એમ કહેવાય છે કે ન્યાયની દેવી આંધળી હોય છે કારણકે તેની આંખો પર પાટા બંધાયેલા હોય છે. તે માત્ર પુરાવાઓ સાંભળીને જ ન્યાય તોળે છે અને મોટા ભાગે સાચો ન્યાય મળતો નથી. ન્યાયનો સિદ્ધાંત કહે છે કે સેંકડો અપરાધી ભલે છૂટી જાય પરંતુ, એક નિરપરાધને સજા થવી ન જોઈએ. જોકે, આ સિદ્ધાંત પુસ્તકોમાં જ પુરાયેલો રહે છે. ગ્રેટર માન્ચેસ્ટરના સાલ્ફોર્ડમાં 33 વર્ષીય માતા પર બળાત્કારના અપરાધમાં એન્ડ્રયુ માલ્કિન્સને ખોટી રીતે 17 વર્ષ જેલના સળિયા પાછળ ગાળ્યા પછી ગુના સાથે સંકળાયેલું DNA એનાલિસિસ અન્ય વ્યક્તિનું હોવાનું સાબિત થતા કોર્ટ ઓફ અપીલે તેને જુલાઈમાં મુક્ત કરી દીધો હતો. હવે બ્રિટિશરો પર જરા પણ વિશ્વાસ નહિ કરતા એન્ડ્રયુ કહે છે કે બ્રિટિશરેો સત્યનો સામનો કરી શકતા નથી. દેવાળિયા થઈ ગયેલા માલ્કિન્સન દક્ષિણ સ્પેનના સેવાઈલેમાં એક તંબુમાં રહે છે અને બેનિફિટ્સની રકમ પર જીવે છે અને ન્યાયની દેવીએ ખોટી રીતે તેમના 17 વર્ષ જેલના સળિયા પાછળ વેડફી નાખ્યાનો અફસોસ કરવા સાથે વળતરની રાહ જોઈ રહ્યા છે. સરકાર સ્વીકારે છે કે ન્યાયની કસુવાવડ થઈ છે પરંતુ, વળતર માટે હજુ બે કરતાં વધુ વર્ષની રાહ જોવી પડશે.
વિવિધા
Block: Site: Subtree Block
વર્ષમાં કુલ બાર પૂર્ણિમાઓ આવે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રમા પોતાના સંપૂર્ણ આકારમાં હોય છે. વિદ્વાનોના મતાનુસાર વર્ષની બધી જ પૂર્ણિમાઓમાં આસો માસની પૂર્ણિમા શ્રેષ્ઠ હોય છે. આ પૂર્ણિમા શરદ ઋતુમાં આવતી હોવાને કારણે તેને શરદપૂર્ણિમા (આ વર્ષે 28 ઓક્ટોબર) પણ કહે છે.
એક એવી આઈએએસ અધિકારી જેણે પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસીની પરીક્ષા ક્રેક કરેલી, એણે બે વડા પ્રધાન સાથે અને સાત મુખ્યમંત્રીઓ સાથે કામ કરેલું અને પોતાની ધગશ અને કાર્યનિષ્ઠાને પગલે એને દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માનથી પુરસ્કૃત પણ કરાયેલી....
‘લાલ પરી’ના હુલામણા નામે બોલાવાતી 73 વર્ષ પુરાણી બ્રિટિશ ક્લાસિક કાર ભારતના અમદાવાદથી યુકેના આબિંગ્ડોન ખાતે તેના મૂળિયાં પાસે પરત ફરી છે. લાલ પરી હેરો પહોંચી તે પહેલા તેણે 14 દેશોનો પ્રવાસ ખેડી 11,000થી વધુ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. મેયર કાઉન્સિલર રામજી ચૌહાણ, બેલમોન્ટ વોર્ડના કાઉન્સિલર અંજના પટેલ અને એજવેર વોર્ડના કાઉન્સિલર યોગેશ તેલીએ લાલ પરીનું સ્વાગત કર્યું હતું. તેઓએ 73 વર્ષ જૂની કારમાં ભારતથી લંડન સુધીના પ્રવાસનું અનોખું સાહસ કરનારા પ્રથમ ભારતીયો હોવા બદલ લાલ પરી ટીમના સભ્યોને બિરદાવ્યા હતા.
‘અનન્યા, નાનુને પુછો, તમે દિવાળીમાં કેટલાં ફટાકડાં ફોડતા હતા?’ દીકરી ધ્વનિએ એની બે વર્ષની દીકરીને કહ્યું અને પછી અનન્યા સાથે સંવાદ કરીને એને જોવા ગમે એવા ફટાકડાં ફોડીને મોડી રાત્રે પથારીમાં પડ્યો ત્યારે બાળપણ – યુવાની અને આજ સુધીની કેટકેટલી દિવાળીના સંસ્મરણોના ફટાકડાંના અવાજો જાણે મન પર કબજો લઈ બેઠાં હતાં.
નમસ્કાર.. આકાશવાણીના કેન્દ્ર પર આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર આ પ્રકારે છે.... ઓલ ઇન્ડિયા રેડિયો પરથી આ પ્રકારે પ્રસારિત કરાતા સમાચાર તમે સાંભળ્યા જ હશે, પરંતુ પહેલી વાર આકાશવાણી પર સમાચાર વાંચનાર મહિલાને જાણો છો ?
વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘની ચામડીનો રતાશ પડતો બદામી રંગ અને ચામડી પરના પટ્ટા આકર્ષક હોય છે. વાઘની ગણના એક શ્રેષ્ઠ અને ભવ્ય વન્ય પ્રાણી તરીકે થાય છે. ૧૮ નવેમ્બર ૧૯૭૨ના વાઘને ભારતનો રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો... શાળામાં વાઘ અંગે આ પ્રકારની માહિતી તમે ભણ્યા હશો, ક્યારેક નિબંધ પણ લખ્યો હશે, પણ એક એવી મહિલા છે જેણે વાઘ પર પીએચ.ડી. કર્યું છે. જાણો છો એને ?
ભગવાન શિવજીએ કાર્તિકી પૂર્ણિમાએ રાક્ષસોનાં ત્રણ નગરોનો સંહાર કરી વિજય મેળવેલો. તે પ્રસંગે દેવોએ દીવા પ્રગટાવી વિજયનો આનંદોત્સવ મનાવ્યો. ત્રણ નગર એટલે ‘ત્રિપુર’. આથી દેવદિવાળીને ‘ત્રિપુરોત્સવ’ પણ કહે છે. આ અવસરે દેવલોકના દેવો ભેગા મળીને વિષ્ણુ-તુલસીનું દીપમાળાઓ પ્રગટાવીને સ્વાગત કરે છે.
વિક્રમ સંવતના નવા વર્ષે શું સંકલ્પ કરશો? એવો પ્રશ્ન મેં જ મારી જાતને કર્યો અને ઘણા બધા ઉત્તરો મળ્યા.
તમે તમારી નજીકના પ્રિયજનો કે મિત્રોને મહિનામાં કેટલી વાર મળી રહ્યા છો... અથવા તો છેલ્લી વખતે ક્યારે મળ્યા હતા? શું યાદ નથી આવતું? જો આ પ્રશ્નનો જવાબ ‘હા’ છે તો વહેલી તકે મળવાની શરૂઆત કરી દો. કારણ કે આધુનિક વિજ્ઞાનનું પણ કહેવું છે કે મહિનામાં ઓછામાં ઓછું એક વખત પ્રિયજનોને ચોક્કસપણે મળો. આના કારણે અકાળે મોતનું જોખમ ઘટે છે એટલે કે જીવનની ઇચ્છાને લઈને વિચારો હકારાત્મક રહે છે. સાથે સાથે આયુષ્યમાં પણ વધારો થાય છે.
