એક્ઝિઓમ સ્ટોન સોલિસિટર્સે સતત બીજા વર્ષે પ્રાઈડવ્યૂ ક્રિકેટકપ જીત્યો

Wednesday 31st July 2019 06:30 EDT
 
 

ગઈ ૧૩ જુલાઈને શનિવારે મીડલસેક્સમાં મર્ચન્ટ ટેલર્સ સ્કૂલ ખાતે પ્રોપર્ટી ઈન્ડસ્ટ્રી માટે યોજાયેલા વાર્ષિક એક દિવસીય 6-a-side ચેરિટી ક્રિકેટ સ્પર્ધાના પ્રાઈડ વ્યૂ ક્રિકેટ કપને સહાય કરવામાં એક્ઝિઓમ સ્ટોન સોલિસિટર્સખૂબ ઉત્સાહ દર્શાવ્યો હતો.

પ્રાઈડવ્યૂ ગ્રૂપ દ્વારા આયોજીત આ ક્રિકેટ કપ સ્પર્ધામાં ૧૨ ટીમો એકબીજા સામે મેચ રમી હતી. ૧૨ ટીમોને ત્રણ – ત્રણ ટીમનું એક એવા ચાર ગ્રૂપમાં વહેંચી દેવાઈ હતી. રોમાંચક મેચો નિહાળવા માટે ગ્રાઉન્ડ પર ૩૦૦થી વધુ દર્શકો હાજર રહ્યા હતા. સ્પર્ધાની સાથે ક્રિકેટીંગ મેમોરેબિલિયાનું ચેરિટી ઓક્શન પણ યોજાયું હતું.

આખો દિવસ ચાલેલી મેચોના અંતે ફાઈનલમાં એક્ઝિઓમ સ્ટોન સોલિસિટર્સની ટીમે જેડ ફાર્મસીની ટીમને હરાવીને સતત બીજા વર્ષે પ્રાઈડ વ્યૂ ક્રિકેટ કપ જીત્યો હતો. આ પ્રસંગે લંડન, ભારત અને ટાન્ઝાનિયામાં ત્રણ પ્રોજેક્ટ્સને સહાય આપતી ચેરિટી ‘વન કાઈન્ડ એક્ટ’ને મદદરૂપ થવા ૩૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવામાં આવ્યા હતા. ઓક્શનમાં ભારતીય ટીમ દ્વારા હસ્તાક્ષર કરાયેલું બેટ જીતવામાં એક્ઝિઓમ સ્ટોન સોલિસિટર્સ સફળ રહી હતી.

મેચ નિહાળવા આવેલા બાળકો માટે બાઉન્સી કાસલ, ફેઈસ પેઈન્ટિંગ તેમજ લીક્વિડ બબલ મીડિયાના સૌજન્યથી આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી.


comments powered by Disqus