ભારતના કોંગ્રેસી આગેવાનો આઝાદીનો ઉત્સવ ઊજવવામાં ચોવીસ કલાક મોડા પડ્યા હતા. આ વાત પહેલી નજરે ભલે માન્યામાં ન આવે, પરંતુ હકીકત છે. 14 ઓગસ્ટની મધરાતે મળેલી આઝાદી આપણે પંદરમી ઓગસ્ટે ઊજવીએ છીએ તે કાયદાના ધોરણે અને વાસ્તવિક હકીકત તરીકે સાચું નથી. બ્રિટિશ પાર્લામેન્ટે ભારત-પાકિસ્તાન આઝાદી કાયદો ઘડ્યો તેમાં 14 ઓગસ્ટથી આઝાદી આપી દેવાયાનું ઠરાવાયું છે ને પાકિસ્તાન પોતાનો આઝાદી દિવસ 14 ઓગસ્ટે જ ઊજવે છે.
વિવિધા
Block: Site: Subtree Block
ચા ઉકાળવા માટેની કિટલી અને જીમમાં કેટલબેલ વચ્ચેના તફાવતે ડોક્ટરની તથાકથિત બેદરકારી વિરુદ્ધ બોડીબ્લ્ડરના 580,000 પાઉન્ડના દાવાને નુકસાનમાં ફેરવી નાખ્યો હતો. સીન મરફીએ દાવો કર્યો હતો કે રગ્બી રમવા દરમિયાન થયેલી ઈજા માટે બાઈસેપ-બાવડાના સ્નાયુના ઓપરેશનના લીધે તેઓ બોડીબિલ્ડરનું કામ કરી શકતા નથી, રગ્બીની સ્પર્ધામાં ઉતરી શકતા નથી, અરે, વસ્ત્રો પણ બરાબર પહેરી શકતા નથી. આ ખેલાડીએ કોર્ટને જણાવ્યું હતું કે તેમના હાથની હાલત એટલી ખરાબ થઈ છે કે તેઓ કિચનમાં ખાલી કિટલી પણ ઊંચકી શકતા નથી.
વડીલો સહિત સૌ વાચકો, નમસ્કાર... પ્રા. ચંદ્રકાન્ત પટેલ હવે આપણા આગામી અતિથિ બનશે. અનુભવોનો ઓઘ એમનામાં લહેરાય છે. ખેડૂત પિતા પુરુષોત્તમદાસ અને અક્ષરજ્ઞાનથી વંચિત મા હીરાબહેનના બે પુત્રોમાં મોટા ચંદ્રકાન્તભાઈ અને લઘુબંધુ રમણભાઈ.
ભારતના કોંગ્રેસી આગેવાનો આઝાદીનો ઉત્સવ ઊજવવામાં ચોવીસ કલાક મોડા પડ્યા હતા. આ વાત પહેલી નજરે ભલે માન્યામાં ન આવે, પરંતુ હકીકત છે. 14 ઓગસ્ટની મધરાતે મળેલી આઝાદી આપણે પંદરમી ઓગસ્ટે ઊજવીએ છીએ તે કાયદાના ધોરણે અને વાસ્તવિક હકીકત તરીકે સાચું નથી. બ્રિટિશ પાર્લામેન્ટે ભારત-પાકિસ્તાન આઝાદી કાયદો ઘડ્યો તેમાં 14 ઓગસ્ટથી આઝાદી આપી દેવાયાનું ઠરાવાયું છે ને પાકિસ્તાન પોતાનો આઝાદી દિવસ 14 ઓગસ્ટે જ ઊજવે છે.
દરેક ધર્મની જેમ પારસીઓમાં પણ વિવિધ તહેવારો આવતા હોય છે, જેમાંથી એક છે પતેતી. આ પતેતી (આ વર્ષે 16 ઓગસ્ટ) એટલે પશ્ચાત્તાપ કરવો. ધર્મગ્રંથ અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસ જૈનોના પ્રતિક્રમણ જેવો જ હોય છે એટલે કે આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાત્તાપ કરીને શુદ્ધ થવાનું હોય છે. પારસી કોમમાં પતેતીનો તહેવાર દિવાળીની જેમ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. તેના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોજ કહેવાય છે.
‘હું શિક્ષક હતો એમ નહીં કહું, આજે પણ શિક્ષક જ છું, શિક્ષક ક્યારેય ટાયર્ડ કે રિટાયર્ડ નથી થતો...’ રામકથામાં આવું ઘણી વાર કહેનાર પૂજ્ય મોરારિબાપુ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગોસ્વામી તુલસીદાસજીના શ્રી રામચરિત માનસનું ગાન કરી રહ્યા છે. ‘શિક્ષકને ઋષિપદ મળ્યું છે, જે રિસર્ચ કરે, રિસિવ કરે એ ઋષિ.’ આ વિધાન આપનાર મોરારિબાપુએ કેમ્બ્રિજની કથા જેનું નામાભિધાન ‘માનસ વિશ્વવિદ્યાલય’ કરાયું છે.
ભગવાન શિવને આપણે જગતપિતાના નામથી બોલાવીએ છીએ. તેમને સર્વવ્યાપી તથા લોકકલ્યાણનું પ્રતીક માનવામાં આવે છે જે પૂર્ણ બ્રહ્મ છે. ધર્મશાસ્ત્રોના જ્ઞાતાઓ એવું માને છે કે શિવ શબ્દની ઉત્પત્તિ જોતાં તેનો એક અર્થ થાય છે બધાને પ્રેમ કરનાર અને જેને બધાં જ પ્રેમ કરે છે. શિવ શબ્દનું ધ્યાનમાત્ર પણ સૌને અખંડ આનંદ, પરમ મંગળ, પરમ કલ્યાણ આપે છે.
વેલ્સના ભાષાપ્રેમી નિવૃત્ત શિક્ષક ટોની શિયાવોનેએ ત્રણ વર્ષ અગાઉ આદરેલા કાનૂનીયુદ્ધમાં વિજય મેળવી જાણે ઈતિહાસ રચી દીધો છે.શિયાવોનેને કાર પાર્કના ઉપયોગ બદલ 60 પાઉન્ડનો દંડ કરાયો હતો જે ચૂકવવા ઈનકાર કરી તેમણે કહ્યું હતું કે પાર્કિગ ટિકિટની ભાષા ઈંગ્લિશ છે. તેમણે તમામ પત્રવ્યવહાર વેલ્શ ભાષામાં કરાય નહિ ત્યાં સુધી દંડ નહિ ચૂકવવાની જિદ પકડી હતી. પાર્કિંગ કંપનીએ કોર્ટમાં કેસ કર્યો ત્યારે કાનૂની પ્રતિનિધિની ગેરહાજરી દર્શાવી સિવિલ કોર્ટે કેસ કાઢી નાખ્યો હતો. અપીલ કોર્ટમાં ડેપ્યુટી ડ્સ્ટ્રિક્ટ જજે કંપનીએ અપીલ કરવામાં ભારે વિલંબ કર્યો હોવાનું જણાવી શિયાવોનેની તરફેણમાં ચુકાદો આપી કહ્યું હતું કે કંપનીએ વેલ્શ ભાષા બોલનારાઓના અધિકારોનું અપમાન કર્યું છે. તેમણે શિયાવોનેનો ટ્રાવેલ ખર્ચ ચૂકવી આપવા કંપનીને આદેશ કર્યો હતો જે તેણે કેન્સર રિસર્ચ વેલ્સ ચેરિટીને દાનમાં આપ્યો હતો. કંપનીએ ઈંગ્લિશમાંથી વેલ્શ ભાષામાં અનુવાદ કરી મોકલ્યો હોત તો પણ તેના કાઉન્સેલના ટ્રાવેલિંગ ખર્ચ કરતાં ઓછો ખર્ચ થયો હોત.
બુલબુલ-એ-પરિસ્તાન.... ૧૯૨૬માં બનેલી આ ફિલ્મ એના નામ પ્રમાણે પરિસ્તાનની સહેલગાહે લઈ જાય છે. ઉપરાંત ફિલ્મ મૂંગી હતી, શ્વેત-શ્યામ હતી અને ઝુબેદા, સુલતાના, પૂતળી, મેડમ ટોસ્કા, મદનરાય વકીલ અને આઠવલે ફિલ્મના કલાકારો હતાં.... આ વિગતોમાં કશું અસાધારણ ન જણાય, પરંતુ આ ફિલ્મની વિશેષતા એ હતી કે એનું દિગ્દર્શન એક મહિલાએ કર્યું હતું !
સ્વતંત્રતા સેનાની સરૂપકુમારીનું નામ સાંભળ્યું છે? આ સવાલનો જવાબ મુખ્યત્વે નકારમાં જ મળશે. પરંતુ આ પ્રશ્નમાં સ્વરૂપકુમારીને સ્થાને વિજયલક્ષ્મી પંડિત નામ મૂકી દેવામાં આવે તો તરત જ એમની ઓળખાણ પડશે. આપણે એમને વિજયાલક્ષ્મી પંડિત તરીકે ઓળખીએ છીએ, પણ એમનાં લેખિકા દીકરી નયનતારા સહેગલે માતાના નામનું ઉચ્ચારણ વિજયલક્ષ્મી પંડિત તરીકે કર્યું છે.
