વિવિધા

No

Block: Site: Subtree Block

    અવનવા સમાચાર

    વાંકગુના વિના સજા ભોગવવી પડે તેની હવે નવાઈ રહી નથી. ખરેખર તો આ ન્યાયની કસુવાવડ જ કહેવાય! બ્રિટનમાં એન્ડ્રયુ માલકિન્સને બળાત્કાર કર્યો ન હોવાં છતાં તેને આ ગુના બદલ 17 વર્ષ જેલમાં વીતાવવા પડ્યા છે. હવે ક્રિમિનલ કેસીસ રિવ્યૂ કમિશન વોચડોગની ભૂમિકા પર પણ સવાલો ઉભા થયા છે અને તેની સામે સ્વતંત્ર તપાસ હાથ ધરાવાની છે. એન્ડ્રયુ માલકિન્સને તેના કેસની ફેરવિચારણા કરવા કમિશન સમક્ષ ત્રણ વાર અરજી કરવાની ફરજ પડાઈ હતી. આ પછી તેનો કેસ કોર્ટ ઓફ અપીલ સમક્ષ મોકલાયો હતો. એક મહિલા પર જાતિય હુમલો કરવા બદલ 2003માં માલકિન્સનને દોષી ઠરાવી સજા કરાઈ હતી પરંતુ, અન્ય કોઈના DNA મળવાના પુરાવાથી તે અપરાધી નહિ હોવાના તેના દાવાને બળ મળવાથી તેની સજા રદ કરાઈ હતી. તેને સજા કરાયાના ચાર વર્ષ પછી તેના ગુના સંદર્ભે શંકા ઉભી થઈ હતી. માલકિન્સને તેના કિસ્સામાં સંકળાયેલી તમામ સરકારી એજન્સીઓની ભૂમિકા વિશે તપાસની માગણી કરી છે. હવે માલકિન્સને ગુમાવેલા 17 વર્ષ તો પાછા મળવાના નથી પરંતુ, અન્ય કોઈને આવો અન્યાય ન થાય તે આવશ્યક છે.

    ‘સમાજસેવા નિઃસ્વાર્થભાવે થાય...

    1960ના દાયકામાં સબ-કોન્ટિનન્ટમાંથી જે લોકો આ દેશમાં આવ્યા તેઓ તેમની સાથે મજબૂત વર્ક એથિક્સ, સેન્સ સમુદાયની ભાવના અને મૂલ્યો લઇને આવ્યા હતા. તેમણે દિનપ્રતિદિન આર્થિક અને સામાજિક પ્રગતિ હાંસલ કરવાનું શરૂ કર્યું. તેઓ ક્યારેય આ દેશ પર બોજરૂપ નહોતા બન્યા. તેઓ હંમેશા એકબીજાને મદદરૂપ બનવા તત્પર રહેતા અને આકરી મહેનત કરીને નવી જનરેશનની પ્રગતિ માટે પણ ખુબ જ પ્રયત્નશીલ જોવા મળતા હતા. આવા ઇમિગ્રન્ટ્સની વાત કરીએ ત્યારે આપણા - ભારતીય સમુદાયના અગ્રણી કનુભાઈ રાવજીભાઇ પટેલનો ઉલ્લેખ કરવો જ રહ્યો. તેમના વગર આપણા સમુદાયની વાત અધૂરી જ રહે.

    ‘પાંઉભાજી’ અજબની મારી વાનગી...

    બે વર્ષના વાયરા, કોરોનામાં વહી ગયા. અધૂરામાં પુરું ઓમિક્રોનભાઈ આવ્યા. બધાંનાં જ મગજની મતી ફેરવી નાંખી. પછી થોડી છૂટછાટ થઈ. લોકો રજાઓ માણવા ગયા. પર્યટનો પર ગયા. સગાંસંબંધીના લગ્નોમાં જતા થયા. પછી તો સૂર્યદેવતાએ ખૂબ જ સુંદર અજવાળું ને ગરમી પથરાવી એટલે ઇન્દ્રદેવતા અને પવનદેવતાએ ભેગા મળી ધોધમાર વરસાદ ને પવનના ઝાપટાંઓને તેડાવ્યા. વાતાવરણ એટલું ઠંડું થઈ ગયું કે, બહાર ચાલવા જઉં તો પવન મને ઉડાવે ને વરસાદ ભીંજવી નાંખે.

    આદિદેવ મહાકાલનું સ્વરૂપ અને ત

    ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે. આપણી સાંસ્કૃતિક માન્યતા અનુસાર 33 કરોડ દેવી-દેવતાઓમાં ‘શિરોમણિ’ દેવ શિવજી જ છે. સૃષ્ટિના ત્રણે લોકમાં ભગવાન શિવ એક અલગ, અલૌકિક શક્તિ આપનારા દેવ છે. શિવજીનાં અનેક નામ છે તેમને કોઈ પણ નામથી ભજો તે પ્રસન્ન જરૂર થશે. પુરાણોમાં ભોળાનાથનાં 108 નામોનો ઉલ્લેખ જોવા મળે છે. મહાદેવ, ભોળાનાથ, નીલકંઠ, શંકર, ગંગાધર, આદિદેવ, મહાદેવ, નટરાજ, ત્રિનેત્ર, પશુપતિનાથ, જગદીશ, જટાશંકર, વિશ્વેશ્વર, હર, શિવશંભુ, ભૂતનાથ અને રુદ્ર વધારે જાણીતાં છે. પવિત્ર શ્રાવણ પર્વે આવો આપણે, દેવાધિદેવ મહાકાલના સ્વરૂપ અને તંત્રશાસ્ત્ર વિશે જાણકારી મેળવીએ.

    રાણી લક્ષ્મીબાઈના પવાડા રચના

    બુન્દેલે હરબોલોં કે મુંહ હમને સુની કહાની થી
    ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસીવાલી રાની થી
    અંગ્રેજો વિરુદ્ધ લડીને શહીદી વહોરનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના પરાક્રમ અને સાહસનું વર્ણન કરતું અને એને ઘેર ઘેર ગુંજતું કરનાર આ વીરકાવ્ય કોણે રચ્યું છે, એ જાણો છો ?

    રક્ષાબંધનઃ યે બંધન તો પ્યાર કા...

    અન્ય ભારતીય પર્વ-ઉત્સવોની માફક રક્ષાબંધન (આ વર્ષે 30 ઓગસ્ટ)ની કોઈ શાસ્ત્રીય વિગતો કે એના ઉદ્ભવની ચોક્કસ કાળગણના નથી મળતી, પણ એની સાથે ઘણી પૌરાણિક દંતકથાઓ જોડાયેલી છે તે હકીકત છે.

    માતૃભાષા માણસને ધરતી સાથે જોડ

    ‘ભાષા ભલે જુદી જુદી છે, પરંતુ એનો ભાવ તો સમાન જ છે!’ એક વક્તાએ આ સંદર્ભની વાત કરી. ‘બહોત કમ લોગોં કે પાસ ઐસા સહજ ઔર શુદ્ધ અભિવ્યક્તિ કા ભાષા વૈભવ હોતા હૈ...’ એક શ્રોતાએ કોઈને કહ્યું. ‘આપણી આસપાસના વાતાવરણથી જ આપણે માતૃભાષા શીખતા હોઈએ છીએ.’ એક વ્યક્તિએ કહ્યું, વાત ભાષાની, ભાષાની અભિવ્યક્તિની, માતૃભાષાની, માતૃભાષાના વૈભવની થતી હોય ત્યારે આવા વાક્યો વાતારણમાં ગુંજ્યા કરે છે. બોલી બાર ગાઉએ ભલે બદલાતી હોય, પરંતુ ભાષા વૈભવ તો બોલનારના સ્વરમાં જ પરખાઈ જ જાય. એથી જ આપણે કોઈની બોલી સાંભળીને એમના વતન વિશે સામાન્ય અનુમાન લગાવી શકીએ છીએ.

    અવનવા સમાચાર

    કોઈ પણ દેશના ટુરિસ્ટ વિદેશમાં પોતાના દેશના પ્રતિનિધિ સમાન હોય છે. તેઓ દેશની શાન વધારે છે તો ઘણી વખત છબી બગાડે પણ છે. આલ્બેનિયાના પ્રવાસે ગયેલા ઈટાલીના ચાર પર્યટકોના જૂથે રેસ્ટોરાંમાં જમ્યા પછી 80 યુરો (68 પાઉન્ડ) બિલ નહિ ચૂકવીને પોતાના દેશની આબરુના ધજાગરા કર્યા હોવાની ઘટના બહાર આવી છે. આલ્બેનિયાના ઐતિહાસિક નગર બેરાતની આ ઘટના ક્યારે થઈ છે જે સ્પષ્ટ નથી પરંતુ, ત્યાંની રેસ્ટોરાંએ સોશિયલ મીડિયામાં આ ઘટનાને ચગાવી હતી. આનો પ્રભાવ બંને દેશમાં એટલો પડ્યો કે આલ્બેનિયાના પ્રાઈમ મિનિસ્ટર એડી રામાએ આલ્બેનિયાની મુલાકાતે આવેલાં ઈટાલીના વડા પ્રધાન જીઓર્જીઆ મેલોની સમક્ષ આ મુદ્દો ઉખેળ્યો હતો. વડા પ્રધાન મેલોનીએ દેશની આબરુ બચાવવા તત્કાળ ઈટાલીની એમ્બેસીને આ બિલ ચૂકવવા ફરમાન કર્યું હતું.

    આક્રમક ઇન્ટરવ્યૂની ખુદ્દાર પ

    ભારાડી. ખુદ્દાર.તેજસ્વી. બે-બાક....આવા ઘણા શબ્દોનો સરવાળો કરીને પત્રકારત્વ અપનાવનારાઓમાં એક નામ સૌથી આગળ આવે, તે ઓરિયાના ફેલાસીનું. જન્મી હતી ફ્લોરેન્સમાં, 1929ની 29 જૂને. મૃત્યુ પણ તે જ નગર ફ્લોરેન્સમાં. એક લેખમાં લખ્યું હતું ઓરિયાનાએ, દુનિયાના દેશોમાં અજબગજબ રીતે ઘૂમી છું, પણ રાત પડ્યે મને મારી ફ્લોરેન્સની શેરી યાદ આવે છે.

    નમસ્તે શ્રી સી.બી., ઘણી વખત મારે તમારા અંગે કંઈ કહેવું હોય છે કે લખવું હોય છે, પણ કોઇને લાગે કે તમો મારા સ્નેહી મિત્ર છો એટલે વખાણ કરી રહ્યો છું, આથી અત્યાર સુધી લખવાનું ટાળી રહ્યો હતો.