વિવિધા

No

Block: Site: Subtree Block

    ભગવાન શ્રીકૃષ્ણઃ એક પરમ તત્ત્

    હિન્દુ પૌરાણિક ગ્રંથો મહાભારત, ભાગવત, હરિવંશ અને વિષ્ણુપુરાણમાં શ્રીકૃષ્ણ કથા કેન્દ્રસ્થાને છે. શ્રીકૃષ્ણ એ વિષ્ણુનો આઠમો અવતાર છે, પરંતુ એકેશ્વરવાદમાં માનનારા માટે તે જ એક પરમ તત્ત્વ છે. ભાગવત પુરાણનો ચોથો ભાગ માત્ર ને માત્ર કૃષ્ણકથા, કૃષ્ણદર્શન અને કૃષ્ણ તત્ત્વ-જ્ઞાનને સમર્પિત છે. વિષ્ણુ સહસ્ત્રનામ પાઠમાં કૃષ્ણ નામ 57મા સ્થાને આવે છે.

    આપણી આંતરિક સમૃદ્ધિમાં ઉમેરો

    ‘મામા, આ વખતે ક્યાં ફરવા જવું છે?’ બેંગલુરુથી ભાણેજ અદિતીએ ફોનમાં પૂછ્યું અને મેં સહજભાવે કહ્યું કે, ‘બેટા, તને જ્યાં મન થાય એવા સ્થળોનો પ્રવાસ ગોઠવ... આપણે તો બસ પ્રકૃતિના ખોળે આનંદ કરવો છે.’ અને સાચ્ચે જ અમે પરિવાર સાથે કર્ણાટકના કેટલાક મનોહારી અને નયનરમ્ય સ્થળોના પ્રવાસે જઈ આવ્યા.

    બ્રિટનનો રાજધર્મ ખ્રિસ્તી છે

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટનમાં હાલ અખબારોમાં તેમજ અન્ય માધ્યમોમાં એક મુદ્દો ચર્ચાના ચોતરે ચઢ્યો છેઃ દેશની કુલ વસ્તીમાં હવે ખ્રિસ્તીઓની બહુમતી રહી નથી ત્યારે બ્રિટનને ખ્રિસ્તી દેશ કહેવો કે નહીં? વિષય નાજુક છે, પરંતુ વાસ્તવિક્તા પણ આ જ છે. છેલ્લા 100 વર્ષથી બ્રિટનને ખ્રિસ્તીધર્મી દેશ ગણાવાતો રહ્યો હોવા છતાં આ દેશમાં અન્ય ધર્મોને પણ પોતાની રીતે માનભેર જીવવાનો અધિકાર પ્રાપ્ત થતો રહ્યો છે. 

    આઝાદીનો અમૃત મહોત્સવ અને ગુજર

    માનનીય શ્રી ચંદ્રકાંતભાઈ, ગોલ્ડન જ્યુબિલી ઉજવી રહેલા આપના કાર્યાલય અને તેની સાથે સંકળાયેલા તમામ સાથીદારોને મારા ખૂબ જ અભિનંદન. ભાઈશ્રી આપનું નામ જ આપના કાર્યને સાર્થક કરે છે એમ કહું તો તેમાં અતિશ્યોકિત નથી. ચંદ્રની શીતળતા અને સૂર્યની કાંતિ સાથે પ્રસરતી પુષ્પની ફોરમે આપના સકળ કાર્યને સિદ્ધ કરી દીધા છે.

    પહેલાં ભીંતચિત્ર, પછી શબ્દચિત

    ગુજરાતમાં આજકાલ સાંપ્રદાયિક ખેંચતાણના વરવાં દ્રશ્યો દેખાતા રહ્યા છે. એકતા અને સદ્દભાવનાના આગ્રહી વર્ગને તેનાથી આઘાત લાગ્યો. હિન્દુ સમાજ સરવાળે સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે, હિન્દુ વિચાર પોતે જ સનાતનની પ્રાણ પ્રતિષ્ઠા કરે છે, અને તેને માટે છેક વેદકાલીન અને પછી આદિ શંકરચાર્યથી સ્વામિ વિવેકનંદ સુધીના ફિલસૂફો, નાનક, મીરા, તિરુવલ્લર, એકનાથ, જ્ઞાનેશ્વર, વલ્લભાચાર્ય, તુલસીદાસ સહિતના અનેકો સાધુ સંતોએ પ્રદાન કર્યું. 

     અવનવા સમાચાર

    લંડન સામાન્ય લોકો માટે સહેલાણીઓના સ્વર્ગ તરીકે ભલે જાણીતું હોય પરંતુ, ધનવાનો માટે તે ડાઈવોર્સ કેપિટલ તરીકે પ્રખ્યાત છે. લંડનના ધારાશાસ્ત્રીઓની ફોજ આવા ધનવાનોના કેસીસ શોધતા જ ફરે છે. તાજેતરમાં દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશિદ અલ-મકતોમના ડાઈવોર્સ કેસમાં લંડનની કોર્ટે તેની પૂર્વ પત્ની પ્રિન્સેસ હાયા બિન્ત અલ-હૂસૈનને વિક્રમજનક 554 મિલિન પાઉન્ડ ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આથી જ હવે કહેવાતું થયુ છે કે ડાઈવોર્સ મેળવવા લંડનની કોર્ટમા જાઓ અને ધણી પાસેથી ધનનાં ઢગલા મેળવો.

    ભવસાગરથી તારે તે તીર્થ...

    ‘તારે તે તીર્થ’ આપણે ત્યાં આ વાક્ય જાણીતું છે. તારેનો અર્થ છે ભવસાગરથી તારે. તીર્થ એટલે પવિત્ર સ્થળ. તીર્થ એટલે ધાર્મિક અને આધ્યાત્મિક રીતે મહત્ત્વનું સ્થળ. તીર્થમાં જવા માટે તીર્થાટન શબ્દ પણ ઉપયોગમાં લેવાય છે. ‘તીર્યતે સંસાર સાગરો, યે ના સૌ તીર્થ.’ અર્થાત્ જેના દ્વારા સંસારરૂપી મહાસમુદ્ર તરીકે શકાય તે તીર્થ.

    ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે......

    વિઘ્નહર્તા ગણપતિનો પ્રાદુર્ભાવ ભાદ્રપદ શુકલ ચતુર્થીએ થયો. એ તો ગણોના અધિપતિ છે, તેથી જ આવા રાષ્ટ્રનાયકનો પ્રાગટ્યદિન ઠાઠમાઠથી ઊજવાય છે. લોકમાન્ય ટિળકે ગણેશજીને ‘રાષ્ટ્રીયદેવતા’ રૂપે વધાવીને ‘ગણેશોત્સવ’ પ્રવર્તીત કર્યો, અને આજે વિશ્વમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં આ પર્વ રંગેચંગે મનાવાય છે. આવો, આ મંગલ પ્રસંગે ગણેશ મહાત્મય વિશે જાણીએ...

    અવનવા સમાચાર

    માનવી માટે અગ્નિ અને અનાજની વાવણી પછી કદાચ સૌથી મોટી શોધ પગરખાં જ હશે. આખા વિશ્વમાં કરોડો લોકો જાણી-અજાણી સંખ્યાબંધ બ્રાન્ડ્સના પગરખાં પહેરતા હશે પરંતુ, તમને કદી વિચાર આવ્યો છે કે તમારા પગને રક્ષણ આપવા મૂળ તો મોચી કહેવાતા કસબીઓ કેટલી મહેનત કરતા હશે. લંડનની સેન્ટ જેમ્સ સ્ટ્રીટમાં 1849થી આવેલી લક્ઝરી બ્રિટિશ બ્રાન્ડ જ્હોન લોબનો ઈતિહાસ લગભગ બે સદી જૂનો એટલે કે ક્વીન વિક્ટોરિયાના સમયનો છે. 

    સ્મરણયાત્રાઃ પ્રેમ સાથે આરંભ

    તુમ ક્યા જાનો તુમ્હારી યાદ મેં હમ કિતના રોયે... લો આ ગઈ ઊનકી યાદ વો નહિ આયે... પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા... બહાર વરસાદી વાદળો વરસી રહ્યા છે અને હૃદયમાં સ્મરણોનાં વાદળો વરસી રહ્યા છે. યાદ, સ્મૃતિ, સ્મરણ... વીતેલી ઘટનાનું વીતેલા સમયનું, આજે સાથે હોય અથવા ન હોય એવા પ્રિયજન સાથે વીતાવેલી સમયની સ્મૃતિ... ક્ષણોની સ્મૃતિ... સ્મરણ એટલે એક એવી અનુભૂતિ જેમાં પૂર્વમાં જોયેલી વસ્તુ, વ્યક્તિ - ઘટનાની યાદ તાજી થાય. સ્મરણ એટલે આજે વર્તમાનમાં કંઈક જોઈએ અને વીતેલા સમયનું એવું જ કશુંક યાદ આવી જાય.