વિવિધા

No

Block: Site: Subtree Block

    સલીલભાઇ સાથેનાં સ્મરણોનાં અજ

    ‘તમારા શબ્દો થકી તમે અમારી સાથે સદાય રહેશો...’ ‘ફિલમની ચિલમ કાયમ યાદ રહેશે...’ ‘તમે હળવાશ માટે શાલીનતા ન છોડી, કલાનું સન્માન સાચવ્યું...’ આ અને આવા વાક્યો જેમનું શરીર શાંત થયું પછી લખાયા એ વ્યક્તિત્વ એટલે એક નિવૃત્ત સરકારી અધિકારી, કોલમિસ્ટ, સિનેમાના અભ્યાસુ, સંશોધક, સર્વપ્રિય દોસ્ત એવા શ્રી સલીલ દલાલ.

    જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર  પ્

    ‘અમારું કુટુંબ અત્યંત રૂઢિચુસ્ત હતું. કડક નિયંત્રણોવાળું. છોકરીઓને શાળાએ મોકલવાનો રિવાજ નહોતો. કન્યાને ભણાવવા પર પ્રતિબંધ હતો. એથી મને નિશાળે જવાનું નસીબ પ્રાપ્ત ન થયું. અમે કુલ આઠ ભાઈબહેન હતાં. અત્યંત સાધારણ જીવન હતું. ભાઈઓ તો અભ્યાસ કરતા, પણ અમારું તો બાર વર્ષની ઉંમરથી ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયેલું....’

    ગોવિંદભાઇ ધોળકિયાઃ સેવા અને સ

    સનાતન ધર્મ, અધ્યાત્મ અને ભારતીય સાંસ્કૃતિક ચેતનાને સમગ્ર વિશ્વમાં પોતાના વિચારોથી, શબ્દોથી આંદોલિત કરનારા પૂજનીય સાધુ-સંતોના આ શબ્દો વ્યાપાર અને ઉદ્યોગજગતમાં સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ભારતનું ગૌરવ ગણાતા શ્રી ગોવિંદભાઈ ધોળકિયાની આત્મકથા ‘ડાયમંડ્સ આર ફોર એવર, સો આર મોરલ્સ’માં લખાયા છે.

    ગાંધીજયંતિ ઊજવણી...

    મહાત્મા ગાંધી ફાઉન્ડેશન, ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઈસ’ દ્વારા યુકેમાં ગાંધીજયંતિની ઊજવણી ઝૂમ પર કરાઇ હતી. પ્રારંભમાં માયાબહેન ‘વૈષ્ણવજન તો...’ તથા ‘દે દી હમે આઝાદી...’ ગીતો રજૂ કર્યા હતા. ઊજવણીમાં ‘ગુજરાત સમાચાર’ના બાહોશ તથા દીર્ઘદ્રષ્ટા તંત્રી સી. બી. પટેલ સાહેબે મહાત્મા ગાંધીના જીવનના 11 મહાવ્રતો યાદ કર્યા હતા. 

    અમદાવાદના 84 વર્ષીય રિટાયર્ડ ન

    અમદાવાદના 84 વર્ષીય રિટાયર્ડ નર્સ  ઉર્મિલાબેન મેક્વાન, છેલ્લાં 22 વર્ષથી કમરની ગાદીનાં નસ પરનાં દબાણથી બંને પગમાં ખાલી ઝણઝણાટી, ઘૂંટણના દુખાવા તેમજ બેલેન્સ ન રહેવું જેવી તકલીફથી પીડાતા હતા.

    વિજય અને વીરતાનું મહાપર્વ વિજ

    મા દુર્ગાની આરાધના અને સાધનાનું પર્વ છે નવરાત્રિ. આ પર્વની પૂર્ણાહુતિના અંતિમ ચરણમાં ઉજવાતું એક અન્ય પર્વ એટલે વીરતા અને વિજયનાં વધામણાંનું મહાપર્વ વિજયાદશમી. આ તહેવાર આસો સુદ દશમ (આ વર્ષે 24 ઓક્ટોબર)ના દિવસે ઊજવવામાં આવે છે, જે ‘દશેરા’ તરીકે પણ જાણીતું છે.

    પરમ તત્વની કૃપા હોય તો જ પ્રાપ

    સ્ટેજ પરના તમામ વક્તાઓએ બંનેની કલા સાધનાને બિરદાવી. બંનેની કારકિર્દીને આવરી લેતી એક સુંદર ડોક્યુમેન્ટરી રજુ થઈ અને દર્શકોએ વખાણી. એમનું સન્માન થયું ત્યારે સમગ્ર હોલ તાળીઓના નાદથી ગુંજી ઊઠ્યો અને એમની કલા સંસ્થાના 25 વર્ષની ઊજવણીનો અવસર યાદગાર બની રહ્યો.

    14મી ઓકટોબરે ભારત-પાકિસ્તાનના ક્રિકેટ મેચ કરતાં પણ મહત્વની ઘટના બની તે વિજાપુર પાસેના સમૌ ગામમાં અનામ, અજાણ વીર શહીદોના સ્મારકની સ્થાપના. માણસાના એક વયોવૃદ્ધ રહેવાસીએ હોંશભેર કહ્યું:”આપણો અમિત સમૌ આવ્યો અને વીર મગન ભૂખણને વંદન કરી ગયો!

    શું ચાંદ જોઈને તમને કોઈ ચહેરો

    ચાંદ કો ક્યા માલુમ, ચાહતા હૈ ઉસે કોઈ ચકોર, વો બેચારા દુર સે દેખે, કરે ના કોઈ શૌર.... ફિલ્મ ‘લાલ બંગલા’નું, ગુલશન બાવરા દ્વારા લિખિત, ઉષા ખન્નાએ સ્વરબદ્ધ કરેલું અને મુકેશે ગાયેલું આ ગીત રજૂ થયું અને શ્રોતાઓએ વન્સમોર કરાવ્યું. ગાયનના શબ્દ – સંગીત – સ્વરની અસર તો હતી જ પરંતુ જે ભાવનાત્મક શબ્દ એમાં છે એ ભાવના દરેકને સ્પર્શી ગઈ હતી. ગીતને વન્સમોરમાં રજૂ કરતાં પહેલાં કોમ્પેરે સરસ વાત કહી કે તમે તમારા જીવનમાં આવેલા આવા કોઈ ચાંદને યાદ કરી રહ્યા છો, એ ચાંદ જે સાથે નથી, સામે છે, ઊંચે આકાશમાં છે અને તમારા પર ચાંદની વરસાવી રહ્યો છે.

    ભારતની પ્રથમ મહિલા જાસૂસ : નીર

    નીરા નામનો એક અર્થ અમૃત થાય અને બીજો અર્થ શુદ્ધ જળ થાય. એ રીતે જોઈએ તો નીરા આર્ય ભારતની આઝાદીના સંઘર્ષમાં અમૃતજળ સાબિત થયેલી... આ નીરા આર્ય નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજની અને ભારતની પણ પહેલી મહિલા જાસૂસ હતી !