વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમૂલ)ની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ‘અમુલ વિકાસ પેનલ’નો ભવ્ય વિજય થયો છે અને ભાજપના સૂપડાં સાફ થયા છે. 

સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગંત કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ દત્તક લીધેલ સોજિત્રા તાલુકાના મઘરોલ ગામમાં વિકાસ કાર્યોનો પ્રારંભ થયો છે.

વડોદરા શહેરમાંથી વર્ષ ૨૦૦૮માં રહસ્યમય રીતે ગાયબ થયેલા પાટીદાર બ્રિટિશ યુવકને શોધવા પોલીસને આદેશ થયા પછી પણ કોઈ પરિણામ ન આવતા રેડકોર્નર નોટિસ કાઢવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૌત્રી વિસ્તારમાં મુખ્ય પ્રધાન ગૃહ યોજનાના સ્થળે સોમવારે સાંજે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમ વેળા સ્થાનિક રહિશોએ ગૃહ યોજનાના વિરોધમાં મંડપની તોડફોડ અને પથ્થરમારો કરતાં ભારે નાસભાગ મચી હતી.

વડોદરા શહેર નજીક માણેજા ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં હાથ-પગ ધોવા માટે ઉતરેલા આધેડ પર આશરે દસ ફૂટ લાંબા મગરે અચાનક હુમલો કર્યો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter