વિવિધા

No

Block: Site: Subtree Block

    મોમ ગિલ્ટઃ બાળકોને સમય આપવાના...

    ‘હું થોડા દિવસ પહેલાં મારા દીકરા સેન્ડીને લેવા સ્કૂલે ગઈ હતી. મને જોઈને જ એ વળગી પડ્યો. એની દોસ્તે પૂછ્યછયું કે તારે બે મમ્મી છે? એ બાળકીની માતાએ તેને સમજાવ્યું કે સેન્ડી સાથે રોજ આવે છે એ આયા છે અને આ તેની મમ્મી છે. આ સાંભળીને મને અપરાધભાવની લાગણી થઈ.’ ચર્ચિત લેખિકા એમ્મા રોઝેનબ્લમે પોતાની આ વાત કરી છે.

    અવનવા સમાચાર

    સાઉદી અરેબિયા ઈસ્લામિક રાષ્ટ્ર છે અને ઈસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનમાં જુગાર રમવાનું હરામ ગણાય છે પરંતુ, લક્ષ્મી ચાંલ્લો કરવા આવતી હોય ત્યારે મોંઢું ધોવા કોણ જાય? સાઉદી અરેબિયા પણ ધર્મને પાછળ રાખી લોકો સત્તાવારપણે જુગાર રમી શકે તે માટે ગેમિંગ કંપનીઓમાં 8 બિલિયન ડોલરનું જંગી રોકાણ કરવામાં જરા પણ છોછ અનુભવતું નથી. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રભુત્વ જમાવવાના આશય સાથે સાઉદીએ 18 મહિનામાં આટલું રોકાણ કરીને ટેન્સેન્ટ, સોની અને અન્ય કંપનીઓને પાછળ રાખી દેવાની જાણે હોડ લગાવી છે. સાઉદીનું પીઠબળ ધરાવતા સેવી ગેમ્સ ગ્રૂપે ચીનની VSPO, સ્વીડનના એમ્બ્રેસર ગ્રૂપમાં હિસ્સો ખરીદ્યો છે તેમજ યુએસની કંપની સ્કોપેલીને સ્વહસ્તક લીધી છે.

    માનવજીવનની મૂડી છે શબ્દ...

    ‘મારો કહેવાનો અર્થ આવો ન હતો...’, ‘મારા શબ્દોનું ખોટું અર્થઘટન કરાયું છે...’, ‘હવે અમે ધ્યાન રાખીશું...’ આ અને આવા શબ્દો આપણે જાહેરજીવનમાં સાંભળીએ છીએ તો અંગત જીવનમાં પણ સંબંધોમાં ‘એમણે જે શબ્દો કહ્યાને એ શબ્દોએ મારું દિલ તોડી નાંખ્યું...’ ‘એણે કીધેલા શબ્દો હજી મારા કાનમાં ગુંજે છે....’ આવા વાક્યો આપણે સાંભળીએ છીએ. મોટા ભાગે કોઈ પણ ઘટનામાં માનહાનિ થવામાં આબરૂ વધવા કે ઘટવામાં, સંબંધો બનવા કે તૂટવામાં શબ્દો કારણભૂત હોય છે. શબ્દને શરીર નથી, પણ શબ્દ જે અનુભૂતિ આપે, વાત્સલ્ય આપે કે વિષ પાય એ બીજું કોઈ ના કરી શકે.

    બાળ કલાકાર : હેરી પારેખ...

    તાજેતરમાં મુંબઇથી યુ.કે. આવેલ ગુજરાતી નાટક “ઇશારા ઇશારામાં’’ ના ૧૪ હાઉસ ફૂલ શો યોજાયાં હતાં. આ નાટક પંકજ સોઢાએ પ્રમોટ કરેલ. એમાં બાળ કલાકાર તરીકે સ્થાનિક, હેરો સ્થિત ૯ વર્ષના હેરી પારેખે ભૂમિકા ભજવી સૌ પ્રેક્ષકોના મન હરી લીધાં હતાં.

    “નેક નામદાર સખાવતે બહાદૂર” એવ

    એક સ્ત્રીનું દૂરંદેશીપણું - એની વિચારધારા-સમાજમાં બદલાવ લાવવાની કુશળતા ધરાવતાં, માત્ર ચાર ચોપડી જ ભણેલ હરકુંવર શેઠાણી ઇતિહાસનું એક પ્રેરક પાત્ર છે. એમનું વ્યક્તિત્વ અનોખું હતું. જૈન ધર્મનું એમનું જ્ઞાન અદ્ભૂત હતું.

    ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ...

    ધર્મગ્રંથોના કથન અનુસાર ગુરુ એ જ બ્રહ્મા, વિષ્ણુ તેમજ શિવનું સ્વરૂપ છે. ગુરુને શિષ્યના જીવનમાં બ્રહ્માની જેમ સદ્ગુણોનું સર્જન, વિષ્ણુની જેમ સદવૃત્તિનું સમર્થન તેમજ શિવની જેમ દુર્ગુણોના સંહારક સ્વરૂપ માનવામાં આવે છે. ગુરુને પરબ્રહ્મની ઉપમા આપવામાં આવી છે, કારણ કે માતા-પિતા થકી શરીરનો જન્મ થાય છે પરંતુ તે શરીર દ્વારા ગુરુના બતાવેલા માર્ગને અનુસરતા ભગવાનની પ્રાપ્તિ ગુરુ દ્વારા થાય છે. એવા ગુરુને નમન કરવામાં આવે છે.

    અવનવા સમાચાર

    ગોરા કે શ્વેત અને અશ્વેત કે ઘઉંવર્ણા લોકોમાં તફાવત શું હોય છે? એમ કહેવાય છે કે ગોરા કે યુરોપિયન લોકો દેખાવે ધોળા હોય છે પણ ગુનામાં આવે તો ફિક્કા પડી જાય, ગુસ્સામાં આવે તો રાતા દેખાય અને મૃત્યુ પામે તો કાળા દેખાય. આની સામે અશ્વેત કે ઘઉંવર્ણા લોકો કોઈ પણ પરિસ્થિતિમાં એકસમાન અથવા તો ‘સ્થિતપ્રજ્ઞ’ રહે છે. હવે ધોળા લોકોને લાલબૂમ દેખાવાની ઘેલછા લાગી છે. સૂર્યના તાપમાં રહેવાના બદલે દુકાનોમાં રખાતાં અલ્ટ્રાવાયોલેટ સનબેડ અથવા સ્પ્રે ટેનિંગનો ઉપયોગ કરનારાની સંખ્યા લાખોમાં થવા જાય છે.

    સ્ત્રીઓ માટે નર્સિંગ પ્રશિક્

    યમુનાબાઈ કૂર્લેકરને ઓળખો છો ? આ સવાલનો જવાબ નકારમાં વાળતાં પહેલાં એટલું જાણી લેજો કે યમુનાબાઈ કૂર્લેકર એ બીજું કોઈ નહીં, પણ રમાબાઈ રાનડે પોતે ! યમુનાબાઈ એ રમાબાઈનું પિયરનું નામ હતું. જોકે યમુનાબાઈ તરીકે એને કોઈ ન ઓળખે અને રમાબાઈ નામે કોઈ ન ઓળખે એવું બને નહીં !

    ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ...

    ધર્મગ્રંથોના કથન અનુસાર ગુરુ એ જ બ્રહ્મા, વિષ્ણુ તેમજ શિવનું સ્વરૂપ છે. ગુરુને શિષ્યના જીવનમાં બ્રહ્માની જેમ સદ્ગુણોનું સર્જન, વિષ્ણુની જેમ સદવૃત્તિનું સમર્થન તેમજ શિવની જેમ દુર્ગુણોના સંહારક સ્વરૂપ માનવામાં આવે છે. ગુરુને પરબ્રહ્મની ઉપમા આપવામાં આવી છે, કારણ કે માતા-પિતા થકી શરીરનો જન્મ થાય છે પરંતુ તે શરીર દ્વારા ગુરુના બતાવેલા માર્ગને અનુસરતા ભગવાનની પ્રાપ્તિ ગુરુ દ્વારા થાય છે. એવા ગુરુને નમન કરવામાં આવે છે.
    હિન્દુ શાસ્ત્ર અંતર્ગત ગુરુપૂર્ણિમા અષાઢ સુદ પૂર્ણિમા (આ વર્ષે 3 જુલાઇ)ના રોજ આવે છે. આ દિવસે અઢાર પુરાણો તેમજ ઉપપુરાણોના રચયિતા ભગવાન શ્રી વેદવ્યાસજીનો જન્મ થયો હતો તેથી તેને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. દરેક મનુષ્ય પોતાના જીવનમાં ચાર ઋણ લઇને જન્મ લે છે. પ્રથમ માતા-પિતાનું ઋણ, બીજું રાષ્ટ્ર ઋણ, ત્રીજું સમાજ ઋણ, ચોથું આચાર્ય (ગુરુ) ઋણ. આ ચાર ઋણમાંથી રાષ્ટ્રનું હિત વિચારીને અને સમાજની સેવા કરી, સત્કર્મ કરીને આ બે ઋણમાં ઉતારી શકાય છે, પરંતુ માતા-પિતાના અને ગુરુ ઋણમાંથી ક્યારેય પણ મુક્ત થઇ શકાતું નથી.

    ‘ધનંજયભાઈ ફૂલ ઓફ હેપ્પીનેસથી જીવ્યા...’ ‘આર્થિક રીતે નબળા પરિવારોની વિદ્યાર્થિનીઓને પ્રોફેસર તરીકે પિતાતુલ્ય વાત્સલ્ય આપીને શિક્ષણ આપ્યું, આત્મનિર્ભર બનાવી...’ ‘છેલ્લા થોડા વર્ષો બીમાર રહ્યા, સંગીતનો શોખ હતો એટલે કહેતા કે મારો 75મો જન્મ દિવસ 24 જૂન, 2023ના રોજ ઊજવવો છે. હું જીવતો હોઈશ તો રૂબરૂ નહીંતર સૂક્ષ્મ દેહે ત્યાં હાજર રહીશ.’ આવા વ્યક્તિત્વના સ્વામીનું નામ શ્રી ધનંજય ભાસ્કરરાય પંડ્યા. જન્મ થયો મોરબી ગામમાં. મૂળ વતન ભાવનગર. અહીંના શ્રી ઈચ્છાશંકર કરૂણાશંકર પંડ્યાના તેઓ પૌત્ર હતા.