ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

અમરેલીની જવાહર નવોદય વિદ્યાલયનું ટેન્ડર મેળવી યુનિફોર્મ-સ્ટેશનરી સપ્લાય કરનારા અમદાવાદના વેપારી પાસેથી ટેન્ડરના બિલના ૧૦ ટકા, ટ્રાવેલિંગ ટિકિટ મળી કુલ ૫૦ હજારની લાંચ લેતા વિદ્યાલયના પ્રિન્સિપાલ બી. એન. પી શાસ્ત્રીની અમદાવાદ એન્ટીકરપ્શન બ્યૂરોએ...

વરસાદે લાંબા સમયથી વિરામ લીધા પછી બાદ ઊના પંથકના ગીરગઢડા અને ગીરના મધ્ય જંગલમાં ૯ સપ્ટેમ્બરે બેથી અઢી ઇંચ વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. 

સારા વરસાદને લાંબો સમય વીતી ગયો હોવાથી ખેતરોમાં ઊભેલા પાકને છેલ્લે છેલ્લે જે જરૂર હતી તે પાણી  ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આવા સમયે સૌરાષ્ટ્રના વાતાવરણમાં ૩ સપ્ટેમ્બરે પલટો આવતા અમરેલી તથા જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં અડધાથી બે ઈંચ જેટલો...

પોરબંદરના વતની અને અત્યારે આફ્રિકાના ઉદ્યોગપતિ ઇસ્માઈલી ખોજા કોમના ધર્મગુરુ નામદાર આગાખાન સાહેબના અનુયાયી એવા રીઝવાન આડતિયાએ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાને...

પાટીદાર આંદોલન દરમિયાન મોરબીમાં ધારાસભ્યનું કાર્યાલય સળગાવવા સહિતની અનેક ઘટના ઘટી હતી. આથી વ્યથિત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબી સીરામિક ફેડરેશનના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે.

અમદાવાદમાં ૨૫ ઓગસ્ટે યોજાયેલી પાટીદારોની અનામત રેલી અને પછી ગુજરાત બંધના એલાનને લીધે સૌરાષ્ટ્રના વ્યાપાર-ઉદ્યોગને અંદાજે ચાર હજાર કરોડનું નુક્સાન થયું હોવાના અહેવાલ છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવના વતન ઇટાવામાં લાયન સફારી પાર્કમાં છેલ્લા થોડા સમયમાં ગીરના પાંચ સિંહ બાળ અને એક સિંહ દંપતીના થયેલા મૃત્યુના કારણે આ સફારી પાર્કના ભવિષ્ય અંગે પ્રશ્નો સર્જાયા છે. 

પોરબંદરમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં વિજયાબેન મોહનભાઈ કોટેચા હંમેશા અગ્રેસર રહે છે.



to the free, weekly Gujarat Samachar email newsletter