લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી યાસ્તિકા કહે છેઃ પિક્ચર અભી બાકી હૈ...

પ્રતિષ્ઠિત લોર્ડ્સ સ્ટેડિયમમાં ટેસ્ટ સદી ફટકારનારી પ્રથમ મહિલા ક્રિકેટરનું બહુમાન મેળવનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાનું માનવું છે કે તેનું ‘સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આવવાનું હજુ બાકી છે’. વડોદરાની યાસ્તિકાએ ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર...

મોટેલમાં ફાટી નીકળેલી વિનાશક આગ નડિયાદના પતિ-પત્ની-પુત્રીને ભરખી ગઇ

અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટના વેન કાઉન્ટીની વુસ્ટર ટાઉનશિપમાં આવેલી ઈકોનો લોજ હોટેલમાં મધરાત્રે ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ નડિયાદના પીજ ભાગોળ વિસ્તારના વતની એવા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. હિતેશભાઇ સુથાર, પત્ની હીનાબહેન...

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમૂલ)ની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ‘અમુલ વિકાસ પેનલ’નો ભવ્ય વિજય થયો છે અને ભાજપના સૂપડાં સાફ થયા છે. 

સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગંત કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ દત્તક લીધેલ સોજિત્રા તાલુકાના મઘરોલ ગામમાં વિકાસ કાર્યોનો પ્રારંભ થયો છે.

વડોદરા શહેરમાંથી વર્ષ ૨૦૦૮માં રહસ્યમય રીતે ગાયબ થયેલા પાટીદાર બ્રિટિશ યુવકને શોધવા પોલીસને આદેશ થયા પછી પણ કોઈ પરિણામ ન આવતા રેડકોર્નર નોટિસ કાઢવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૌત્રી વિસ્તારમાં મુખ્ય પ્રધાન ગૃહ યોજનાના સ્થળે સોમવારે સાંજે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમ વેળા સ્થાનિક રહિશોએ ગૃહ યોજનાના વિરોધમાં મંડપની તોડફોડ અને પથ્થરમારો કરતાં ભારે નાસભાગ મચી હતી.

વડોદરા શહેર નજીક માણેજા ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં હાથ-પગ ધોવા માટે ઉતરેલા આધેડ પર આશરે દસ ફૂટ લાંબા મગરે અચાનક હુમલો કર્યો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter