એ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સંસ્થાપક ગણાય છે, એ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પહેલી કેપ્ટન હતી એ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી સિક્સર મારનાર પહેલી ભારતીય મહિલા ક્રિકેટર એ જ હતી, આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર પહેલી ભારતીય મહિલા ક્રિકેટર પણ એ જ હતી, અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમને બરોબરીનો દરજ્જો નહોતો મળ્યો ત્યારે એના નેતૃત્વમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી જ્વલંત જીત મેળવેલી...
વિવિધા
Block: Site: Subtree Block
સવા બે વર્ષની અનન્યાને પુછ્યુંઃ ‘તું ક્યાં આવી ગઈ?’ તો બે હાથે રણની રેતી ભરીને મસ્તીથી કહે ‘જેસલમેર...’ હા, જેસલમેર... ગોલ્ડન સિટીના નામે સમગ્ર વિશ્વમાં જાણીતું પ્રવાસન સ્થળ, ગઢ–કિલ્લા-હવેલી-રણ અને લોકજીવનથી ધબકતું જેસલમેર. જેસલમેર જવાનું આયોજન અગાઉ બે-ત્રણ વાર થયું અને જવાયું નહીં. આ વખતે મનોરથ પૂર્ણ થયો.
શહેરની શેરીઓ ગંદી દેખાતી હોય અને કચરાને અલગ પાડવાનું ત્રાસજનક હોવાં છતાં, બ્રિસ્ટોલ એક માત્ર શહેર છે જ્યાંનો 46 ટકા રીસાઈકલિંગ દર સરેરાશથી પણ વધુ છે. બ્રિસ્ટોલના ક્લીફ્ટન વિસ્તારમાં દર ગુરુવારે મકાનોની બહાર અસંખ્ય બિન્સ, બેગ્સ અને બોક્સીસની લાંબી લાઈનો જોવા મળે છે. આ વિસ્તારના રહેવાસીઓ તેમના ઘરમાંથી કચરાનું વર્ગીકરણ કરી સામાન્ય, પ્લાસ્ટિક અને મેટલ, કાર્ડબોર્ડ, પેપર અને ગ્લાસ, ખાદ્ય અને બગીચાના કચરા ઉપરાંત, કપડાં, બેટરી, પગરખાં, સહિત કુલ 13 પ્રકારે અલગ કરીને બહાર ગોઠવે છે. દેશની અન્ય કોઈ કાઉન્સિલની સરખામણીએ બ્રિસ્ટોલમાં કચરાનો સફાઈદાર નિકાલ એવી રીતે કરાય છે કે કદાચ લોકોનો માનસિક તણાવ વધી જાય અથવા તો ડિમેન્શિયા પણ દૂર થઈ જાય! લોકોએ આ બધુ ફરજિયાત યાદ રાખવું પડે છે. જો ભૂલથી પણ કચરાની એકબીજામાં ભેળસેળ થઈ ગઈ હોય તો સફાઈ કામદાર કચરાને લઈ જતા નથી અને વધુ એક સપ્તાહ સુધી કચરાની દુર્ગંધ સહન કરવી પડે છે. વિશ્વમાં કચરાના રીસાઈકલિંગનો દર જર્મનીમાં સૌથી વધુ 69 ટકા છે જ્યારે યુકેમાં આ દર 44.1 ટકાનો છે. યુકેના કાઉન્સિલો આ કચરામાંથી કમાણી પણ કરે છે.
FTAdviser ના ડેપ્યુટી ન્યૂઝ એડિટર સોનિયા રાચ્છ દ્વારા બાળકો માટે નવા પુસ્તક ‘લૂઝ ચેઈન્જઃ ટીના લર્ન્સ ટુ સેવ’નું સત્તાવાર લોન્ચિંગ ફોનિક્સ ગ્રૂપના પાર્ટ સ્ટાન્ડર્ડ લાઈફના યજમાનપદે 15 નવેમ્બરે બેરિંગ્સ ખાતે કરાયું હતું. પુસ્તકની કથા મુખ્ય પાત્ર ટીનાની આસપાસ વણાયેલી છે જે તેના પેરન્ટ્સ સાથે સુપરમાર્કેટની મુલાકાતે જાય છે અને પોતાના પોકેટ મનીને કેવી રીતે વાપરવા તેની પસંદગી કરે છે. બાળકોને કથામાં પરોવી રાખવા તેમાં વિશિષ્ટ ચિત્રો મૂકાયેલા છે. લૂઝ ચેઈન્જ નાણાનું મૂલ્ય, ખર્ચ, બચત અને આઈટમ્સની કિંમત બાબતે મૂલ્યવાન શીખામણ આપે છે.
જે દુશ્મનો પર ચાબુકથી વાર કરતી હોય, તીવ્ર ગતિથી સરકતા પાંજરામાં હાથોહાથની લડાઈ કરતી હોય, ચાલતી ટ્રેન પર શત્રુઓ સાથે બાથ ભીડતી હોય, આગ સાથે ખેલતી હોય, પહાડો પરથી છલાંગ લગાવતી હોય, ઘોડેસવારી કરવાની સાથે કરતબ દર્શાવતી હોય અને સિંહની સાથે જીવસટોસટની બાજી લગાવીને લડતી હોય.... આવાં તો કેટકેટલાંયે સાહસ અને પરાક્રમો કરનાર મેરી ઇવાન્સનું નામ સાંભળ્યું છે?
આધ્યાત્મિક હોવા માટે કોઈ ધર્મ સાથે સંકળાયેલા હોવું જરૂરી નથી. ધાર્મિક અને આધ્યાત્મિક હોવાનો અર્થ એકબીજાથી ઘણો ભિન્ન છે. કોઈ એક ધર્મમાં માનનારા લોકોને આપને ધાર્મિક કહી શકીએ, પરંતુ કોઈ જ ધર્મમાં ન માનતા હોય તેમ છતાં પણ આધ્યાત્મના અભ્યાસી હોય તેવા લોકોને આધ્યાત્મિક કહેવા પડે.
‘ભણેલા-ગણેલા માણસો કેમ નહીં સમજતા હોય કે મારી આગળ ચાર જણા ઊભા છે, તેઓ સીધા જ કાઉન્ટર પર ઘુસી જાય ને પોતાનું કામ કરાવી લે.’ એક સિનિયર સિટિઝને કોઈ એક જગ્યાનો અનુભવ કહ્યો જે પછી તુરંત બીજાએ પોતાનો અનુભવ ઉમેરતા કહ્યું કે, ‘લોકો જાણે પોતાનું એકનું જ અહીં અસ્તિત્વ છે એમ માનીને કેમ વર્તતા હશે? આસપાસના વાતાવરણનો ને માણસોનો તો ખ્યાલ રાખો...’
મોટા ભાગના લોકોને બેઠા બેઠા પણ ઝોકાં આવી જાય છે અને હવે વિજ્ઞાનીઓ પણ કહે છે કે આવી રીતે ઝોકાં ખાઈ લેવાથી કંટાળો દૂર થાય છે અને માણસ ફરી સચેત બની જાય છે. આને પાવરનેપ પણ કહેવાય છે. હાલ એમ કહેવાય છે કે દિવસમાં 7 કલાકની ઊંઘ પૂરતી હોય છે ત્યારે જો તમને કોઈ કહે કે ચિનસ્ટ્રેપ પ્રજાતિનાં પેંન્ગ્વિન્સ દિવસના 11 કલાકની ઊંઘ મેળવે છે તો આશ્ચર્ય પામશો નહિ કારણકે તેઓ ઊંઘણશી જરા પણ નથી.
ચંડીદેવીના નામે બનેલું ચંડીગઢ સ્વતંત્ર ભારતનું પ્રથમ યોજનાબદ્ધ રીતે નિર્માણ થયેલું નગર છે અને તેની યોજના ફ્રેંચ વાસ્તુવિદ લા કોર્બુઝિયરે તૈયાર કરી હતી એ જાણીતી બાબત છે, પરંતુ આ પરિયોજનામાં સામેલ ઊર્મિલા ચૌધરી ભારતની પ્રથમ મહિલા આર્કિટેક્ટ અર્થાત સ્થપતિ-વાસ્તુકાર હતી એ ભાગ્યે જ કોઈ જાણતું હશે !
સરદાર એટલે સરદાર. સરદાર એટલે શિરમોર. અખંડ ભારતના શિલ્પી. લોખંડી પુરુષ. મક્કમતા અને દૃઢ નિર્ધારનું પ્રતીક. વ્યક્તિ એક પણ ઉપનામ અનેક ધરાવતા સરદાર પટેલની 15 ડિસેમ્બરે પૂણ્યતિથિ છે. ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન એવા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ મધ્ય ગુજરાતના નડિયાદમાં થયો હતો. તેઓ વ્યવસાયે વકીલ હતા, પરંતુ તેઓ એક અનુભવી રાજકારણી અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે વધુ જાણીતા બન્યા હતા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને આઝાદી પછી સમગ્ર દેશને એકતાંતણે બાંધવામાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. 1991માં ભારત સરકાર દ્વારા મરણોત્તર ‘ભારત રત્ન’થી સન્માનિત સરદાર પટેલે પોતાનું સમગ્ર જીવન દેશસેવામાં સમર્પિત કર્યું હતું. 75 વર્ષની વયે 15 ડિસેમ્બર 1950 ના રોજ અંતિમ શ્વાસ લેનાર સરદાર સાહેબના જીવનકવનની એક ઝલકઃ
