વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

છેલ્લા છ માસથી એક કાર્ગો જહાજ ઈરાનમાં ફસાયેલું છે. તેમાં ભારતના ૧૦ ક્રૂ મેમ્બરો છે તે પૈકી ત્રણ ગુજરાતના છે, જેમાંના ધ્યેય હળવદિયા ભાવનગરના છે. કાર્ગો ઓનર અને એજન્ટ વચ્ચે સર્જાયેલા મતભેદોને કારણે જહાજને ઇરાનના બંદર પર અટકાવાયું છે. ક્રૂ મેમ્બરોને...

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના વર્ગ ૨ના નિવૃત્ત નાયબપાલક ઇજનેર ચુનીલાલ પી. ધારસિયાણીએ સત્તાનો દુરપયોગ કરીને ૫.૫૦ કરોડની બેનામી સંપત્તિ વસાવી હતી. આ મામલે કોર્ટે કાન પકડતા ૮ વર્ષે જાગેલી એસીબીએ તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં સંતકબીર રોડ પરની સત્ય સોસાયટીમાં રહેતા અને ચાંદીની મજુરી કરતા સુનીલભાઈને કોરોના ડીટેક્ટ થતા ગઈ તા.૧૩મીએ રાત્રે ૧૦ વાગ્યે સંજીવની ગુરૂકુળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

ગોંડલ એસઆરપી ગ્રુપ ૮નાં કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ દોલતભાઈ સુર્યવંશી હાલ તામિલનાડુ ચૂંટણી ફરજ પર છે. દરમ્યાન તબીયત લથડતાં અને કોરોના પોઝીટીવ આવતાં તામિલનાડુની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાાન તેમનું મૃત્યુ થયું હતું....

આઝાદી પહેલા ખારાઘોડામાં બ્રિટિશ હકૂમત સમયે ઈ.સ. ૧૮૭૨માં અંગ્રેજોએ મીઠું પકવવાની શરૂઆત કરી હતી. એ સમયે અંગ્રેજોએ ૬૫૦ લાઇનબધ્ધ મકાનો સાથેનું એક આખુ "ખારાઘોડા-નવાગામ'...

વિદેશોમાંથી ખરીદવામાં આવતા શિપ કન્ટેનરનું નિર્માણ હવે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભાવનગરમાં કરવામાં આવશે. ભાવનગરને શિપ કન્ટેનરના નિર્માણનું હબ બનાવવા...

 ગીર પંથકની ત્રણ વસ્તુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રથમ એશિયાટીક સિંહો, બીજુ કેસર કેરી અને ત્રીજું સોરઠનો ગોળ છે. વર્તમાન સમયમાં આ ત્રણેય વસ્તુઓ કઠણાઈનો સામનો...

શહેરની બાબરિયા કોલોનીમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિમંદિરનો દેવપક્ષે ૧૦ એપ્રિલે બળજબરીથી કબજો મેળવતા દેકારો મચી ગયો હતો. બનાવને પગલે પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા.



to the free, weekly Gujarat Samachar email newsletter