જોક્સ

પત્નીઃ સાંભળો ને! ખીચડી બનાવું કે પુલાવ?પતિ : એક કામ કર, તું પહેલા બનાવી લે. નામ આપણે પછી રાખીશું.•••

જોક્સ

સ્ત્રીઓને શ્રાપ મળ્યો છે કે એને બારેય મહિના શરીરમાં ક્યાંકને ક્યાં દુખાવો રહેશે.પણ પછી માતાજીને દયા આવી. તેથી વરદાન આપ્યું, ‘આસો મહિનામાં નવ દિવસ તમને દુખાવામાં રાહત રહેશે, બસ?’•••

ચંગુ (તેના મિત્રને): આજે પહેલીવાર વાસણ માંજવાનો ફાયદો થયોમંગુ: એમ, કઇ રીતે?પડોશણે મને વાસણ ઉટકતો જોઇને મારી પત્નીને કહ્યું: કાશ આ મારા પતિ હોત.•••

તારો તૂટીને ખરી પડતાં જ ચંગુએ વિશ માગતા કહ્યું, ‘મને મારી પત્ની સાથે લડવાની શક્તિ આપો.’તારો: ભાઈ મારી પત્નીથી કંટાળીને તો હું તૂટીને ખરી પડ્યો છું.•••

જે મહિલા પતિ પાસેથી 5,000 લઈને તેને 6,000નો હિસાબ બતાવી રકમમાંથી 2,000 બચાવી લે તેને જ હોંશિયાર પત્ની કહેવાય.•••

પત્ની (પતિને)ઃ કહું છું સાંભળો છો. આ લગ્નમાં છોકરો જમણી અને છોકરી હંમેશા ડાબી બાજુ કેમ બેસે છે?પતિઃ ખાતામાં આવક હંમેશા જમણે હોય જ્યારે જાવક ડાબી બાજુ જ...

ગ્રાહક (દુકાનદારને)ઃ એક લેડીઝ ડ્રેસ બતાવો...દુકાનદારઃ પત્ની માટે જોઈએ છે કે પછી ભારેમાં બતાવું?•••

મહિલા; મારે સતી બનવું છેપડોશણ: રહેવા દે બહેન, નહીં બની શકાયમહિલા: પણ કેમ?પડોશણઃ સતીના પતિ શિવ હોય છે અને તમારા પતિ દર રવિવારે દીવ હોય છે.•••

પપ્પા: દીકરા, મારા માટે એક ગ્લાસ પાણી લાવજે.પહેલો દીકરોઃ નહીં લાઉં.બીજો દીકરો: રહેવા દો પપ્પા. એ તો એક નંબરનો આળસુ છે. તમે જાતે જ લઈ લો અને મારા માટે પણ...

પિન્ટુએ પપ્પુને કહ્યુંઃ જન્મ બાદ માનવીની આંખ ક્યારે ઉઘડે છે?પપ્પુઃ ગાયની તરત જ, બકરીની બે કલાક બાદ, બિલાડીની છ દિવસ બાદ તેવી જ રીતે માનવીની પણ તરત ઉઘડે...

પત્ની પિયરમાંથી પાછી ફરતાં પતિ ઘરનો દરવાજો ખોલ્યા બાદ જોરજોરથી હસવા લાગ્યો.પત્નીઃ આમ હસો છો કેમ?પતિઃ આજે જ ગુરુજીએ કહ્યું હતું મુસીબત ગમેતેટલી મોટી કેમ...



to the free, weekly Gujarat Samachar email newsletter