વિવિધા

No

Block: Site: Subtree Block

    અવનવા સમાચાર

    નવા સેન્સસ અનુસાર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હજારો ‘સદીવીર’ સારું આરોગ્યમય જીવન વીતાવી રહ્યા છે. 2021ના સેન્સસ મુજબ 13,924 લોકો (11,288 સ્ત્રી અને 2,636પુરુષ) 100 અથવા તેથી વધુ વર્ષની વય ધરાવે છે અને તેમાંથી લગભગ25 ટકાએ મની તંદુરસ્તી સારી હોવાનું જણાવ્યું હતું. જોકે, સ્ત્રીઓની સરખામણીએ શતક પાર કરનારા પુરુષોની સંખ્યા ઓછી છે પરંતુ, જેમણે આ માઈલસ્ટોન પાર કર્યો છે તેઓ સ્ત્રીઓની સરખામણીએ કોઈ ડિસેબિલિટી ધરાવતા નથી. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના જણાવ્યા અનુસાર ગત સદી દરમિયાન શતકવીરોની સંખ્યામાં અભૂતપૂર્વ 127 ગણો ઉછાળો આવ્યો છે. 100થી વધુ વર્ષ પાર કરનારા વયોવૃદ્ધોની સંખ્યા વધી રહી છે ત્યારે સરકારે તેમના માટે વધુ સારી સ્ટ્રેટેજી ઘડવી જોઈએ તેવી માગણી અને લાગણી પણ વધી છે.

    વાત એકલી નવી ઈમારતની નથી, તેના આત્માની પણ છે. નવું સંસદ ભવન તેના નવાં સત્રથી કામ કરતું થઈ ગયું. તેમાં શરૂઆતમાં લેવાયેલા નિર્ણયો ઐતિહાસિક અને નિર્ણાયક છે. મૂળ પ્રશ્ન એ છે કે ભારતીય પ્રજાની પીડા અને ખેવનાનું પ્રતિનિધિત્વ કરતું આ સંસદ ભવન બધી રીતે નુતન મિજાજ બતાવશે?

    આસ્થા - શ્રદ્ધાનું પ્રતીક અંબા...

    બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે મા અંબા ભવાનીનો મેળો યોજાય છે. અંબાજીમાં દર પૂનમે મેળા જેવું વાતાવરણ હોય છે. દર પૂનમે માનવમેદની મા અંબાનાં દર્શને અહીં પધારે છે. ખાસ કરીને કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાની પૂર્ણિમાએ અહીં મોટો મેળો યોજાય છે. જેમાં ભાદરવી પૂનમનો મેળો ખૂબ મહત્ત્વ ધરાવે છે.

    પ્રથમ આધુનિક મહિલા ચિત્રકાર :

    રાજા રવિ વર્માનું નામ સાંભળ્યું જ હશે ! રાજા રવિ વર્મા પ્રથમ આધુનિક ચિત્રકાર અને આધુનિક ચિત્રકળાના પિતામહ ગણાય છે, પણ પ્રથમ આધુનિક મહિલા ચિત્રકારનું નામ જાણો છો? એનું નામ સુનયની દેવી...ભારતની પ્રથમ આધુનિક મહિલા ચિત્રકાર.

    સુખની ચાવીઃ પ્રકૃતિના ખોળે વિ

    કોઇ પણ રાષ્ટ્રની પ્રગતિ સમાજ, સરકાર અને બજાર પર નિર્ભર હોય છે. આ ત્રણ મુદ્દા રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ નિશ્ચિત કરતા હોય છે. આ શબ્દો છે ભારતનાં સૌથી મોટા મહિલા દાનવીર રોહિણી નિલેકણીનાં. એડેલગિવ હુરુન ઇન્ડિયા 2022ના રિપોર્ટ પ્રમાણે, 120 કરોડ રૂપિયાના દાન સાથે 63 વર્ષીય રોહિણી છેલ્લાં ત્રણ વર્ષથી સૌથી મોટાં દાનવીર મહિલાં છે. 

    જીવન એક ઉત્સવ છે, જો આપણે તેને પ...

    ‘જીવન એક ઉત્સવ છે’ હમણાં કોઈ સંવાદમાં આ એક સીધુંસાદું વાક્ય કોઈ બોલ્યું. જન્મથી લઈને મૃત્યુ સુધીનો સમય એટલે જીવન. જીવન એટલે એક ઘટના જેમાં પ્રક્રિયાઓ, પ્રસંગો, અનુભવો વગેરે વગેરેની વિસ્તૃત શ્રૃંખલા અનુભવવા મળે. માતાના ગર્ભમાંથી બાળક બહાર આવે, પહેલો શ્વાસ લે ત્યારથી લઈને અંતિમ શ્વાસ વચ્ચેની ઘટના એટલે જીવન. આ જીવન એક ઉત્સવ છે. તો ઉત્સવ એટલે શું? ઉત્સવ એટલે તહેવાર – પર્વ – ઊજવણી - અવસર - શુભ પ્રસંગ. ઓશોએ કહ્યું છે કે ‘પ્રસંગ બહારથી આવે, આનંદ અંદરથી આવે.’ ઘણી વાર કાર્યક્રમોમાં હું કહું કે કેલેન્ડર આપણને ઉત્સવની, ખાસ દિવસની જાણ કરી શકે, આનંદ ના આપી શકે. આનંદ તો અંદરથી - માંહ્યલામાંથી જ આવે.

    ત્રીજા પડાવે ગુજરાતી કવિતાના

    હમણાં એક કવયિત્રીના ગુજરાતી અને હિન્દી કાવ્યસંગ્રહોના લોકાર્પણ સમયે એક સવાલ મનમાં ઉઠ્યો, તે બીજા ઘણાને પણ થયો હશે કે એકવીસમી સદીની ગુજરાતી કવયિત્રીઓનું કવિતા-જગત કેવું છે? તેમાથી કેટલાં દીર્ઘ સમય સુધી ઝળાંહળા રહેશે, ને કેટલી કલમો ધૂમકેતુની જેમ એક ઝબકાર દેખાડીને વિલીન થઈ જશે? કહેવું અઘરું છે. ગુજરાતી સાહિત્યના પંડિતો પણ મૂંઝવણમાં અનુભવે એવી ચર્ચાનો આ વિષય છે. સાક્ષર યુગમાં અને તે પછીના યુગમાં પણ સામાન્ય રીતે સામયિકો કવિતાને મંચ પૂરો પાડતાં એટ્લે તેમાં દેખાતી કવિતાઓનું મૂલ્યાંકન થતું. કોઈ નારીવાદી એવો ગુસ્સો કરી શકે કે કવયિત્રીઓ આંગળીના વેઢે ગણાય એટલી જ રહેતી.

    અધ્યાત્મ મહાપુરુષ મહાત્મા ગા

    ‘ભારતમાં બે મહાન વ્યક્તિઓ છે, એક તો રમણ મહર્ષિ જે આપણને શાંતિ આપે છે. બીજા મહાત્મા ગાંધી જે આપણને એક ક્ષણ માટે પણ નિરાંતે જંપવા દેતા નથી, પરંતુ બંનેનું લક્ષ્ય એક જ છે જેનું નામ છે ભારતમાં આધ્યાત્મિક પુનરુદ્ધાર.’ સરોજિની નાયડુના આ શબ્દો આજે આપણને આ બંને મહાપુરુષોની યાદ અપાવે છે. મહાત્મા ગાંધીજીની જન્મજયંતી પ્રસંગે તેમના આધ્યાત્મિક ગુણોને યાદ કરીને તેને આત્મસાત કરીએ એ જ તેમને સાચી હૃદયાંજલિ ગણાશે.

    અમદાવાદના ૭૯ વર્ષીય જ્યોત્સ્ના બાએ કમર, ખભા,

    અમદાવાદના ૭૯ વર્ષીય જ્યોત્સ્ના બા, કમર તેમજ કમરથી બંને પગમાં ઊતરતા દુખાવાથી પીડાતા હતા. 

    ‘અમારું કુટુંબ અત્યંત રૂઢિચુસ્ત હતું. કડક નિયંત્રણોવાળું. છોકરીઓને શાળાએ મોકલવાનો રિવાજ નહોતો. કન્યાને ભણાવવા પર પ્રતિબંધ હતો. એથી મને નિશાળે જવાનું નસીબ પ્રાપ્ત ન થયું. અમે કુલ આઠ ભાઈબહેન હતાં. અત્યંત સાધારણ જીવન હતું. ભાઈઓ તો અભ્યાસ કરતા, પણ અમારું તો બાર વર્ષની ઉંમરથી ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયેલું....’