અક્ષયકુમારનો લુંગી લૂક

Wednesday 31st July 2019 07:24 EDT
 
 

બોલિવૂડનો સુપરસ્ટાર અક્ષય કુમાર હાલમાં ‘મિશન મંગલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ૧૫ ઓગસ્ટના રોજ રિલીઝ થનારી આ ફિલ્મમાં ભારતે મંગળ પર યાન મોકલ્યું હોવાની વાત છે. આ ફિલ્મના પ્રમોશન વખતે અક્ષયકુમારે તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડે’નો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. આ ફિલ્મને ફરહાદ સામજી ડિરેક્ટ કરશે. સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શન હાઉસમાં બનનારી આ ફિલ્મ ‘બચ્ચન પાંડે’ વર્ષ ૨૦૨૦માં રિલીઝ થશે. આ જ દિવસે આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ તથા અજય દેવગન-રણબીર કપૂરની એક ફિલ્મ પણ રિલીઝ થવાની છે.
‘બચ્ચન પાંડે’ના પોસ્ટરમાં અક્ષયકુમારે લુંગી પહેરેલી છે. તેના ગળામાં ઘણી બધી માળાઓ છે. માથા પર ભસ્મ લગાવી છે. અક્ષયકુમારે સોશિયલ મીડિયા પર આ પોસ્ટર શેર કરતાં જ ઘણું વાયરલ બન્યું છે.


comments powered by Disqus