હાસ્ય

આઈપીએલ ક્રિકેટની શરૂઆત એટલા માટે થઈ હતી કે દરેક રાજ્યમાંથી ચાર-પાંચ સારા ખેલાડીઓ મળી શકે.પણ થયું છે સાવ અવળું.હવે દરેક ગામમાંથી ચાલીસ-પચાસ જુગારીઓ મળે છે!•••

હાસ્ય

પત્ની: જ્યારે જ્યારે હું ગીત ગાઉં છું ત્યારે ત્યારે તમે કેમ ગેલેરીમાં જઇને અદબ વાળીને ઉભા રહી જાવ છો?પતિ: એટલા માટે કે લોકોને એમ ન લાગે કે હું તારું ગળું દબાવી રહ્યો છું!•••

ડોક્ટરઃ તમને ભૂતકાળમાં ક્યારેય ન્યૂમોનિયાથી તકલીફ થઈ હતી?રાજુઃ હા...ડોક્ટરઃ ક્યારે?રાજુઃ સ્કુલમાં હતો ત્યારે સ્પેલિંગ નહોતો આવડ્યો તેમાં એક માર્ક માટે નાપાસ થયો હતો.•

ડોક્ટર: સાંભળો, તમારા ઓપરેશન પછી અમને ખબર પડી છે કે મારા હાથનું એક મોજું તમારા પેટમાં રહી ગયું છે. ફરી સર્જરી કરીને પેટમાંથી કાઢવું પડશે.નટુ: ડોક્ટર તમેય ખરા છોને! એક મોજું કાઢવા ફરી સર્જરી કરશો? આ લો... ૨૦ રૂપિયા. બજારમાંથી નવું ખરીદી લેજો!•

એક સ્ત્રીનો પતિ ઘણા લાંબા સમયથી કોમામાં હતો. તે ક્યારેક ભાનમાં આવતો અને ક્યારેક બેહોશ થઈ જતો. તેમ છતાં તે સ્ત્રી હંમેશા તેના પતિની સાથે જ રહેતી. કદી પણ તેને એકલો છોડતી નહીં. એક દિવસ પતિ ભાનમાં આવ્યો અને પોતાની પત્નીને પાસે બોલાવીને કહ્યુંઃ મને...

એક સ્ત્રીનો પતિ ઘણા લાંબા સમયથી કોમામાં હતો. તે ક્યારેક ભાનમાં આવતો અને ક્યારેક બેહોશ થઈ જતો. તેમ છતાં તે સ્ત્રી હંમેશા તેના પતિની સાથે જ રહેતી. કદી પણ તેને એકલો છોડતી નહીં.એક દિવસ પતિ ભાનમાં આવ્યો અને પોતાની પત્નીને પાસે બોલાવીને કહ્યુંઃ મને...

પોલીસ ઇન્સ્પેક્ટર (હવાલદારને)ઃ ડફોળ, તને ખબર હતી કે ચોર રાતના સમયે મિનિસ્ટર સાહેબની કેબિનમાં જઈને સંતાઈ ગયો હતો. તો તેં એની ધરપકડ કેમ ના કરી?હવાલદારઃ કારણ કે બહાર બોર્ડ મારેલું હતું - ‘પરવાનગી વિના અંદર આવવું નહીં.’

એક છોકરો પરીક્ષામાં ૧૫ મિનિટમાં જ પ્રશ્નપત્ર અધૂરું મૂકી જવા લાગ્યો.ટીચરઃ શું થયું? પ્રશ્નોના જવાબ આવડતા નથી?છોકરોઃ એવું નથી મેડમ, હું જેના ભરોસે આવ્યો હતો તે જ મને જવાબ પૂછે છે.

સુરત ફરવા ગયેલો એક અમેરિકન તાપી નદીમાં નહાવા પડ્યો, ત્યાં અચાનક ડૂબવા લાગતાં, તે લોકોની મદદ માટે બૂમો પાડવા લાગ્યો... ખમોન... ખમોન... (કમોન... કમોન...) આ સાંભળીને કિનારે ઊભેલા ખમણની લારીવાળાને લાગ્યું કે, અમેરિકન ડૂબી ભલે રહ્યો હોય, પણ ખમણ માગી...

ભિખારીઃ શેઠ મારા પરિવારથી દૂર થઈ ગયો છું, મળવા માટે ૨૦૦ રૂપિયાની જરૂર છે.શેઠઃ પણ તારો પરિવાર છે ક્યાં?ભિખારીઃ સામે મલ્ટીપ્લેક્સમાં ‘સિંઘમ્’ જોવા ગયો છે.•



to the free, weekly Gujarat Samachar email newsletter