સપ્ટેમ્બર, ૨૦૨૦માં રિયા ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાઈ હતી અને એક મહિના બાદ તેને જામીન મળ્યા હતા. રિયાના બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ખૂલેલા ડ્રગ કેસમાં રિયાની પૂછપરછ હજી પણ ચાલી જ રહી છે ત્યારે સુશાંતના મૃત્યુના છ મહિના બાદ રિયા તાજેતરમાં પાર્ટી એન્જોય કરતી જોવા મળી હતી. ‘રોડીઝ’ ફેમ રાજીવ લક્ષ્મણે સોશિયલ મીડિયામાં રિયા સાથેની તસવીર શેર કરી હતી. સુશાંતના ચાહકોને આ તસવીર પસંદ આવી નહોતી. તેમણે રાજીવને ટ્રોલ કર્યો હતો. ત્યારબાદ રાજીવે આ તસવીરો ડિલીટ કરી નાંખી હતી અને એક મેસેજ પોસ્ટ કર્યો હતો.
રિયાએ મિત્રો સાથે પાર્ટી માણી
રિયા વીજે અનુષા દાંડેકરની બર્થડે પાર્ટીમાં આવી હતી. પાર્ટીમાં ફરહાન અખ્તર, શિબાની દાંડેકર, ‘રોડીઝ’ જજ રાજીવ લક્ષ્મણ તથા અન્ય લોકો હતા. રાજીવે સોશિયલ મીડિયામાં રિયા સાથેની બે તસવીરો શેર કરીને કહ્યું હતું, ‘માય ગર્લ’ રાજીવની પત્ની સુસાને પાર્ટીની ગ્રુપ તસવીર શેર કરી હતી.
રાજીવની સ્પષ્ટતા
રાજીવે પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, એક પોસ્ટ પરના મારી બેજવાબદાર પૂર્વક રીતે પસંદ કરેલા શબ્દોને કારણે મુશ્કેલી વધી ગઈ હતી. રિયા મારી બહુ જ સારી અને જૂની મિત્ર છે અને તેને ફરી વાર મળીને ઘણો જ ખુશ થયો છું. હું તેના માટે દુઆ કરું છું કે તે સારી રહે. રાજીવે જે પોસ્ટ ડિલીટ કરી તેમાં રિયા માટે લખ્યું હતું કે, 'માય ગર્લ'. એ પછી રાજીવ ટ્રોલ થયો હતો.