હળવે હૈયે...

જોક્સ

Wednesday 31st July 2019 07:10 EDT
 
 

લીલીઃ તમે તો કહેતા હતા કે રમતા રહેવાથી શરીરની કેલેરી બળે છે અને વજનમાં પણ ઘટાડો થાય છે. છેલ્લા છ મહિનાથી રમું છું, મારા વજનમાં તો કંઇ ફરક પડ્યો નથી.
જિગોઃ તમે શું રમો છો?
લીલીઃ કેન્ડી ક્રશ.

પતિ-પત્ની રાત્રે જમવાના ટેબલ પર વાત કરી રહ્યાં હતાં.
પત્નીઃ કાલે આપણા લગ્નની એનિવર્સરી છે. મને ગિફ્ટમાં જિરાફ જોઈએ.
પતિઃ અરે જાનુ, જિરાફ આમ કાંઈ વેચાતાં થોડાં મળે... વળી તેને સાચવવાં પણ મુશ્કેલ હોય છે. તું કાંઈ એવું માગ જે હું સરળતાથી આપવા વિચારી શકું.
પત્નીઃ તો એમ કરો તમે કાલથી દારૂ પીવાનું છોડી દો... આ મારી ગિફટ...
બીજે દિવસે પતિ જિરાફ લઈને હાજર થઇ ગયો.

જિગોઃ વિધિની વક્રતા એટલે શું?
ભૂરોઃ મહારાષ્ટ્રવાળા પાસે દારૂમાં નાખવા માટે પાણી નથી અને બિહારવાળા પાસે પાણીમાં નાખવા માટે દારૂ નથી અને ગુજરાત પાસે બંને છે, પણ પરમિટ નથી. આને વિધિની વક્રતા કહેવાય.

લલ્લુઃ મોબાઈલ વિટામિન્સનો ખજાનો છે!
ચંદુઃ હેં, શું વાત કરે છે લ્યા!
લલ્લુઃ એક દિવસ એનાથી દૂર રહી જો... તરત જ કમજોરીનો અહેસાસ થવા લાગશે.

ભૂરોઃ જિગા તારા માથે પાટો કેવી રીતે આવ્યો?
જિગોઃ ગઈકાલે પત્ની સાથે ઝઘડો થયો હતો.
ભૂરોઃ તો તમે મારામારી કરી?
જિગોઃ ના યાર મને ગુરુજીએ શિખવ્યું હતું કે, પત્ની સાથે દલીલ કરવી નહીં. ગમેત્યારે ક્રોધ આવે તારે માત્ર તેની સામે જોઈને સ્મિત કરવું. ગઈકાલે પણ ઝઘડા સમયે એવું જ કર્યું એમાં છૂટ્ટું વેલણ આવ્યું.

પત્નીઃ તમે જમી લીધું?
પતિઃ તમે જમી લીધું?
પત્નીઃ હું તમને પૂછું છું.
પતિઃ હું તમને પૂછું છું.
પત્નીઃ તમે મારી નકલ ઉતારો છો?
પતિઃ તમે મારી નકલ ઉતારો છો?
પત્નીઃ તો ચાલો, શોપિંગ જઈએ.
પતિઃ અરે, મેં તો ક્યારનું જમી લીધું.

છોકરોઃ (છોકરીને) તને જોતાં જ હું તારા પ્રેમમાં પડી ગયો છું. મારા દિલમાં તારું સ્વાગત છે.
છોકરીઃ સેન્ડલ ઉતારું?
છોકરોઃ અરે ના ડિયર, આ કાંઈ મંદિર નથી, મારું દિલ છે. બિન્દાસ સેન્ડલ પહેરીને આવી જા.

એક વાર દીકરો દારૂ પીને ઘરે આવ્યો અને પપ્પાથી પોતાને છૂપાવવા સીધો લેપટોપ લઈને કામ કરવા લાગ્યો.
પપ્પાઃ આજે ફરી પીને આવ્યો?
દીકરોઃ ના પપ્પા...
પપ્પાઃ તો પછી સૂટકેસ ખોલીને શું વાંચી રહ્યો છે?

પિતાઃ દારૂ, સિગારેટ અને છોકરીઓ તમારા જીવનના સૌથી મોટા દુશ્મન છે બેટા!
દીકરોઃ ને પપ્પા, જે માણસ દુશ્મનોથી દૂર ભાગે તે કાયર ગણાય છે.

લીલીઃ તમે મારી સાથે કરવા ચોથનું વ્રત રાખશો?
ભૂરોઃ તું મારી સાથે રોજ તમાકુ-કિમામવાળો માવો ખાઈશ?


comments powered by Disqus