વડોદરામાં 11મો સમૂહ લગ્નોત્સવ

વડોદરાના સાવલીમાં ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર દ્વારા યોજાયેલા 11મા ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં આર્થિક નબળા વર્ગના 751 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. 

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

બાળ હૃદયરોગ સંબંધિત જટિલ કેસોની સફળ સારવાર માટે શ્રીકૃષ્ણ હોસ્પિટલે તેની સિદ્ધિમાં નવું સોપાન ઉમેર્યું છે. હોસ્પિટલના કાર્ડિયાક સેન્ટરે માત્ર ત્રણ માસની બાળકી પર જટિલ સ્વીચ સર્જરી અને હૃદયના વાલ્વને ફરી બેસાડવાની કામગીરી સફળતાપૂર્વક કરીને તેને...

કન્યા ભ્રૂણહત્યા બાબતે ભારતમાં ઘણી જાગૃતિ આવી છે છતાં દીકરાની ઘેલછામાં દાહોદના ઝારીભુંજીમાં યુગલે દીકરી પર દીકરીનો જન્મ થવા દીધો છે. ૪૦ વર્ષના કનુ સંગોડ...

ખેડા જિલ્લાના ચરોતર પંથકના ગામ તળાવોમાં મગરોની સંખ્યા ઘણી બધી છે. અનુકૂળ હવામાનને લીધે વર્ષોથી મગરોને ખેડાના ગામડાઓનાં તળાવોમાં વસવાટ ફાવી ગયો છે. 

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં આવેલા ગાય માતાના મંદિરે આયોજિત રાત્રિ મેળામાં ૨૭મી ઓક્ટોબરે શરદ પૂનમે મહેરામણ ઊમટી પડ્યો હતો.

વર્ષ ૧૯૮૭માં ૨૫૨ સાયકલ યાત્રીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળ નડિયાદથી ‘અખંડ સરદાર જ્યોત’ કરમસદના ઘરે લાવીને પ્રસ્થાપિત કરી હતી. તે સમયથી એટલે કે છેલ્લા ૨૮ વર્ષથી આ ‘અખંડ સરદાર જ્યોત’ સરદાર પટેલના ઘરમાં પ્રજ્વલિત છે. 

વડોદરા જિલ્લાના પ્રાંતકક્ષાના બીજા ગરીબ કલ્યાણ મેળામાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે દેશના ખ્યાતનામ શક્તિપીઠ પાવાગઢનો રૂ. ૭૮ કરોડના ખર્ચે કાયાકલ્પ...

દેશભરમાં જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઇન આર્ટસના લોકોમાં ખૂબ જાણીતા છે. આ ગરબામાં ક્યાંય લાઉડસ્પીકર કે માઇકનો ઉપયોગ કરવામાં નથી આવતો અને માત્ર ગાઈને ગાયક દ્વારા ગરબા રમાડવામાં આવે છે. હવે લોકપ્રિય ગરબામાં આ વખતે બીજું પણ એક નવું નજરાણું...

વડતાલ ખાતે ૪ ઓક્ટોબરે યોજાયેલ અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદના દ્વિતીય મહાસંમેલનમાં કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે ભાગ લીધો હતો.

ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી ગત સપ્તાહે જિલ્લા કલેક્ટર કે. કે. નિરાલાના અધ્યક્ષપદે યોજાઈ હતી. 

ડોદરામાં સોમવારે ‘લગ્ન પ્રેમ અને સેક્સ’ વિષય પર પરિસંવાદ યોજાયો હતો. જેમાં એમ. એસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખ અને જાણીતા લેખક-ચિંતક ડો. ગુણવંત શાહ સહિતના વિદ્વાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.



to the free, weekly Gujarat Samachar email newsletter