કર્નલ સોફિયા કુરેશીના પરિવારની વડાપ્રધાન પર પુષ્પવર્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...

9000 હોર્સ પાવરનું લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત

વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં આવેલા ગાય માતાના મંદિરે આયોજિત રાત્રિ મેળામાં ૨૭મી ઓક્ટોબરે શરદ પૂનમે મહેરામણ ઊમટી પડ્યો હતો.

વર્ષ ૧૯૮૭માં ૨૫૨ સાયકલ યાત્રીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળ નડિયાદથી ‘અખંડ સરદાર જ્યોત’ કરમસદના ઘરે લાવીને પ્રસ્થાપિત કરી હતી. તે સમયથી એટલે કે છેલ્લા ૨૮ વર્ષથી આ ‘અખંડ સરદાર જ્યોત’ સરદાર પટેલના ઘરમાં પ્રજ્વલિત છે. 

વડોદરા જિલ્લાના પ્રાંતકક્ષાના બીજા ગરીબ કલ્યાણ મેળામાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે દેશના ખ્યાતનામ શક્તિપીઠ પાવાગઢનો રૂ. ૭૮ કરોડના ખર્ચે કાયાકલ્પ...

દેશભરમાં જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઇન આર્ટસના લોકોમાં ખૂબ જાણીતા છે. આ ગરબામાં ક્યાંય લાઉડસ્પીકર કે માઇકનો ઉપયોગ કરવામાં નથી આવતો અને માત્ર ગાઈને ગાયક દ્વારા ગરબા રમાડવામાં આવે છે. હવે લોકપ્રિય ગરબામાં આ વખતે બીજું પણ એક નવું નજરાણું...

વડતાલ ખાતે ૪ ઓક્ટોબરે યોજાયેલ અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદના દ્વિતીય મહાસંમેલનમાં કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે ભાગ લીધો હતો.

ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી ગત સપ્તાહે જિલ્લા કલેક્ટર કે. કે. નિરાલાના અધ્યક્ષપદે યોજાઈ હતી. 

ડોદરામાં સોમવારે ‘લગ્ન પ્રેમ અને સેક્સ’ વિષય પર પરિસંવાદ યોજાયો હતો. જેમાં એમ. એસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખ અને જાણીતા લેખક-ચિંતક ડો. ગુણવંત શાહ સહિતના વિદ્વાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

ભારત સરકારે તાજેતરમાં ધર્મ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા મુજબ ગુજરાતના નવ જિલ્લામાં ૧૦ ટકાથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા જિલ્લામાં આણંદ-ખેડા જિલ્લાનો પણ સમાવેશ થયો છે. 

ગુજરાત સરકારે પાટીદારો માટે અનામત અંગેની કોઈ જાહેરાત નહીં કરતાં પાટીદારોએ સરકારી, સહકારી અને ખાનગી બેન્કોમાં મુકેલી ફિક્સ ડિપોઝીટના નાણાં ઉપાડી સરકાર વિરુદ્ધ અસહકારની લડત શરૂ કરી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter