પ્રેમ વત્સની ફેરફેક્સ હોલ્ડિંગસ IDBIનો 60.72 ટકા હિસ્સો ખરીદશે

Sunday 25th October 2026 05:40 EDT
 
 

નવી દિલ્હીઃ કેનેડાની ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ આઇડીબીઆઇ બેંકમાં 53,000 કરોડ રૂપિયામાં 60.72 ટકા હિસ્સો હસ્તગત કરશે. ભારતીય બેંકમાં કરવામાં આવેલું આ રોકાણ અત્યાર સુધીનું સૌથી મોટું છે. આ ઉપરાંત આ રોકાણ દેશની લાંબા સમયથી વિલંબિત બેંકિંગ ખાનગીકરણની પ્રક્રિયામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટના ગણાશે.
આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ સરકારનાં 30.48 ટકા હિસ્સા (26,620 કરોડ રૂપિયા) અને સરકારી માલિકીની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઈસી)નાં 30.24 ટકા હિસ્સા (26,440 કરોડ રૂપિયા) માટે વ્યૂહાત્મક ખરીદદાર તરીકે ફેરફેક્સની પેટા કંપનીને મંજૂરી આપી છે.
એક નિવેદન અનુસાર કેનેડિયન અબજોપતિ પ્રેમ વત્સના નેતૃત્વ હેઠળની ફેરફેક્સ કંપની પ્રતિ શેર માટે 81 રૂપિયા ચૂકવશે. જે બે સ્વતંત્ર મૂલ્યાંકન એજન્સીઓ દ્વારા નિર્ધારિત 75.99 રૂપિયાનાં બેન્ચમાર્ક વાજબી મૂલ્ય કરતા વધારે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter