‘બોસ લેડી’ રશ્મિ દેસાઇ

Saturday 20th March 2021 05:00 EDT
 
 

ટેલિવિઝન એકટ્રેસ અને બિગ બોસ ફેમ રશ્મિ દેસાઈએ કરાવેલા સ્પેશ્યલ શૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ બની છે. પિંક બ્લેઝર સાથે સ્કર્ટ પહેરેલા આઉટફિટમાં રશ્મિએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. સોશિયલ મીડિયા પર અપલોડ કરેલી આ તસવીરોને કારણે રશ્મિ ચર્ચાનો વિષય બની છે. રશ્મિના બોલ્ડ અંદાજ લૂકને અમૂક યૂઝર્સ દ્વારા ટ્રોલ પણ કરવામાં આવ્યો છે. તો વળી ઘણા યૂઝર્સે એકટ્રેસને ‘બોસ લેડી’ કહીને પ્રશંસાના ફૂલડાં પર વરસાવ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને રશ્મિએ લખ્યું હતુંઃ મહિલાઓમાં કંઈક તો ખાસ છે, જે પુરુષના જીવન પર કબજો કરે છે. આ માટે એક અનુગ્રહ, શક્તિ, નીડરતા અને જવાબમાં ના નહીં સાંભળવાની તાકાત હોવી જોઈએ. આખરે તો આપણે એટલે કે મહિલાઓ જ સમાજના ખરા શિલ્પી છીએ.’ ઉલ્લેખનીય છે કે ‘નાગિન-૪’, ‘દિલ સે દિલ તક’, ‘ઉતરણ’ જેવી સિરિયલમાં કામ કરી ચૂકેલી રશ્મિએ આ ફોટોશૂટ એક જાણીતા મેગેઝિનના કવરફોટો માટે કરાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter