વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

રાજુલા તાલુકાના સમઢિયાળા ગામે ૧૬મી મેએ પીપાવાવ પોલીસ મથકના કોન્સ્ટબેલ સહિત દસ કોળી લોકોએ દલિત યુવાન જયંતિ કાંતિભાઈ મારુ સાથે બોલાચાલી કરીને તેના પર મરચાંની ભૂકી છાંટી લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી નાંખી હતી....

હળવદ હાઇ-વે પર વાધરવા ગામ પાસે જામનગરની ટ્રાન્સપોર્ટ કંપનીના પરપ્રાંતીય ટ્રકચાલકની હત્યા કરીને લૂંટ કરવાના બનાવમાં ડફેર ગેંગના સંજયસિંહ ઉર્ફે મુન્નો ઘનશ્યામસિંહ અને કિશન ચંદુભાઇ જાદવને ઝડપી લેવાયા હતા. જ્યારે તેના નવ સાગરીતને પકડી પાડવા પ્રયાસ...

રાજકોટનાં શાપર-વેરાવળમાં કચરો વીણતા દલિત યુવક મુકેશભાઈ સવજીભાઈ વાણિયાને ઢોરમાર મારતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન મુકેશભાઈનું મૃત્યુ થયું...

સુરેન્દ્રનગરમાં સુરસાગર ડેરીના રૂ. ૭.૫૬ કરોડના ખર્ચે બનેલા નવનિર્મિત ‘સુરસાગર ભવન’નું મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ ૧૩મી મેએ લોકાર્પણ કર્યું હતું. આ દૂધ...

શહેરમાં ‘જાણતા રાજા’ નાટકના શોને સૌરાષ્ટ્ર અને કચ્છભરમાંથી લોકોએ તાજેતરમાં માણ્યો હતો. તેની સાથે રાષ્ટ્રપ્રેમ પણ ભારતમાતાના મંદિરના નિર્માણ માટે દાનરૂપે...

વર્તમાન સમયમાં શહેર હોય કે ગામડું ગુનાખોરીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતાં લોકોને અસલામતીનો ભય સતાવે છે. આ સ્થિતિમાં ધ્રોલ તાલુકાનું માણેકપર ગામ ઉમદા ઉદાહરણ...

ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ૧૧મી મેએ સોમનાથનાં દર્શને આવ્યા હતા. ચાર્ટર પ્લેનમાં તેઓ પોતાનાં પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી સાથે બપોરે ૩:૪૪ વાગ્યે કેશોદ...

પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ યોજના અંતર્ગત ત્રિવેણી ઘાટ અને હિરણ નદીમાંથી માટી અને કાંપ...

• તાલાળામાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ • ગોંડલના વિસ્તારોમાં કરાં સાથે ઝાપટું • સોમનાથ આસપાસ માંસાહાર પર પ્રતિબંધ• ગુજરાતમાં સિન્થેટિક દૂધનું વેચાણ• રાજકોટ મગફળીના ગોદામમાં આગ

જામનગરમાં વકીલ કિરીટ જોષીની હત્યાના વિરોધમાં હડતાલનો કોલ નહીં આપનાર ગુજરાત હાઇ કોર્ટ એડવોકેટ એસો.ના પ્રમુખ અસીમ પંડ્યાની હકાલપટ્ટી કરાઈ છે. ચોથી મેએ યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં બહુમતિથી આ નિર્ણય લેવાયો હતો. અસીમ પંડ્યાએ વોટ્સએપથી રાજીનામું...



to the free, weekly Gujarat Samachar email newsletter