આમિર ખાનનું સોશિયલ મીડિયાને અલવિદા

Thursday 18th March 2021 05:13 EDT
 
 

બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાને તેના બર્થ ડેના એક દિવસ બાદ ૧૫મી માર્ચે સોશિયલ મીડિયાને અલવિદા કરી દીધું છે. આમિર ખાને ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું છે કે આપનો ભરપૂર પ્યાર મળ્યો... આ મારી આખરી પોસ્ટ છે. તેણે આ પોસ્ટ ટ્વિટર ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પર પણ મૂકી છે. આમિર કહે છે કે હું હવે આપ મને ફક્ત મારા પ્રોડ્કશન હાઉસના ઓફિશ્યલ હેન્ડલ પર ફોલો કરી શકો છો. મારા પર્સનલ હેન્ડલ પર એક્ટિવ નહીં રહું. વર્કફ્ર્ન્ટની વાત કરીએ તો આમિર હાલ લાલ સિંહ ચઢ્ઢાનું અંતિમ તબક્કાનું શુટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ હોલિવૂડની ઓસ્કાર એવોર્ડ જીતી ચૂકેલી ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી એડેપ્ટશન છે, જે આ આગામી ક્રિસમસ પર રિલિઝ થવાની છે. કરિના કપૂર આ ફિલ્મની અભિનેત્રી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter