‘ચેહરે’માં કીર્તિ ખરબંદાનો લૂક

Friday 02nd August 2019 07:23 EDT
 
 

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીને ચમકવાતી સસ્પેન્સ થ્રીલર ફિલ્મ ‘ચેહરે’માં એકટ્રેસ કીર્તિ ખરબંદાનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. આ ફિલ્મને રુમી જાફરી ડિરેકટ કરી રહયા છે. ફિલ્મના શૂટિંગની પણ કેટલીક તસવીર સામે આવી છે. જેમાં કીર્તિ ખરબંદા અમિતાભ બચ્ચન સાથે જોવા મળે છે. બી ટાઉનમાં ચર્ચા છે કે ‘ચેહરે’ ફિલ્મ મર્ડર મિસ્ટ્રી છે. ‘બદલા’ પછી અમિતાભ બચ્ચન ફરી એકવાર આ ફિલ્મમાં વકીલના પાત્રમાં જોવા મળશે. ઇમરાન હાશ્મી બિઝનેસમેનના રોલમાં હશે. ‘ચેહરે’માં રિયા ચક્રવર્તી, સિદ્ધાંત કપૂર, અનુ કપૂર અને રઘુવીર યાદવ પણ છે. આ ફિલ્મ આવતા વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ રીલિઝ થવાની છે.


comments powered by Disqus