ચેક બાઉન્સ કેસમાં કોઇના મિત્રાને ૬ માસની જેલ

Wednesday 31st July 2019 07:25 EDT
 
 

એક ચેક બાઉન્સિંગના કેસમાં મુંબઈ મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ કોર્ટે એક્ટ્રેસ કોઇના મિત્રાને તાજેતરમાં ૬ માસની જેલની સજા ફટકારી છે. મોડલ પૂનમ સેઠીએ દાખલ કરેલી અરજીની સુનાવણીમાં કોર્ટે જણાવ્યું કે, કોઇના મિત્રાએ પૂનમ સેઠીને રૂ. ૧.૬૪ લાખ વ્યાજ સહિત આપવાના રહેશે. પૂનમ સેઠીએ વર્ષ ૨૦૧૩માં કોઇના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ ફંડ્સ નહીં હોવાના કારણે કોઇનાનો ચેફ બાઉન્સ થયો હતો. જો કે કોઇનાએ આ તમામ આક્ષેપોને વખોડ્યા છે અને તે કોર્ટના ચુકાદને હાઇ કોર્ટમાં પડકાર આપશે. કોર્ટની સુનાવણી દરમિયાન મજિસ્ટ્રેટે કોઇનાની તરફથી કરાયેલી તમામ દલીલોને વખોડી હતી. હકીકતમાં કોઇનાએ પૂનમ સેઠી પાસેથી લગભગ રૂ. ૨૨ લાખ લીધા હોવાનું અરજીમાં જણાવાયું હતું. આ રકમ પરત કરવા માટે કોઇનાએ પૂનમને રૂ. ૩ લાખનો ચેક આપ્યો હતો જે બાઉન્સ થયો હતો.
ત્યારબાદ પૂનમે કોઇનાને લીગલ નોટિસ મોકલી હતી, પણ કોઇનાએ રકમ પરત નહીં આખરે પૂનમે ૧૦ ઓક્ટોબર ૨૦૧૩માં કોઇના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સુનાવણી દરમિયાન આક્ષેપોને વખોડતા કોઇનાએ જણાવ્યું હતું કે, પૂનમ સેઠીની આર્થિક સ્થિતિ એવી નથી કે તેઓ રૂ. ૨૨ લાખ ઉધાર આપી શકે. આ ઉપરાંત કોઇનાએ પૂનમ પર ચેક ચોરીનો આરોપ લગાવ્યો હતો.


comments powered by Disqus