Search Results

Search Gujarat Samachar

યુકે અને ફ્રાન્સ વચ્ચેની ઇંગ્લિશ ચેનલ દ્વારા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની હેરાફેરીમાં સંડોવાયેલા 25 વ્યક્તિ અને કંપનીઓ પર બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે.

હલાલ ચીકનના નામે ભળતું માંસ વેચવાના આરોપસર કાર્ડિફના બે વ્યક્તિને જેલ ભેગા કરી દેવાયાં છે. તેઓ હલાલ મીટના નામે ભળતું માંસ રેસ્ટોરન્ટ અને ટેક અવેને સપ્લાય કરી રહ્યાં હતાં.

કોમ્પ્યુટર કોમ્પોનન્ટ સપ્લાયર કંપની રોન્સઇલેક્ટ્રોનિક્સના ડિરેક્ટર રણવીરસિંહ માલહીને એચએમઆરસી સાથે ફ્રોડ આચરવાના આરોપસર 9 વર્ષ માટે કંપનીના ડિરેક્ટરપદ પર રહેવા પર પ્રતિબંધ મૂકાયો છે.

ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સ્કેમના આરોપી ક્રિશ્ચિયન માઇકલના 3 સંતાનોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પિતાની મુક્તિ માટે પત્ર લખ્યો છે. ક્રિશ્ચિયન માઇકલ ડિસેમ્બર 2018થી દિલ્હીની તિહાર જેલમાં કેદ છે.

લક્ઝરી ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચેઇન હેરોડ્સના પૂર્વ માલિક મોહમ્મદ અલ ફાયેદ દ્વારા શારીરિક શોષણનો ભોગ બનેલી 100 કરતાં વધુ પીડિત મહિલાઓએ ચેઇન દ્વારા શરૂ કરાયેલી વળતર યોજનામાં દાવો કર્યો છે.

સરકાર દ્વારા ચાલી રહેલી વિચારણા અંતર્ગત પેન્શનમાં બચત કરનારા તેમના ફંડમાંથી ઝડપથી નાણા મેળવી શકશે. આ યોજના અંતર્ગત બચતોને સીઝી કર્મચારીના પેન્શન સાથે સાંકળી લેવાશે અને આ બચત તેમના પગારમાંથી સીધી કપાઇ જશે.

વૈશ્વિક વેપાર અનિશ્ચિતતાઓ મધ્યે બ્રિટન અને ભારતે મુક્ત વેપાર કરાર કરીને દ્વિપક્ષીય સંબંધોનો નવો અધ્યાય શરૂ કર્યો છે. કોઇપણ જી-7 દેશ સાથે ભારતનો આ પહેલો વેપાર કરાર છે. આ વેપાર કરાર દ્વારા ભારતે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે તે હવે સંરક્ષણાત્મકમાંથી...

ચહેરા પરની કોઇ પણ જવેલરી તમારી સુંદરતામાં - તમારું વ્યક્તિત્વ નિખારવામાં મદદ કરે છે. આમ જોવા જઈએ તો માર્કેટમાં ડાયમંડથી માંડીને ગોલ્ડ અને સિલ્વરથી માંડીને...

યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ ભારત દ્વારા રશિયાથી કરાતી ક્રુડ આયાતોનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, વૈશ્વિક રાજકીય પરિસ્થિતિઓના કારણે ભારત તેના અર્થતંત્રને બંધ કરી શકે નહીં.

આયર્લેન્ડની રાજધાની ડબ્લિનમાં કેટલાક લોકોએ મળીને 40 વર્ષની આસપાસની ઉંમરના એક ભારતીય પર હુમલો કર્યો અને તેને નગ્ન કરી દીધો હોવાની ઘટના સામે આવી છે. ભારતીયે  બાળકો સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આરોપ મૂકી તેના પર હુમલો કરાયો હતો.