બુલબુલ-એ-પરિસ્તાન.... ૧૯૨૬માં બનેલી આ ફિલ્મ એના નામ પ્રમાણે પરિસ્તાનની સહેલગાહે લઈ જાય છે. ઉપરાંત ફિલ્મ મૂંગી હતી, શ્વેત-શ્યામ હતી અને ઝુબેદા, સુલતાના, પૂતળી, મેડમ ટોસ્કા, મદનરાય વકીલ અને આઠવલે ફિલ્મના કલાકારો હતાં.... આ વિગતોમાં કશું અસાધારણ ન જણાય, પરંતુ આ ફિલ્મની વિશેષતા એ હતી કે એનું દિગ્દર્શન એક મહિલાએ કર્યું હતું !
વિવિધા
Block: Site: Subtree Block
અખબાર ખોલો, ટેલિવિઝન શરૂ કરો કે મોબાઈલમાં સોશિયલ મીડિયાના ડિજિટલ ન્યૂઝ જુઓ, ક્યાંક ને ક્યાંક માર્ગ અકસ્માતના સમાચારો વાંચવા મળે અને એક ભયાનક દ્રશ્ય નજર સામે આવી જાય. માર્ગ અકસ્માતો સતત વધતા રહ્યા છે અને રોજ ક્યાંક ને ક્યાંક કોઈનું અકાળ મૃત્યુ થઈ રહ્યું છે. માત્ર આવા સમાચારો સાંભળીને, વાંચીને બેસી રહેવાથી નહીં ચાલે... શું થઈ શકે?
વડિલો સહિત સહુ વાચક મિત્રો, વિશ્વ પ્રવાસી અને અનુભવજન્ય જ્ઞાનના ભંડાર સમાન, ગુજરાતીઓના હરતાફરતા રાજદૂત જેવા પ્રા. ચંદ્રકાન્ત પટેલ હશે હવે આપણા સૌના આગામી અતિથિ.
સાઉદી અરેબિયાને દૂધ અને દહીં બંનેમાં પગ રાખવાની ફાવટ આવી ગઈ છે એટલેબીજા વર્ષ તરફ ઘસડાઈ રહેલાં યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવા મધ્યસ્થીની ભૂમિકા ભજવવા તેણે તૈયારી આદરી છે. સાઉદીએ અત્યાર સુધી ચીન, રશિયા અને અમેરિકાની સાથે સમતુલા જાળવી જ રાખી છે. ખરેખર તો રશિયાના યુક્રેન પર આક્રમણની તરફેણ કરી રહેલા સાઉથ અમેરિકન, આફ્રિકન અને સાઉથ-ઈસ્ટ એશિયન દેશોનું સમર્થન મેળવવાની આ યોજના છે જેથી મોસ્કો નબળું પડે અને યુક્રેનની શાંતિયોજના આગળ ધપાવી શકાય.
ગુજરાતની ઓળખ કઈ? નર્મદની કવિતા જય જય ગરવી ગુજરાતમાં એક શ્બ્દ આવે છે:”પ્રેમ શોર્ય અંકિત....” હા, અહી સ્નેહ છે, શૌર્ય છે, ખમીર છે, ખુમારી છે, સાહસ છે, સંવાદ છે અને સિદ્ધિ પણ છે. ઓગસ્ટના અમૃત ઉત્સવ પર્વે એવા સ્થાનો અને બલિદાનીઓ અને ઘટનાઓનું થોડુક સ્મરણ કરીશું? યાદ આવ્યા ને ઝવેરચંદ મેઘાણી?
ઈંગ્લેન્ડ (યુકેમાં) બ્યુટીફુલ બોર્નમથ આવીને જાણે કે પ્રકૃતિની ગોદમાં જ બેઠા છીએ એવો રોજેરોજ અનુભવ થાય છે. હિથ્રો (લંડન) એરપોર્ટથી બે કલાકમાં ગાડીથી અહીં પુલ અવાય. રસ્તામાં મોટાં મોટાં વિરાટ કહેવાય એવા વૃક્ષો ફૂલોની જેમ ખીલેલાં લાગે. અડાબીડ જંગલોમાં સાગ, સાલ, પાઈન, ફરના ઊંચા ઊંચા વૃક્ષોની વનરાજી પરથી આંખ હટતી નથી. અદભૂત સૌંદર્યવાળો આ વિસ્તાર છે.
આપણે અવારનવાર મેદસ્વિતા અને સ્થૂળ એટલે કે શરીરનું વજન વધારે હોવાની સમસ્યા અને તેના લીધે થતી બીમારીઓની ચર્ચા કરીએ છીએ અને તેનાં મુખ્ય કારણોમાંનું એક જંકફુડ છે એ પણ જાણીએ છીએ.
બુલબુલ-એ-પરિસ્તાન.... ૧૯૨૬માં બનેલી આ ફિલ્મ એના નામ પ્રમાણે પરિસ્તાનની સહેલગાહે લઈ જાય છે. ઉપરાંત ફિલ્મ મૂંગી હતી, શ્વેત-શ્યામ હતી અને ઝુબેદા, સુલતાના, પૂતળી, મેડમ ટોસ્કા, મદનરાય વકીલ અને આઠવલે ફિલ્મના કલાકારો હતાં.... આ વિગતોમાં કશું અસાધારણ ન જણાય, પરંતુ આ ફિલ્મની વિશેષતા એ હતી કે એનું દિગ્દર્શન એક મહિલાએ કર્યું હતું !
પ્રા. ચંદ્રકાન્ત પટેલ હવે આપણા આગામી અતિથિ બનશે. અનુભવોનો ઓઘ એમનામાં લહેરાય છે. ખેડૂત પિતા પુરુષોત્તમદાસ અને અક્ષરજ્ઞાનથી વંચિત મા હીરાબહેનના બે પુત્રોમાં મોટા ચંદ્રકાન્તભાઈ અને લઘુબંધુ રમણભાઈ.
‘આખીયે ફિલ્મ મ્યુઝિકલ ફિલ્મ હોય એવું જ લાગ્યું...’ બહેનપણીઓ સાથે ફિલ્મ જોઈને આવેલી દીકરી કહેતી હતી. એટલે પુછ્યું કે ગીતો કેવા લાગ્યા? તો કહે, ‘બધ્ધા જ જોરદાર..!’ વાત છે મલ્ટિસ્ટારર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની. કરણ જોહરની આ ફિલ્મ અમે પણ દોસ્તો સાથે રિલીઝના પહેલા જ દિવસે જોઈ હતી. એમ જ થયું કે લાંબા સમયથી કોઈ મૂવી જોઈ નથી તો જોઈ આવ્યા અને મૂવી જોઈને નિરાશ પણ ન થયા.
