વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

ગિરનાર પર્વત પર ૧૩મી જાન્યુઆરીએ વહેલી સવારે ૩૪મી અખિલ ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધા માટે રાજ્યના ૨૦ જિલ્લામાંથી કુલ ૧૩૦૩ સ્પર્ધકોની...

રાજકોટ નજીકમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટે કેન્દ્ર સરકારના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં દસમીએ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ એરપોર્ટના નિર્માણનો રૂ....

ગુજરાતમાં ‘એઇમ્સ’ (ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ) આખરે રાજકોટને ફાળે આવી છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુરુવારે આ સંદર્ભેની સત્તાવાર જાહેરાત...

પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલી હાઉસિંગ કોલોનીમાં પાર્ક કરવામાં આવેલી તાતા કંપનીની કારના આગળના ટાયરના ભાગથી સાડાદસ ફિટ લાંબો અજગર બોનેટમાં ઘૂસી ગયો હતો.

શહેરના પંચનાથ પ્લોટ વિસ્તારના વધુ એક સ્પા પર પોલીસે ચોથીએ દરોડો પાડયો હતો. આ સ્પામાંથી વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની સાત યુવતી ઝડપાઇ હતી. સ્પાના સંચાલકની પણ ધરપકડ કરાઇ હતી. પંચનાથ પ્લોટ મેઇન રોડ પર આવેલા પિંક વેલનેસ સ્પા પર પોલીસે દરોડો...

વિશ્વમાં પ્રથમ વખત ૧૯૮૧માં એચઆઇવી-એઇડ્ઝ દેખાયો હતો. ત્યારથી છેલ્લા ૪૦ વર્ષથી સમગ્ર વિશ્વમાં ચિંતાનું કારણ બનેલા એઇડ્ઝ નામના રોગની આજદિન સુધી અકસીર દવા કે ઇલાજ શોધાયા નથી. પરિણામે દુનિયાભરમાં સાડા ત્રણ કરોડ લોકો આ ભયાવહ રોગથી ગ્રસિત થઈ તેની સામે...

સુરત ગયેલા જામનગરના ઈજનેર યુવાન નીરજ વિનુભાઈ ફલિયા (ઉ. વ. ૨૭)ને કાર અકસ્માતમાં ૩૧ ડિસેમ્બરે ગંભીર ઈજા થઈ હતી. નીરજના પિતા વિનુભાઈ ફલિયા તથા તેમના પરિવારજનોએ...

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનાં પત્ની સવિતા તથા પુત્રી સ્મિતા સાથે ૨૯મી અને ૩૦મી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમના પ્રવાસમાં કચ્છ અને...

પૂર્વ શેરિફ અને જાણીતા ન્યાયશાસ્ત્રી નાના ચુડાસમાનું વૃદ્ધાવસ્થાના કારણે ૨૩મી ડિસેમ્બરે મુંબઈમાં ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા. તેઓ...

નવા વર્ષના પહેલા જ દિવસે જ જામનગરના એક વણિક પરિવારના પુત્ર, પુત્રી, પત્ની માતા સહિતના પ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લેતાં જામનગરમાં હાહાકાર મચી ગયો છે. જેમાં પ્રાથમિક તપાસમાં વણિક યુવક આર્થિક સંકડામણમાં આવી જતાં પરિવારે આ પગલું ભર્યાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter