વડોદરાના ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું પેઈન્ટિંગ રૂ. 14.4 કરોડમાં વેચાયું

સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ વડોદરાના એક આર્કિટેક્ટને જન્મદિવસ ભેટ તરીકે આપ્યું હતું.

ડાકોરમાં રણછોડરાયજીનો 253મો પાટોત્સવ ઊજવાયો

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરનો 253મો પાટોત્સવ મહા વદ પાંચમ - 29 ફેબ્રુઆરીના રોજ ધામધૂમ અને આસ્થાભેર ઊજવાયો હતો. 

પૂણ્ય સલિલા પતિત પાવની મા નર્મદાજીના પવિત્ર તટ ઉપર કણ્વ ઋષિની તપોભૂમિ શ્રી કુબેરભંડારી મહાદેવ મંદિર (કરનાળી)ના સાંનિધ્યમાં સી. બી. પટેલ પરિવાર દ્વારા સમસ્ત...

જાણીતા ગઝલકાર અને કવિ જલન માતરીનું અમદાવાદમાં ૮૪ વર્ષની વયે અવસાન થયું છે. ખમાસા-જમાલપુર નજીક આવેલા તેમના નિવાસસ્થાનેથી ૨૫મી જાન્યુઆરીએ તેમનો જનાજો એક...

ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠા (જીએસએન, આરજીએફ) ગાંધીનગર, એનઆરજી વિ. વિ. નગરના સંયુક્ત ઉપક્રમે આણંદમાં એનઆરઆઈ - એનઆરજી મિટિંગ યોજાઈ ગઈ. આ કાર્યક્રમમાં એનઆરઆઈ સેન્ટર આણંદના ચેરમેન અને સરદાર પટેલ એજ્યુ. ટ્રસ્ટ આણંદના મેનેજિંગ ટ્રસ્ટી...

વર્ષ ૨૦૦૮માં વડોદરામાં દરોડો પાડીને કેનેડિયન ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા શી ઝીંગ ફેંગ ઉર્ફે રિચાર્ડ અને બે મલેશિયન ડ્રગ્સ પેડલરોને મેથામફેટામાઇન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. જેઓની પૂછપરછમાં સપાટી ઉપર આવેલી વિગત પ્રમાણે સાવલી તાલુકાના ભાદરવા...

પંચમહાલમાં એસટી અનામત મોરવાહડફ બેઠક પરથી ચૂંટાયેલા અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું આદિવાસી હોવા અંગેનું પ્રમાણપત્ર આદિજાતિ વિકાસ કમિશનરે રદ કરતાં રાજકીય વિવાદ સર્જાયો છે. આ નિર્ણયને ધારાસભ્ય હાઈ કોર્ટમાં પડકારવા તૈયાર થયા છે. ચૂંટણી ફોર્મ ભરતી...

 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ૬૬માં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં સોમવારે યોજાઈ ગયો હતો. વસંતપંચમીની શુભેચ્છા પાઠવતાં રાષ્ટ્રપતિએ...

વાઘોડિયા રોડ પર આવેલી પિતાંબર ટાઉનશિપમાં રહેતા વિનુભાઇ લીંબાચિયા અને ધર્મિષ્ઠાબહેનનો એકનો એક પુત્ર હેમિન (ઉં.વ.૨૬) વડોદરામાં ગ્રેજ્યુએટ થયા બાદ ન્યૂ ઝીલેન્ડમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને સ્થાયી હતો. ચોથી ડિસેમ્બરે હેમિનના લગ્ન વડોદરાની જ અને છેલ્લા...

ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના નેજા હેઠળ ચાલતી ચારુસેટ હોસ્પિટલ ચાંગામાં ૧૩મી જાન્યુઆરીએ ‘નાથાભાઈ (માસ્ટર) એન્ડ કાશીબહેન પટેલ જનરલ વોર્ડ’નું...

ચરોતર પ્રદેશના અનોખા ગામ ધર્મજનો જન્મદિવસ એટલે કે ધર્મજ ડે સ્વામી વિવેકાનંદના જન્મદિને એટલે ૧૨મી જાન્યુઆરીએ જ આવે છે. આ દિવસે ધર્મજોત્સવનું આયોજન કરાય...

ગણદેવી નજીક દુવાડા ગામની સીમમાં ૩૧મી ડિસેમ્બરે મુંબઇથી વડોદરા જતી કારના ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતાં કાર રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રકની પાછળના ભાગમાં ધડાકાભેર અથડાઈ હતી. કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં એક એનઆરઆઇ સહિત બે યુવાનના...



to the free, weekly Gujarat Samachar email newsletter