વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

૧૭ જૂનથી પવિત્ર એવા પુરુષોત્તમ માસ (અધિક અષાઢ)નો પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ જયોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે પુરુષોત્તમ માસનાં પ્રથમ દિવસથી જ સૌપ્રથમવાર ભગવાન વિષ્ણુની કથા અને વિષ્ણુયાગનું આયોજન થયું છે.

અશોબા વાવાઝોડાએ ઓમાન તરફ ફંટાયુ અને ઓમાન નજીક પહોંચ્યું હતું. શ્રીલંકામાં ‘અશોબા’નો અર્થ અશુભ એવો થાય છે, પરંતુ ગુજરાત માટે અશોબા લાભકારક સાબિત થયું છે.

રાજકોટ શહેરની જાણીતી શામજી વેલજી વીરાણી વિવિધલક્ષી હાઈ સ્કૂલ સોલર સિસ્ટમ દ્વારા ઊર્જા મેળવીને વીજળીનો વધુ ખર્ચ બચાવી રહી છે. 

બાર જયોતિર્લિંગમાંના પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરમાં બિનહિન્દુઓને પ્રવેશ માટે ઊભા કરાયેલા નિયંત્રણો અંગે ખુદ હિન્દુ સમાજમાંથી મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે.

ખંભાળિયા શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ અત્યારે ડેડવોટર લેવલે હોવાથી શહેરમાં વિતરિત થતું પાણી ડહોળું આવતું હોવાની ફરિયાદો ઊઠી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter