વિવિધા

No

Block: Site: Subtree Block

    અવનવા સમાચાર

    જાપાન અતિ રૂઢિચુસ્ત અને પરંપરાઓનો દેશ છે જ્યાં સેક્સ માટે છોકરીની સંમતિની વય અત્યાર સુધી માત્ર 13 વર્ષની હતી. આ વયે તો છોકરીઓ રજસ્વલા થતી હોવાં છતાં સેક્સ અને તેના પરિણામો વિશે ઝાઝી ગતાગમ હોતી નથી અને સહેલાઈથી ફોસલાઈ જાય છે. હવે બાળકોને યૌનશોષણ સામે રક્ષણ આપવા જાપાને જરીપુરાણા પીનલ કો઼ડમાં ધરખમ સુધારો કરી સંમતિની વય 16 વર્ષ કરી છે. આ સાથે બળાત્કારની વ્યાખ્યાને પણ વ્યાપક બનાવાઈ છે.

    સંસારીનું સુખ સાચું રે, મોહન પ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, દેશના અને દુનિયાના રાજકારણમાં ત્રણ સપ્તાહ આંટાફેરા કર્યા બાદ ચાલોને આજે જરા અંતરમનમાં આંટો મારીએ. મારી વાત કરું તો નાનપણથી જ મને ભજન સાંભળવાનું બહુ જ ગમ્યું છે. ઘર-મહોલ્લામાં ભજન હોય કે ગામના મંદિરે ભજનમંડળીનો કાર્યક્રમ હોય, ભજન સાંભળવાનો અવસર હું ભાગ્યે જ ચૂકતો. માતા કમળાબા અને (પહેલાં સંસારી અને પછી સંન્યાસી) પિતા બાબુભાઇનો ધર્મ-અધ્યાત્મનો વારસો મળ્યો હોય કે બીજા કોઇ પરમ તત્ત્વની કૃપા હોય, ભજનનું મને બહુ જ આકર્ષણ રહ્યું છે.

    ચાતુર્માસઃ પ્રભુના નામસ્મરણન...

    અષાઢ સુદ-11 એટલે દેવશયની એકાદશીથી હિન્દુ ધર્મના પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થઇ ગયો છે. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. શ્રદ્ધાળુઓ, ભક્તો આ ચાતુર્માસ દરમિયાન અનેક પ્રકારનાં નિયમો અને બંધનો પાળે છે. સમગ્ર ચાતુર્માસ દરમિયાન વધુને વધુ પ્રભુનું નામસ્મરણ કરે છે. આ ચાતુર્માસનું માહાત્મ્ય અનેક ધર્મોમાં જોવા મળે છે. જૈન ધર્મના અનુયાયીઓ દેરાસર જઈને મંત્રજાપ, અનુષ્ઠાન કરે છે. ધર્મગુરુના આશ્રયમાં રહીને જ્ઞાન સંપાદન કરે છે. બૌદ્ધ ધર્મના ભિક્ષુકો કોઈ એક જ સ્થાનમાં રહીને આરાધના કરે છે. વિચરણ સંપૂર્ણપણે ટાળે છે.

    જન્મદિવસ એટલે એક નવી દિશા, નવી

    ‘મિત્ર કહું કે ભાઈ...’ વાક્યના શુભારંભ સાથે પારિવારિક સ્વજન હર્ષેન્દુ ઓઝાએ ફેસબુક પર તારીખ 9 જુલાઈ 2023ના રોજ મને જન્મદિવસની શુભકામનાઓ આપી.... અને મોટી સંખ્યામાં સ્નેહીઓ પણ એ શુભેચ્છા ભેગા ભળ્યા ને શુભકામનાઓથી ભીંજવ્યો. આનંદ આનંદ થયો.

    ગુજરાતીઓના વિદેશવાસની વિરલ વ

    ‘ગુજરાત સમાચાર’ વિદેશવાસી ગુજરાતીઓની આગવી અસ્મિતાની જાળવણી, જાણકારી અને જવાંમર્દીને સતત બિરદાવતું અને પોષતું આવ્યું છે. આવા ‘ગુજરાત સમાચાર’ની સુવર્ણ જયંતિ સૌ ગુજરાતીઓ માટે યાદગાર બની રહે તેવી મારી ઝંખના છે.

    તેજસ્વિતા અને નિષ્ઠાયુક્ત પિ

    ગુજરાતના ઉત્તમોત્તમ અને આચરનિષ્ઠ શિક્ષક / આચાર્ય વિઠ્ઠલભાઈ પટેલે ખેતીવાડીમાં સરદાર પટેલ હાઈસ્કૂલમાં પાણીની નવી ટાંકીનું ઉદ્ઘાટન શાળાના સાતમા ધોરણના તેજસ્વી વિદ્યાર્થી દીપક વ્યાસ પાસે કરાવ્યું. આનાથી વિકસેલી આત્મશ્રદ્ધા, પિતાનો સંસ્કારવારસો અને સ્વબુદ્ધિએ આ વિદ્યાર્થીની મેઘા અને તેજસ્વિતા વિકસતી ચાલી. શાળામાં વકતૃત્વ સ્પર્ધા હોય કે પરીક્ષા એ બધામાં મોખરે રહે. ઈનામ વિજેતા રહે. તેજસ્વિતા ઝળકી ઊઠી અને બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાંથી 1977માં પ્રથમ વર્ગમાં ડીસ્ટીંગવિસ્ડ સિવિલ એન્જિનિયર બન્યા અને એનડીડીબીમાં સિવિલ વિભાગમાં એન્જિનિયર તરીકે જોડાયા. તે દરમિયાન તેમણે ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરેમાં ડેરી પ્લાન્ટ, કેટલફીડ પ્લાન્ટ, ફિશરીઝ અને મીટ કોમ્પલેક્સમાં સિવિલ સાઈડના બાંધકામની પ્રવૃત્તિ કરી. ગુજરાતમાં સાબરમતી આશ્રમ ગૌશાળાનાં મકાનો તેમની દેખરેખમાં બંધાયાં.

    જરૂરતમંદોની વ્હારે... સમાજના સ

    તંત્રી અને મિત્ર, સી.બી. આપના આગ્રહથી અને તમારા પોતાના પ્રેરણાસભર અનુભવથી હું આ લખવા માટે પ્રેરાઇ છું. નિવૃત્તિકાળમાં અને નિવૃત્તિના આરે આવેલા વિશેષ લોકો પણ સમયનો સદુપયોગ કરી દેશ – સમાજને માટે નાની-મોટી પ્રવૃત્તિઓ - અપેક્ષા કે વેતન વગર કરી શકે તો - કરી શકાય. જેનાથી આપણા પાડોશીઓ (કોઈ પણ જાતના હોય) કે પછી સગાઓ અને વ્હાલાઓ (મિત્રો), અરે! અજાણી વ્યક્તિઓને પણ મદદરૂપ થઈ તેમના જીવનમાં તે દિવસ, થોડા કલાક કે ક્ષણોને આનંદમય કરી શકાય. એકલા લોકોને કે માંદગીને બિછાને નિરુપાય થયેલા થોડા એવા મિત્રો મળવા જઈએ અને વાંસે હાથ ફેરવીને આપણી લાગણી વ્યક્ત કરીએ. થોડુંક ભાવતું ખાવાનું પણ લઈ જઈ શકીએ. તેઓ ખૂબ જ આનંદમાં આવી જશે અને કદાચ તેઓને પોતાને પણ આવા જ કોઈ પ્રકારની સેવા કરવાની ઈચ્છા જાગૃત થાય.

    મને ગમે મારી ભાષા ગુજરાતી...

    માતૃભાષા સમાન કોઈ ભાષા નથી, ભાષાથી જ આપણે આપણી ઓળખ ઊભી કરીએ છીએ. બીજી ભાષાઓ ગમે તેટલી આવડતી હોય પણ આપણે વિચારીએ તો માતૃભાષામાં જ છીએ. અત્યારે તો વિજ્ઞાન અને ટેકનોલોજી દિનપ્રતિદિન વધતાં જ ચાલ્યાં છે, તેથી જ્ઞાનની ગંગામાં પણ ભરતી આવતી જાય છે.

    અવનવા સમાચાર

    કેટલીક બેન્કોનું સ્ટેટસ ઘણું ઊંચુ હોય છે અને તેમાં માત્ર ધનવાન ક્લાયન્ટ્સના એકાઉન્ટ્સ જ ખોલવામાં આવે છે. યુકેમાં બ્રેક્ઝિટ પાર્ટીના પૂર્વ નેતા નાઈજેલ ફરાજને આનો અનુભવ થઈ ગયો છે કે રાજા-મહારાજાની બેન્કમાં તેમના જેવાં રંકનું શું કામ હોય?. પ્રતિષ્ઠિત બેન્ક કોઉટ્સ (Coutts) દ્વારા ફરાજને કહેવાયું છે કે તેમનું ખાતુ બંધ કરવામાં આવે છે અને તેમની રકમો નેટવેસ્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

    ગઈ સદીના પ્રજાભિમુખ પત્રકારઃ...

    દેશ આઝાદ થયો એ પહેલાં પ્રજાની ચેતનામાં આઝાદીની અસ્મિતા જગવનાર જે કેટલાક પત્રકારો આપણી ભાષામાં થઈ ગયા તેમાંના એક કચ્છ જેવા ખૂણાના અને પછાત પ્રદેશમાં થઈ ગયા તે છગનલાલ ભવાનીશંકર મહેતા. આ માસમાં 20 જુલાઈના તેમની જન્મતિથિ અને પુણ્યતિથિ છે.