અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

કચ્છી-સામત્રા સમુદાયનું કર્મભૂમિ કેન્યામાં સેવાકાર્ય પ્રસંશનીયઃ માધવપ્રિયદાસજી સ્વામી

કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

નલિયા સામૂહિક દુષ્કર્મકાંડનો અત્યાર સુધી વણઓળખાયેલો નવમો આરોપી હવે કદાચ ક્યારેય ઓળખાય નહીં અને તે કાયદાના સકંજામાંથી આબાદ બચી જાય તેવો સજ્જડ બંદોબસ્ત પોલીસ...

આઇબીના જણાવ્યા પ્રમાણે ભારતીય જળસીમા જખૌ કાંઠે એક પાકિસ્તાની માણસે ૧૬મીએ મોડી રાત્રે વિસ્ફોટક ભરેલા ચારથી પાંચ બોક્સ સાથે ઘૂસણખોરી કરી એસયુવી કાર મારફત ગાંધીધામ તરફ જઇ રહ્યો હોવાની બાતમી મળતાં તમામ સુરક્ષા એન્સીઓ સતર્ક થઇ ગઇ હતી.

પંજાબ રેજિમેન્ટ હેઠળ ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા જવાને આત્મહત્યા કર્યાના બનાવને માંડ ૨૪ કલાક થયા હતા તેવામાં ૧૭મી ફેબ્રુઆરીએ ખાવડા સરહદે આર્મીના બાંધા કેમ્પના જવાન ક્રિપાલ મુરલીધર દત્ત (ઉ. વ. ૪૩)એ પણ પોતાની જાતે ગરદનની નીચે ગોળી મારીને મોતનો...

ભચાઉમાં રહેતા ૫૪ વર્ષીય મહિલાના ઘરે ૩૦ વર્ષે પારણું બંધાયું છે. ત્રણ દાયકા બાદ મહિલાએ ૧૦મી ફેબ્રુઆરીના દિવસે દીકરીને જન્મ આપ્યો હતો. સંતાન પ્રાપ્તિ માટે...

સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજે તાજેતરમાં કેન્યા વિચરણ દરમિયાન હાથી બચાવ અભિયાનને બળ પૂરું પાડતાં કચ્છી દાતા ગોપાલભાઇ ધનજી રાબડિયા પરિવાર દ્વારા ૧૦ લાખ સિલિંગનો ચેક અર્પણ કરાવ્યો હતો. હાથીદાંતની લાલચે કરાતી...

વાયબ્રન્ટ સમિટમાં આ વખતે માત્ર મૂડીરોકાણ જ નહીં, પણ નવી યુનિવર્સિટી તેમજ કોલેજ ખોલવા, શિક્ષણનું આદાન-પ્રદાન કરતા કરારો કરવામાં આવી રહ્યા છે. જેમાં કચ્છ યુનિવર્સિટીએ ૧૫ એમઓયુ કર્યા છે. કુલપતિ ડો. સી. બી. જાડેજાના જણાવ્યા મુજબ, અગાઉ છ સમજૂતી કરી...

મૂળ ભુજપુરના અને અમેરિકા રહેતા પીટર ભેદા અને ડોરોથી ભેદાના આર્થિક સહયોગથી અદ્યતન સાધનો જયા રિહેબિલિટેશન સેન્ટરને ૧૨મીએ ભેટ અપાયા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ છેડાએ ૪૩મા કેમ્પની વિસ્તૃત વિગતો આપીને કચ્છી દાતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત...

સ્વામિનારાયણ ગુરુકુળમાં સાતમી જાન્યુઆરીએ દશાબ્દિ મહોત્સવનો પ્રારંભ થયો હતો. ગુરુકુળનું નરનારાયણદેવ ભુજ મંદિરમાંથી વિલીનીકરણ થયા બાદ આ પ્રથમ ધર્મ મહોત્સવ...

વાર્ષિક રૂ. ૫૦૦ કરોડનું ચૂકવણું કરતી કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ. સરહદ ડેરી હવે સંપૂર્ણપણે કેશલેસ પદ્ધતિથી ચાલતી થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી...

વડગામના એન્દ્રાણાનો પરિવાર ગાંધીધામમાં સ્થાયી થયો છે. પરિવારની દીકરીનું સર્પદંશથી નિધન થયું હતું. જેના જન્મ દિવસની ઉજવણી વખતે એક બિલાડી કેક ખાવા આવી હતી. ઘટનાએ પરિવારજનોના હૃદયમાં પશુપ્રેમ ભરી દીધો હતો. અને તે બિલાડીને ઘરના સભ્યની જેમ રાખી હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter