વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

પડધરીના હડમતિયા ગામે રહેતા નિવૃત્ત સૈનિક સહદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા અને તેના કુટુંબી ભાઈઓએ ભાગમાં ટ્રેકટર લીધું હતું અને વારા મુજબ આ ટ્રેકટરથી ખેતી કરતા હતા. કુટુંબી ભાઈ સિદ્ધરાજસિંહે ૧૩મીએ ખેતરમાં ટ્રેકટર ચલાવ્યું એ પછી બપોરે ખેતરમાં ટ્રેકટર...

બાળકો, યુવાનો અને બહેનોમાં સંસ્કારનું સિંચન થાય તેવા હેતુથી એસજીવીપી ગુરુકૂળ, રીબડામાં મૂર્છિત પ્રતિષ્ઠા પ્રસંગે રાજકોટ વિસ્તારમાં મવડી ચોકડી પાસે માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે વૈદિક...

બગસરા પંથકમાં હાહાકાર મચાવનાર માનવભક્ષી દીપડાને પકડવા વન અને પોલીસતંત્રના ૨૦૦થી વધુ કર્મચારીઓ કામે લગાડાયા હતા. એ પછી ૧૧મી ડિસેમ્બરે મોડી સાંજે સાતેક વાગ્યાના...

ઘોઘા તાલુકાના વાળુકડ ગામે આવેલી માધ્યમિક શાળાની સ્કૂલ બસ ૭મી ડિસેમ્બરે સવારે સ્કૂલ તરફ જતી હતી તે સમયે બસમાંથી ૧૪ વર્ષની વિદ્યાર્થિની તુલસી ચૌહાણ બસમાંથી ફંગોળાઈને બહાર ફેંકાઈ ગઈ હતી. આ વિદ્યાર્થિની પરથી બસના વ્હીલ ફરી ગયા હતાં અને બનાવ સ્થળે...

ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી ત્યકતાને પીએસઆઇ બનાવી દેવાની લાલચ આપીને રૂ. બે લાખ જેવી રકમ પડાવી લેવા અને તેની પર દુષ્કર્મ આચરવા અંગે પકડાયેલા ચોટીલાના એઝાઝ નૂરમામદભાઇ ગઢવાળાના ૮મી ડિસેમ્બરે ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયાં હતાં. જામનગરની ત્યક્તાને...

આઈએમબીએલ નજીકથી સૌરાષ્ટ્રની ૩ બોટો સાથે ૧૮ માછીમારોનાં પાકિસ્તાન મરિન દ્વારા અપહરણ કરાયા હોવાનું પોરબંદરના માછીમાર આગેવાનોએ તાજેતરમાં એવું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય મરિન એજન્સીએ આંતરરાષ્ટ્રીય જળસીમાથી દૂર રહીને માછીમારી કરવા માછીમારોને...

બેડી વિસ્તારમાં રહેતા બે મુસ્લિમ પરિવારો દરગાહે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે વખતે સાતમી ડિસેમ્બરે કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામ પાસે વાહનને અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિનાં ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યાં હતાં. જામનગરના બેડી...

વોરા કોટડા રોડ પર આવેલા આવાસ કવાર્ટરમાં રહેતી મહારાષ્ટ્રનાં લવારાની વતની મહિલાની સગીર પુત્રીએ તાજેતરમાં પેટમાં દુઃખવાની અને સતત ઉલ્ટીની ફરિયાદ કરતાં માતાએ દીકરીનું ઉપસી આવેલું પેટ જોઈને તેની સાથે પોલીસ સ્ટેશન ગઈ હતી. એ પછી પુત્રી ગર્ભવતી હોવાનું...

બગસરામાં માનવભક્ષી દીપડાએ સાત દિવસમાં ત્રણ જણને ખેંચી જતાં બેનાં મૃત્યુ થયાં અને એક મહિલાને ઈજાગ્રસ્ત કરતાં આ વિસ્તારમાં ભય ફેલાયો છે. દીપડાને પકડવા માટે...

ગુજરાત સરકારે અમદાવાદ અને રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે લીલીઝંડી આપી છે. જેથી અમદાવાદથી રાજકોટનું અંતર માત્ર બે કલાકમાં કાપી શકાશે. પ્રોજેક્ટ પાછળ કુલ અંદાજિત ખર્ચ રૂ. ૧૧,૩૦૦ કરોડ થશે અને તેને કેન્દ્ર સરકારના અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ...



to the free, weekly Gujarat Samachar email newsletter