હસાયરો

ભગવાન એક કાકાને... ‘બોલ વત્સ શું વરદાન જોઈએ છે?’કાકા: પ્રભુ, એક નોકરી, પૈસાથી ભરેલો ઓરડો, સરસ મજાની ઊંઘ અને ગરમીથી છુટકારો!ભગવાન: તથાસ્તુ.કાકા હવે ATMમાં નોકરી કરી રહ્યા છે.•••

હસાયરો

પતિ: હું વિચારું છું કે મારા જૂના કપડાં કોઈને આપી દઉં. કોઈ ભૂખી-તરસી ગરીબ મહિલાને કામ લાગશે.,પત્ની: અચ્છા! પણ જેને તારા માપના કપડાં આવે એ ભૂખી-તરસી હોય!?•••

શિક્ષકઃ કોન્ફિડન્સ કોને કહેવાય?ભૂરોઃ સાહેબ તમે મારા ઘરે ફોન કરીને એટલું કહો કે, તમારો છોકરો પહેલાં નંબરે પાસ થયોછે અને મારા પપ્પા રોંગ નંબર કરીને ફોન કટ...

ભૂરોઃ તારા ઘરેથી દરરોજ હસવાના અવાજ આવે છે. આ ખુશહાલ જીવનનું રહસ્ય શું?જિગોઃ એમાં એવું છે ને કે, મારી પત્ની રોજ મને બૂટથી મારે છે.ભૂરોઃ શું વાત કરે છે?!જિગોઃ...

એક વાર આર્યભટ્ટ પોતાના એવા મિત્રોની ગણતરી કરી રહ્યા હતા જે સંકટ સમયે કામ આવે. એમણે ખૂબ વિચાર કર્યો, ખૂબ વિચાર કર્યો ને પછી શૂન્યની શોધ કરી.•••

ભૂરોઃ કાલે એક યુવતીએ સ્માઈલ આપ્યું. કાગળ નહોતો તો મેં 50 રૂપિયાની નોટમાં નંબર લખી આપ્યો.જિગોઃ પછી શું થયું?ભૂરોઃ તેણે આગળ જઈને એ જ પૈસાથી પાણીપૂરી ખાઈ...

ભૂરોઃ તારા કારણે આ કાચ ફૂટ્યો...લીલીઃ બિલકુલ નહીં.ભૂરોઃ તેં જ આનો મારા તરફ ઘા કર્યો હતોલીલીઃ જો તું તારી જગ્યાએ બરાબર ઊભો રહ્યો હોત તો કાચ ના તૂટત...

જિગોઃ યાર મોટી દુવિધામાં ફસાઈ ગયો છું.ભૂરોઃ શું થયું?જિગોઃ યાર ઘરવાળીનો મેકઅપનો ખર્ચો પોસાતો નથી અને મેકઅપ ના કરે તો ઘરવાળી જોવી પોસાતી નથી!•••

એક બેવકૂફ માણસ સ્માર્ટ દેખાવા ચશ્માં પહેરવાનું શરૂ કરે તો એને શું કહેવાય?આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ!•••

ચંગુએ ફોટો આલબમ જોતાં કહ્યુંઃ મમ્મી, ફોટામાં તમારી સાથે આ હેન્ડસમ કોણ છે?મમ્મીઃ એ તારા પપ્પા છે.ચંગુઃ તો આપણે આ ટકલું સાથે કેમરહીએ છીએ?•••

ટીચરઃ ચંદુ બોલ તો ટેલિફોનના વાયરને આટલા ઉપર કેમ રખાય છે?ચંદુઃ જેથી લોકો બે જણા વચ્ચે ટેલિફોન પર થતી વાતચીત સાંભળી ના જાય.•••

ચંપાઃ ભાઈ, સફરજન કેમ આપ્યા?ભૂરોઃ 100 રૂપિયાના 10 નંગ.ચંપાઃ આટલા બધા તે કંઇ હોતા હશે... કંઈક ઓછું કરો.ભૂરોઃ ઠીક છે, 80 રૂપિયાના 8 લઈ જાવ.ચંપાઃ હા, હવે બરાબર......



to the free, weekly Gujarat Samachar email newsletter