વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

વીરનગરના શિવાનંદ મિશન હોસ્પિટલના પરિસરમાં પૂ. મોરારિબાપુના હસ્તે ૨૬ એપ્રિલે સવિતા-શાંતિ નેત્રાલયનું ઉદ્ઘાટન થયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રાથી ચારધામ યાત્રાએ નીકળેલી બસ નેપાળમાં દુર્ઘટનાગ્ર્સ્ત થતાં તેમાં ૧૭ લોકોના મોત થયા છે. 

ઉનામાં ભાજપ સરકારના પ્રધાન ગોવિંદભાઇ પટેલ અને જસાભાઇ બારડે ૧૭ એપ્રિલે મટન માર્કેટનું લોકાર્પણ કર્યું હોવાની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.



to the free, weekly Gujarat Samachar email newsletter