી જવામાં નાનમ અનુભવતા હોય પરંતુ, પડીને ફરી ઉભા થવામાં ભારે બહાદુરી જ છે અને અમેરિકાના પ્રમુખ જો બાઈડેન પડીને ટંગડી ઊંચી રાખવા આવી બહાદુરી વારંવાર દર્શાવતા રહ્યા છે. ગત સપ્તાહે કોલોરાડો સ્પ્રિંગ્સ ખાતે એર ફોર્સ ગ્રેજ્યુએશન સમારોહમાં કેડેટ્સને ડિપ્લોમા આપ્યા પછી રવાના થઈ રહેલા પ્રમુખ બાઈડેનનો પગ સેન્ડબેગ સાથે અથડાયો અને તેઓ ગબડી પડ્યા. જોકે, તેમના સહાયકો અને અધિકારીઓએ સહારો આપી તેમને ઉભા કર્યા ત્યારે તેમણે નજીકમાં પડેલી સેન્ડબેગ સામે ઈશારો કરી પડી જવાનું કારણ સ્પષ્ટ કર્યું હતું. જોકે, આ ઘટનાના કારણે તેમના શારીરિક સ્વાસ્થ્ય વિશે ચિંતા સર્જાઈ છે કારણકે 80 વર્ષના બાઈડેન પ્રમુખપદની બીજી ટર્મ માટે ઉમેદવારી કરી રહ્યા છે. આમ પણ યુએસ પ્રમુખોના ઈતિહાસમાં તેઓ સૌથી વયોવૃદ્ધ સેવારત પ્રમુખ છે અને બીજી મુદત માટે જીતી જશે તો તેમનો કાર્યકાળ પૂર્ણ થશે ત્યારે તેઓ 86 વર્ષના હશે. ફેબ્રુઆરીમાં તેમનું મેડિકલ ચેક-અપ કરાયું ત્યારે તેઓ વાંકા વળી ગયા હોવાં છતાં, તેમને ડ્યૂટી માટે સંપૂર્ણ ફિટ જાહેર કરાયા હતા. હકીકત એ છે કે 2021માં એર ફોર્સ વનમાં એટલાન્ટા જતી ફ્લાઈટમાં જતા ત્રણ વખત બેલેન્સ ગુમાવી ગબડી પડવા જેવા થઈ ગયા હતા અને છેક ઉપર પહોંચી તેમણે સેલ્યુટ પણ કરી હતી.
ભારતના ભાગલા માટે જવાબદાર કોણ? સામાન્ય નાગરિક પણ જવાબ આપશે: “મુસ્લિમ લીગ”. અને કેટલાક વધુ ઊંડાણમાં જઈને કહેશે કે મોહમ્મદઅલી ઝીણા તે સમયના મુસ્લિમ લીગના એકમાત્ર નેતા હતા અને બ્રિટિશરોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને સફળ બનાવી.
