હસાયરો

ભગવાન એક કાકાને... ‘બોલ વત્સ શું વરદાન જોઈએ છે?’કાકા: પ્રભુ, એક નોકરી, પૈસાથી ભરેલો ઓરડો, સરસ મજાની ઊંઘ અને ગરમીથી છુટકારો!ભગવાન: તથાસ્તુ.કાકા હવે ATMમાં નોકરી કરી રહ્યા છે.•••

હસાયરો

પતિ: હું વિચારું છું કે મારા જૂના કપડાં કોઈને આપી દઉં. કોઈ ભૂખી-તરસી ગરીબ મહિલાને કામ લાગશે.,પત્ની: અચ્છા! પણ જેને તારા માપના કપડાં આવે એ ભૂખી-તરસી હોય!?•••

એક સ્ત્રીનો પતિ ઘણા લાંબા સમયથી કોમામાં હતો. તે ક્યારેક ભાનમાં આવતો અને ક્યારેક બેહોશ થઈ જતો. તેમ છતાં તે સ્ત્રી હંમેશા તેના પતિની સાથે જ રહેતી. કદી પણ તેને એકલો છોડતી નહીં.એક દિવસ પતિ ભાનમાં આવ્યો અને પોતાની પત્નીને પાસે બોલાવીને કહ્યુંઃ મને...

પોલીસ ઇન્સ્પેક્ટર (હવાલદારને)ઃ ડફોળ, તને ખબર હતી કે ચોર રાતના સમયે મિનિસ્ટર સાહેબની કેબિનમાં જઈને સંતાઈ ગયો હતો. તો તેં એની ધરપકડ કેમ ના કરી?હવાલદારઃ કારણ કે બહાર બોર્ડ મારેલું હતું - ‘પરવાનગી વિના અંદર આવવું નહીં.’

એક છોકરો પરીક્ષામાં ૧૫ મિનિટમાં જ પ્રશ્નપત્ર અધૂરું મૂકી જવા લાગ્યો.ટીચરઃ શું થયું? પ્રશ્નોના જવાબ આવડતા નથી?છોકરોઃ એવું નથી મેડમ, હું જેના ભરોસે આવ્યો હતો તે જ મને જવાબ પૂછે છે.

સુરત ફરવા ગયેલો એક અમેરિકન તાપી નદીમાં નહાવા પડ્યો, ત્યાં અચાનક ડૂબવા લાગતાં, તે લોકોની મદદ માટે બૂમો પાડવા લાગ્યો... ખમોન... ખમોન... (કમોન... કમોન...) આ સાંભળીને કિનારે ઊભેલા ખમણની લારીવાળાને લાગ્યું કે, અમેરિકન ડૂબી ભલે રહ્યો હોય, પણ ખમણ માગી...

ભિખારીઃ શેઠ મારા પરિવારથી દૂર થઈ ગયો છું, મળવા માટે ૨૦૦ રૂપિયાની જરૂર છે.શેઠઃ પણ તારો પરિવાર છે ક્યાં?ભિખારીઃ સામે મલ્ટીપ્લેક્સમાં ‘સિંઘમ્’ જોવા ગયો છે.•

વીજળી પડવાથી ચંગુ મરી ગયો. સ્વર્ગમાં ગયો તો તેનાં ચહેરા પર સ્માઈલ જ સ્માઈલ હતું.ભગવાન નવાઈ પામ્યા અને ચિત્રગુપ્તને ઈન્કવાયરી કરવા કહ્યું.ચિત્રગુપ્તે ચંગુને પૂછ્યું તો ચંગુએ કહ્યુંઃ અરે, અચાનક વીજળી પડી એટલે ઝબકારો થયો પણ મને એમ કે કોઈ ફોટા પાડી...

એક બાત કભી સમજ મેં નહીં આતી કે દારૂ કી દુકાન કા ‘વાસ્તુશાસ્ત્ર’ કૌન કરતા હૈ?ચાહે નાલે પર હો, છિતરી-બિતરી હો, સામને ગડ્ડા હો, છપ્પર ફટા હો, ગલત દિશા હો, ગંદકી સે ભરા હો... ફિર ભી હંમેશા ભીડ લગી રહતી હૈ!•

મોદી સાહેબ વરસોથી કહેતા રહ્યા છે કે ‘હું ખાતો નથી, અને ખાવા દેતો નથી...’શરૂઆત એમણે ‘મેગી’થી કરી છે!•



to the free, weekly Gujarat Samachar email newsletter