દાદાસાહેબ ફાળકે એવોર્ડ્સઃ અક્ષય બેસ્ટ એક્ટર - દીપિકા બેસ્ટ એક્ટ્રેસ

Wednesday 03rd March 2021 06:49 EST
 
 

દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્ઝ ૨૦૨૧ના વિનર્સ જાહેર થઈ ગયા છે. જેમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ અક્ષય કુમાર (‘લક્ષ્મી’)ને જ્યારે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ દીપિકા પાદુકોણ (‘છપાક’)ના ફાળે ગયા છે. આ ઉપરાંત અન્ય કેટેગરીમાં સિનેમા, ટીવી અને વેબ સીરિઝની બેસ્ટ ટેલેન્ટને પણ સન્માનિત કરાઇ છે. આ એવોર્ડ્ઝ ફંક્શનમાં સુશાંત સિંહ રાજપૂતને મરણોપરાંત ક્રિટિક્સ બેસ્ટ એક્ટરના એવોર્ડથી સન્માનિત કરાયો હતો.

આ છે વિજેતાઓ...
• બેસ્ટ એક્ટર: અક્ષય કુમાર, (લક્ષ્મી)
• બેસ્ટ એક્ટ્રેસ: દીપિકા પાદુકોણ (છપાક)
• ક્રિટિક્સ બેસ્ટ એક્ટર: સુશાંત સિંઘ રાજપૂત
• ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ: કિએરા અડવાણી - (ગિલ્ટી)
• બેસ્ટ ફિલ્મ: તાનાજી: ધ અનસંગ વોરિયર
• બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ: પેરસાઇટ
• મોસ્ટ વર્સેટાઇલ એક્ટર: કે. કે. મેનન
• બેસ્ટ ડિરેક્ટર: અનુરાગ બાસુ (લુડો)
• બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ:
 વિક્રાંત મેસ્સી (છપાક)
• બેસ્ટ એક્ટ્રેસ ઇન સપોર્ટિંગ રોલ: રાધિકા મદાન
• બેસ્ટ એક્ટર ઇન કોમિક રોલ:
 કુણાલ ખેમુ (લૂટકેસ)
• બેસ્ટ વેબ સીરિઝ: સ્કેમ-1992
• બેસ્ટ એક્ટર (વેબ સીરિઝ):
 બોબી દેઓલ (આશ્રમ)
• બેસ્ટ એક્ટ્રેસ (વેબ સીરિઝ): સુસ્મિતા સેન (આર્યા)
• આલ્બમ ઓફ ધ યર: તિતલિયાં
• બેસ્ટ ટીવી સીરિઝ: કુંડલી ભાગ્ય
• ફોટોગ્રાફર ઓફ ધ યર: ડબ્બૂ રત્નાની
• સ્ટાઇલ ડિવા ઓફ ધ યર: દિવ્યા ખોસલા કુમાર
• બેસ્ટ એક્ટ્રેસ ટીવી સીરિઝ: સુરભી ચંદના
• બેસ્ટ એક્ટર ટીવી સીરિઝ: ધીરજ ધૂપર
• પરફોર્મર ઓફ ધ યર: નોરા ફતેહી
• આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રિબ્યૂશન ટુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી: ધર્મેન્દ્ર
• આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રિબ્યૂશન ટુ લિટરેચર ઇન
 ઇન્ડિયન સિનેમાઃ ચેતન ભગત


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter