જાણીતી સ્પોર્ટ્સ મૂવી ‘ચક દે ઈન્ડિયા’માં શાહરુખ ખાન એક નાનકડો ડાયલોગ બોલે છે. ‘વાર કરના હૈ તો સામનેવાલ કે ગોલ પર નહીં, સામનેવાલે કે દિમાગ પર કરો, ગોલ ખુદ-બ-ખુદ હો જાયેગા.’
વિવિધા
Block: Site: Subtree Block
મહાત્મા ગાંધી 1915ની નવમી જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા છોડીને ભારત પાછા આવ્યા તેની યાદમાં 2003થી ભારતીય વિદેશ મંત્રાલય તરફથી ભારતની સુખાકારી અને વિકાસમાં મદદરૂપ થનાર અને ભારતની શાન વધારનારા વિદેશવાસી ભારતવંશીઓમાંથી આંતરે વર્ષે એવોર્ડથી કેટલાક મહાનુભાવોને સન્માનિત કરાય છે. આવો સત્તરમો પ્રવાસી ભારતીય સન્માન કાર્યક્રમ આ વર્ષે નવમી જાન્યુઆરીએ મધ્ય પ્રદેશના ઈંદોરમાં યોજાયો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રવાસી ભારતીયોને એવોર્ડ આપી સન્માન્યા. વિદેશપ્રધાન એસ. જયશંકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં એક ગુજરાતીને જોઈને નરેન્દ્રભાઈ મોદી બોલી ઊઠ્યા, ‘કેમ છો સી.બી.? તમે તો એવાને એવા જ ફીટ દેખાવ છો?’
કહેવાય છે ને કે, ‘જર,જમીન અને જોરું, ત્રણેય કજિયાના છોરું’. પેરન્ટ્સની મિલકતમાં ભાગ લેવા ભાઈબહેનો ઝગડે અને મામલો કોર્ટ સુધી પહોંચે તે સારું તો નથી જ છતાં, આજકાલ સામાન્ય થઈ ગયું છે. રીતા રીઆ નામે 59 વર્ષીય બહેન સામે તેમના ત્રણ ભાઈએ કાનૂની દાવો માંડ્યો છે. આ બધાની માતા અનીતા રીઆએ 2016માં વસિયત કરી તમામ મિલકત દીકરી રીતાના નામે કરી હતી. ભાઈઓનું કહેવું છે કે અગાઉ, 1986ની વસિયતમાં મિલકત બધાને સરખે હિસ્સે વહેંચવામાં આવી હતી પરંતુ, બહેને અયોગ્ય દબાણ આચરી નવું વિલ 2015માં બનાવડાવ્યું જેમાં માતાએ તેને બધી મિલકત લખી આપી છે. આ નવું વિલ રદબાતલ ગણવાની હાઈ કોર્ટ સમક્ષ નવેસરથી માગણી કરાઈ છે. હાઈ કોર્ટે 2019માં બહેનની તરફેણ કરી હતી પરંતુ, બે અપીલો કરાયા પછી નવેસરથી વિચારણા થઈ રહી છે.
ચાળીસની વય પછી મોટા ભાગની મહિલાઓમાં શારીરિક સ્તરે પ્રજનન ક્રિયા સંક્રમણ કાળમાંથી પસાર થવા લાગે છે. તેનાથી મેટાબોલિઝમ, ભોજનને ઊર્જામાં બદલવાની ક્ષમતા, શરીરને પોષણની જરૂરિયાત વગેરેમાં પરિવર્તન શરૂ થવા લાગે છે. પ્રોટીનને પ્રોસેસ કરવાની શરીરની ક્ષમતા ઘટવા લાગે છે. પ્રોટીન માંસપેશીઓના નિર્માણમાં મદદ કરે છે, એવા હોર્મોન બનાવે છે, જે શરીરની સિસ્ટમને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. આ સિવાય શરીરમાં ઊર્જાનું સ્તર જાળવી રાખવા માટે પણ તે અત્યંત જરૂરી છે. આ માટે ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે ડેરી પ્રોડક્ટ, સોયા પ્રોડક્ટ, નટ્સ અને દાળોનું વધુ સેવન શરૂ કરવું જોઈએ. વિવિધ તબીબી અભ્યોના તારણ અનુસાર પ્રી-મેનોપોઝ દરમિયાન મહિલાના શરીરમાં અનેક હોર્મોનલ પરિવર્તન આવે છે, જે એક યા બીજા પ્રકારે શરીર પર અસર કરતા હોય છે.
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ... એઈમ્સ તરીકે જાણીતી આ સંસ્થાની સ્થાપના કોણે કરેલી એ જાણો છો ?
હજી પચાસે પહોંચવામાંય વર્ષો ખૂટે છે એવા વડતાલના સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત વલ્લભદાસ સ્વામી મહાવિદ્વાન, સૂઝવંતા અને વહીવટ નિપુણ છે. સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી તેઓ બી.એ. અને વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી 2009માં ડોક્ટરેટની પદવી પામ્યા છે. આચાર અને જ્ઞાનનો સુપરે સમન્વય ધરાવતા સંતસ્વામીના ગુરુ ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી છે.
આપણે અવારનવાર મેદસ્વિતા અને સ્થૂળ એટલે કે શરીરનું વજન વધારે હોવાની સમસ્યા અને તેના લીધે થતી બીમારીઓની ચર્ચા કરીએ છીએ અને તેનાં મુખ્ય કારણોમાંનું એક જંકફુડ છે એ પણ જાણીએ છીએ. આમ છતાં પણ બહુ ઓછા વાલીઓને સાત્વિક આહાર બનાવવાની જાણકારી કે સમય છે. બાળકો પણ તેનાં નાસ્તામાં મીઠી વાનગીઓ અને ખાંડવાળા પીણાઓનો વપરાશ કરે છે.
‘ઈતિહાસની ભાષા સ્મરણની હોય, એ જ ભવ્ય અને દિવ્ય ઈતિહાસ ભક્તિપૂર્વક રજુ થાય ત્યારે એની ભાષા સમર્પણની હોય. અહીં સુર – શબ્દની આવી જ ભક્તિ પ્રસ્તુત થઈ રહી છે.’ પાલિતાણાના મેવાડ ભવન – ચેન્નાઈ ભવનમાં હમણાં યોજાયેલા એક ભક્તિસંગીતના કાર્યક્રમમાં પૂ.આ.શ્રી વિરાગચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે આ વાત કહી હતી.
તમે મહિલા સેલેબ્રિટીઝ અને વિશેષતઃ અભિનેત્રીઓ પર ધ્યાન આપ્યું હશે તો તેમની અતિશય કિંમતી બેગ્સ અવશ્ય નજરમાં આવી હશે. વિશ્વમાં હર્મેસ બિર્કિન બ્રાન્ડની બેગ્સ અતિશય કિંમતી ગણાય છે. બિર્કિન ખરેખર અભિનેત્રી અને ગાયિકા હતી જેનું નામ પરદો છોડ્યા પછી 1984માં બેગ્સની બ્રાન્ડ સાથે વણાઈ ગયું હતું.
ફરી વાર યુસીસી અર્થાત કોમન સિવિલ કોડની ઇધર ઉધરની ચર્ચા ચાલી છે. પોતાને સાર્વજનિક જીવનના મસીહા માનનારાઓનો શોર ચાલ્યો છે તો બીજી તરફ સમજદાર વર્ગે પણ સૂચનો કર્યા છે. ખરી વાત એ છે કે આપણો દેશ વિવિધ ભાષા, આસ્થા, સંપ્રદાય અને વર્ગમાં વહેંચાયેલો છે એટ્લે વિવિધતા તો રહેવાની. એટ્લે તો આ સંસ્કૃતિ વિવિધાતામાં એકતાની વિશેષતા ધરાવે છે. આવી ઉદાર લોકશાહીનો ગેરલાભ કેટલાક ગઠિયાઓ પણ ઉઠાવી જાય અને તેને જાતભાતના લેબલ લગાવી ડેટા હોય છે. જેમ કે વિચારોની સ્વતંત્રતા, આસ્થા ઉપાસનાની સ્વતંત્રતા, માનવધિકારની સુરક્ષા વગેરે. હવે આ તો અસ્તિત્વમાં છે જ. પણ કથિત “લિબરલ્સ”ને ઉહાપોહ વિના જમવાનું પચતું નથી તેનું શું?
