વરુણ ધવન - નતાશા દલાલનાં લગ્ન લેવાયાં

Monday 18th January 2021 06:30 EST
 
 

ફિલ્મકાર ડેવિડ ધવનના પુત્ર અભિનેતા વરુણ ધવનનાં તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ૨૪મી જાન્યુઆરીએ લગ્ન લેવાયાં છે. ધવન પરિવારની નજીકના લોકોએ જણાવ્યું કે, લગ્નમાં ૨૦૦ મહેમાનો હાજર રહેશે. વરુણ તથા નતાશા અલીબાગના કીહિમ બીચ પર લગ્ન કરશે. વરુણના લગ્નની ઉજવણી ૨૨મી જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી સુધી ચાલશે. એવા સમાચાર છે.
સંગીત સેરેમનીથી રિસેપ્શન
#VaruSha'ના નામે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ વરુણ – નતાશાના લગ્નની ઉજવણીમાં સંગીતમાં સલમાન-કેટરિનાથી લઈને અર્જુન કપૂર તેની બહેન જાહન્વી સહિતની બોલિવૂડની હસ્તીઓ પર્ફોર્મ કરશે. પાંચ દિવસ વરુણ-નતાશાનું વેડિંગ સેલિબ્રેશન ચાલશે. સેલિબ્રેશન સંગીત સેરેમનીથી શરૂ થઈને રિસેપ્શન સુધી હશે. નતાશા જાણીતી ફેશન ડિઝાઈનર છે તેથી તે પોતે જ પોતાના લગ્નનાં વસ્ત્રો તૈયાર કરશે. વરુણ ધવન લગ્નના દિવસે કુણાલ રાવલે ડિઝાઈન કરેલાં આઉટફિટ પહેરશે.
સંગીત સેરેમનીમાં
વરુણ – નતાશાની સંગીત સેરેમનીમાં વરુણના અને તેના કુટુંબના અંગત લોકો સારા અલી ખાન, કરણ જોહર, મનિષ મલ્હોત્રા, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, જાહન્વી કપૂર-ખુશી કપૂર, જેકી ભગનાની, નીતુ સિંહ, કિઆરા અડવાણી, અનિલ કપૂર, રેહા કપૂર, હર્ષ વર્ધન કપૂર, શશાંક ખૈતાન, હાજર રહેશે. વરુણ ધવનની નજીકની મિત્ર સોનમ કપૂર લગ્નમાં સામેલ થઈ શકશે નહીં કારણ કે હાલમાં તે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. કરીના કપૂરના ફોઈના દીકરા અરમાન જૈનની અને સોનમ – આનંદની સંગીત સેરેમનીમાં કરણ જોહરે બધી જ વ્યવસ્થા કરી હતી, તે જ રીતે વરુણની સંગીત સેરેમનીમાં પણ કરણ જોહર જ તમામ વ્યવસ્થા જોવાનો છે. ૨૩મીએ મહેંદી સેરેમની યોજાશે અને સાંજે વરુણ તથા નતાશા મહેમાનોને કોકટેલ પાર્ટી આપશે.
અલીબાગ બીચ પર લગ્ન
૨૪મી જાન્યુઆરીએ અલીબાગના બીચ પર વરુણ ધવન તથા નતાશા દલાલના સાંજે લગ્ન યોજાશે. તેમાં ૨૦૦ જેટલા લોકો સામેલ થશે.
અલીબાગમાં જ રિસેપ્શન
લગ્નના બીજા દિવસે એટલે કે ૨૫મી જાન્યુઆરીએ વરુણ ધવન તથા નતાશા અલીબાગમાં જ મહેમાનો માટે નાનકડું રિસેપ્શન યોજશે, તેમ માનવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter