Search Results

Search Gujarat Samachar

પોસ્ટ ઓફિસમાંથી હોરાઇઝન આઇટી સિસ્ટમ હટાવવા સરકારે કવાયત હાથ ધરી છે. તે માટે ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડે પોસ્ટ ઓફિસને 100 મિલિયન પાઉન્ડ કરતાં વધુની પ્રસ્તાવિત સબસિડી આપવા કોમ્પિટિશન રેગ્યુલેટર પાસે સલાહ માગી છે. 

બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રવિવારે મહાગઠબંધનની ત્રીજી બેઠક યોજાઈ હતી. બેઠક બાદ આરજેડી નેતા મનોજ ઝાએ કહ્યું કે મહાગઠબંધન સાથે મળીને લડશે અને બધી 243 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે.

બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ (વેમ્બલી, કિંગ્સબરી અને નિસ્ડન) દ્વારા તા. 13-14 મેના રોજ પૂ. ઘનશ્યામપ્રિય સ્વામીના વ્યાસપીઠ પદે સંત પારાયણનું આયોજન કરાયું છે. 

નોન ડોમ ટેક્સના કારણે મિલિયોનર્સ યુકેમાંથી ઉચાળા ભરી રહ્યાં છે ત્યારે અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે નોન ડોમ રિજિમમાં બદલાવના કારણે સરકારને તેના અંદાજ કરતાં 25 ટકા જ ટેક્સની આવક થશે.

ઈડીએ ભુજ જમીન કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરતાં નિવૃત્ત આઇએએસ અધિકારી પ્રદીપ શર્મા અને વેપારી સંજય શાહ તથા તેના મળતિયાની રૂ. 3.92 કરોડની મિલકત ટાંચમાં...

બ્રિટનમાં શોપ લિફ્ટિંગના અપરાધીઓને સજા અપાવવામાં પોલીસ નિષ્ફળ જઇ રહી છે. આંકડા દર્શાવે છે કે 2024માં શોપ લિફ્ટિંગની દર 20 ઘટનામાં ફક્ત એક જ આરોપી સામે આરોપ ઘડાયા હતા.

લેસ્ટરમાં સ્થપાયેલી એક બનાવટી કંપની દ્વારા વિકલાંગ બાળકોને મદદ કરતી એક ચેરિટી સંસ્થાને હજારો પાઉન્ડનો ચૂનો લગાવવામાં આવ્યો હતો. તેના કારણે ચેરિટી સંસ્થા આર્થિક સંકડામણ અનુભવી રહી છે. 

પોતે સેક્સ ટોય સ્મગલર હોવાના કારણે તેને બ્રિટનમાંથી દેશનિકાલ કરવો જોઇએ નહીં તેવા એક ઇરાની રેફ્યુજીને દેશમાં રહેવાની પરવાનગી આપી દેવાઇ છે. 

સાઉથવેસ્ટ લંડનના ટ્વિકનહામ ખાતે 26 એપ્રિલની મધરાતે હરપાલસિંહ રૂપરા પર જીવલેણ હુમલો કરાતાં મોત થયું હતું. પોલીસે જ્યોર્જ લુકા નામના આરોપીની હત્યાના આરોપસર ધરપકડ કરી હતી. 

અમદાવાદ શહેરના ચંડોળા તળાવમાં ગેરકાયદે ઝૂંપડાં, મકાન, પાર્ટી પ્લોટ બનાવીને સામ્રાજ્ય ઊભું કરનાર લલ્લા બિહારને કાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી લીધો છે. તે...